Page:-127
ક્લોઝેટમાં બધું આડુંઅવળુ પડ્યું હતું એ બધું સરખું કર્યુ અને પર્સી ને બાય કરી ને નીકળી અને ચિરાગને મળવા સીધી કોફી શોપ ઉપર પોહચી ગઈ, શર્વરી પર્સીની દોસ્તી અને ત્રીસ લાખ રૂપિયા જે પર્સીએ વાપરવા આપી દીધા એનાથી ખરેખર બહુ જ મૂડમાં આવી ગઈ હતી ,અને ચિરાગની નજરે શર્વરીનો ફેરફાર પકડી લીધો , ચિરાગ બોલ્યો લુકિંગ ગોર્જીયસ તું સાડીમાં અને સ્લીવલેસ બ્લાઉઝમાં ખરેખર બહુ જ સરસ લાગે છે સરૂ, સાચુ કહુ સરૂ મારું દિલ આજે પણ તારા માટે તડપે છે ,ચલને સરૂ આપણી કોલેજ જઈએ એકવાર, શર્વરી આંખો ઝીણી કરીને બોલી ચિરાગ આવી બધી રોમેન્ટિક વાતો ક્યારેક તે મારી સાથે બહુ કરી , યાદ છે ને તું ક્યારે આવી વાતો કરતો..! ચિરાગ બોલ્યો સરૂ મેં તને એટલે જ આંજે બોલાવી છે તું મને હમેશા હું તારા શરીરનો દલાલ હોઉં એમ જ જોવે છે ,શર્વરી બોલી આહ હા ચિરાગ આજે તો મારા કીધા વિના તે સ્વીકારી લીધું બહુ સારી વાત છે ,ચિરાગ બોલ્યો સરૂ પ્લીઝ તારા દિલમાંથી આ બધા ગ્રજ કાઢી નાખ એ સમયને સંજોગ હતા, અને આજે પણ સમય અને સંજોગ જોઈ ને જ આપણે રંગ બદલવો જ પડે છે,આપણા ઇન્શ્યોરન્સ અને ફાઈનાન્સ અને બીજા આવા ઘણા ફિલ્ડ છે જ્યાં આપડે કોઈ ફીઝીકલ પ્રોડક્ટ વેચતા નથી ,ત્યાં આ બધું કરવું પડતુ હોય છે,શર્વરી કંટાળાથી બોલી આ તારું ભાષણ હું ઓછામાં ઓછી બસ્સો વખત હું સાંભળી ચુકી છું ચિરાગ બીજી કોઈ વાત અને કામ હોય તો બોલ , ચિરાગ બોલ્યો હા આજે મારે તને એક વાત કેહવાની છે, બોલ જલ્દી બોલ ચિરાગ ..સરૂ તે એકલી એ આ બધું નથી કર્યું તારો એ ક્રિષ્ના બિલ્ડરવાળો ડોસો મને પણ ઘણી વાર રાત્રે બોલાવતો હતો અને જે મજબુરી તારી હતી એ મારી પણ હતી અને મેં પણ મારું શરીર.. એટલુ બોલી ને ચિરાગ અટક્યો ..શર્વરી એકદમ ખુશીથી છળી પડી વોટ ચિરાગ એ કાકો તને પણ..? શું વાત કરે છે આઈ એમ સો હેપી ટુ હિયર ધીસ..ચલ ચલ ચિરાગ તો તો આજે તને એના છોકરા જોડે લઇ જાઉં ચિરાગ થોડા ગુસ્સાથી શર્વરીની સામે જોઈ રહ્યો.. શર્વરી સેહજ દાઢમાં બોલી ચલ હવે તો આજે સાઉથ એન્ડમાં જઈએ અને હું એના છોકરાને બોલવું, આજે તો શું વાત છે ચિરાગ ,તે તો મને ખરેખર ખુશ ખુશ કરી દીધી યાર, મને પણ હવે તને ડાર્લિંગ કેહવાનું મન થાય છે ,માય ચિગુ ડાર્લિંગ એમ કરીને શર્વરીએ એનો મોબાઈલ ઉપાડયો અને ક્રિષ્ના બિલ્ડર્સવાળા ડોસાના છોકરાને ફોન લગાડવા ગઈ..ચિરાગએ પૂછ્યું કોને ફોન લગાડે છે સરૂ ? CONT..128