Page:-12
બીજા સ્ખલન પછી ઇશાન લગભગ શર્વરીનો ગુલામ થઇ ગયો હતો એને માટે હવે શર્વરી બોલે એ એના માટે બ્રહમ વાક્ય હતું ..
શર્વરીને એક સરસ પેંદુ મળી ગયું હતું ઇશાન નામનું,અને હવે એને ગુજરાતની ટોપ બોસની જગ્યા હાથમાં દેખાઈ રહી હતી,સચિનનો કેમ ઘડો લાડવો કરવો એ એ વિચારતી રહી, જો સચિનનું પ્રેઝન્ટેશન હાથમાં આવે તો કઈ જામે..
સોમવાર આવ્યો ,બે દિવસની રજા પછી બેંકમાં લોડ ઘણો હતો સાંજે છેક નવરી થઇ શર્વરી, સચિનની કેબીનમાં સામેથી ગઈ, શું વિચાર્યું છે સચિન કઈ સ્ટ્રેટેજી લેવાની છે..?આપણે આ બુધવારે રાત્રે તો નીકળવાનું છે બોમ્બે માટે, આ વખતે તો ત્રણ દિવસ આપણી મેથી મારશે આ લોકો ..!
સચિને કીધું મારું પ્રેઝન્ટેશન હું પતાવી દઈશ ,આમ પણ આપણા પ્રેઝન્ટેશન તો જુદા જુદા હશે અમારા સીનીયરો જુદા અને તમે જુનિયર્સને જુદા હોલમાં બેસાડીને પ્રેઝન્ટેશન લેશેને ..
શર્વરી બોલી ..એમ ના કરીશ તું જ ભરાઈશ, પેલા બરોડા ,રાજકોટ અને સુરત ત્રણેના પ્રેઝન્ટેશન મંગાવી લે પછી આપણે બધું સેટ કરીએ અને એના પરથી તારું અને મારું પ્રેઝન્ટેશન બનાવીએ એટલે તને થોડી ઓછી ગાળો પડે, પ્રેઝન્ટેશન લેનારા તો ડાયના મેમ અને પેલા બે જણા હશે અને જો બને તો પેલા એમપી વાળા ગુપ્તા ને અને રાજસ્થાન મહારાષ્ટ્રવાળા જો હાથમાં આવે તો એને પણ તારી ફેવરમાં લે નહીતો તું કર્ણાટક નક્કી છે અને હું ઓરિસ્સા..
કર્ણાટક નું નામ સાંભાળીને સચિન ડર્યો એણે કીધું સારું હું આજે મારા પોપટોના હું મંગાવી લઉં છું મેઈલથી..શર્વરીએ કીધું ઓકે હું મારું પ્રેઝન્ટેશન આજે તૈયાર કરીને રાત્રે તને મેઈલ કરું છું ..
સચિનની કેબીનની બહાર નીકળી અને શર્વરીએ તરત જ ઇશાનને ફોન લગાડ્યો .. ઇશાન હમણાં તને સચિનનો ફોન આવશે ,એ તારી પાસે તારું પ્રેઝન્ટેશન માંગશે મેં તારા લેપટોપમાં તારું બનાવેલું પ્રેઝન્ટેશન મેં પી-૧ થી સેવ કર્યું છે એ એને મેઈલ કરજે ,
તારા પ્રેઝન્ટેશન વખતે એ તારા હોલમાં નહિ હોય એટલે એને કઈ સમજણ નહિ પડે સમજ્યો હું શું કહું છું ..?
ઇશાન અચકાતા બોલ્યો ના સમજ પડી પ્લીઝ મેમ ક્લીયર કરો..CONT..13