Page:-125
પણ આ મિલન જેવા મેનેજરો વચ્ચે આવે ત્યારે અમે આગળ વધતા અટકી જઈએ , મારે તો આ લાખ રૂપિયા વળી ગાડીની સાથે જ બે કરોડ રૂપિયા વાળી ગાડીનું લોન્ચિંગ કરવું હતું યુરોપની કંપની પેહલા ખરીદવી હતી પણ જહાંગીર કાવસજી અને મિલને મારો આખો પ્લાન ડિસ્ટર્બ કરી નાખ્યો,અને હવે તું જો જે આ એક લાખ રૂપિયા વાળી ગાડીનો પ્રોજેક્ટ કેવો ફેઈલ જાય છે,શર્વરી બોલી પર્સી તી ઘણી બધી રીતે સાચો છે,પણ મિલન અને જહાંગીર કાવસજી પાસે એમનો એક્સપીરીયન્સ છે અને એ એક્સપીરીયન્સ ને તું ચેલેન્જ ના કરી શકે,પર્સી બોલ્યો માય ફૂટ એક્સપીરીયન્સ એમના બધા જ લોજીક ખોટા છે ,કારણકે એમના લોજીકનો બેઇઝ ખોટો છે,શર્વરી બોલી પણ તું શા માટે આટલો ઉંચો નીચો થાય છે કરવા દે ને એ લોકો ને હેન્ડલ પછી કઈ ઊંધું પડે તો તું વચ્ચે આવજે પર્સી બોલ્યો કેમ હું નાં વચ્ચે આવું ? આ બધા રૂપિયા જહાંગીર કાવસજીના એકલાના છે ? અને એ મરી જશે પછી કોના છે ? શર્વરી મિલન મારા રૂપિયે આ બધું કરી રહ્યો છે,અને આ એક લાખની ગાડી નો પ્રોજેક્ટ ફેઈલ જશે ને એટલે કાયા ઓટોમોટીવ લગભગ મરી જશે, જોડે જહાંગીર કાવસજી પણ અને પછી કાયા ઓટોમોટીવનું દેવું ચુકવવા માટે મેહરાન ખંભાતાનો બોલીવુડનો એકપણ એક્સ બોયફ્રેન્ડ નહિ આવે ,એ બધું દેવું મારે ચૂકતે કરવું પડશે અને એના માટે મારે કાયા ગ્રુપ્સની કેટલી બધી એસેટ્સ અને કંપનીઓ વેચવી પડશે , અને એમાં નામ ખરાબ થશે મારૂ , દુનિયા તો એમાં જ જાણશે કે પર્સી જહાંગીર કાવસજી જીજીભોય બેરામજી કાયા એ એના બાપ દાદાએ ઉભા કરેલા ધંધા વેચ્યા..અને મિલન કાયા ઓટોમોટીવની નોકરી છોડીને કલિંગ મોટર્સમાં જતો રેહશે..શર્વરી પર્સીની વાતોથી એટલું સમજી ગઈ કે મિલન જે કઈ કરી રહ્યો છે કાયા ઓટોમોટીવમાં એનાથી પર્સી બિલકુલ એગ્રી નથી અને ગમે ત્યારે પર્સી જો કાયા ગ્રુપ્સની કમાન હાથમાં લેશે પછી મિલનના દા`ડા પાણી કાયા ઓટોમોટીવ માંથી પૂરા થઇ જશે, શર્વરીએ પર્સીને કીધું પર્સી તું અત્યારે શાંત થા અને આરામ કર ફક્ત તારી જાત નું વિચાર પેહલા તું તારી ઇન્જરીમાંથી પ્રોપર રીકવર થઇ જા પછી તારે જે કરવું હશે તે થશે અને એક બીજી વાત કહું તને પર્સી પર્સી બોલ્યો શર્વરી તું મને જે કેહવુ હોય તે કહી શકે છે, શર્વરી બોલી જો પર્સી જે વાત કે ઘટના થઇ નથી એના વિષે જયારે બહુ જ વિચારીએને ત્યારે આપણી પાસે ફક્ત અને ફક્ત દુઃખ આવે માટે તું અત્યારથી એમ વિચારી લઈશ કે એક લાખની ગાડીનો પ્રોજેક્ટ ફેઈલ જશે તો તારા ભાગમાં અત્યારે તો દુઃખ જ આવશે , CONT..126