Page-13
હમણાં તને સચિનનો ફોન આવે એટલે પી-૧ ફાઈલ એને મેઈલ કરજે બહુ બુદ્ધિ ના ચલાવીશ.. ઇશાન બોલ્યો ઓકે મેમ ..ફરી બોલ્યો શ્યોર મેમ
શર્વરીને હાશ થઇ કે કઈ બફાટ નહિ કરે… શર્વરીએ પોતે પણ બે ફાઈલ બનાવી પ્રેઝન્ટેશનની અને એક સચિનને મેઈલ કરી ..
શર્વરીની ચાલ કામયાબ થતી જતી હતી,શર્વરીએ હોશિયારી વાપરી અને એનું અને ઇશાનનું એમ બે પ્રેઝન્ટેશન નકલી બનાવ્યા હતા અને એ બંને નકલી પ્રેઝન્ટેશનસ નો આધાર લઈને સચિન પોતાના પ્રેઝન્ટેશનની ફાઈલ બનાવતો ગયો..
શર્વરી જીતી ગઈ ..
સચિને એ પ્રેઝન્ટેશન રાત્રે એની સુપર બોસ ડાયના રોચાને મેઈલ કર્યું ,અને બીજા દિવસે સવારે બેંકની બ્રાંચ પર જતા પેહલા સચિને ડાયનાને ફોન કર્યો મેમ મારું પ્રેઝન્ટેશન ઓકે છે ?
ડાયના એ કીધું મૈ તો ઓકે કર દુંગી લેકિન ઔર દો લોગ ક્યા કરેંગે ઉસકે ઉપર ડીપેન્ડ રહેગા ,ફ્રેન્કલી સ્પીકિંગ એન્ડ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ સચિન ..બહોત વીક હૈ તેરા પરફોમન્સ સચિન .કીપ યોર ફીન્ગર્સ ક્રોસ ડાર્લિંગ.. એટલું બોલીને ડાયનાએ ફોન કાપ્યો..સચિનના મોતિયા મરી ગયા એને થયું કે નક્કી ટ્રાન્સફર આવી કર્ણાટક..
બેંક પર પોહચીને સચિને તરત જ શર્વરીને બોલાવી ..શું કરીશું શર્વરી ડાયના તો મને ફીન્ગર્સ ક્રોસ રાખવાનું કહે છે,શર્વરી સમજી ગઈ કે સચિને એનું પ્રેઝન્ટેશન ડાયનાને મોકલ્યું લાગે છે ..
શર્વરીના મનમાં લડ્ડુ ફૂટ્યા એણે સચિનને કીધું સાયકલ મીટીંગ પછી એકના બદલે બે દિવસ બોમ્બે રોકાઈને ડાયનાને હેપી કર આપણી બેંકમાં તો સૌથી મોટું હથિયાર એ જ છે સચિન..
સચિનની આંખોમાં થોડી ચમક આવી હા સાચી વાત છે એ જ રસ્તો બચ્યો છે ગોળી ખાવી પડે તો ખાવી પડે બાકી બીજો કોઈ રસ્તો નથી ..શર્વરી પ્લીઝ તું પેલા બે ને સાચવી લેજે ને પ્લીઝ ..
શર્વરીએ કીધું ટ્રસ્ટમી સચિન એ બંને ને હું હેપી કરી લઈશ સચિન ડોન્ટવરી ..
સચિન ને થોડી હાશ થઇ ..
શર્વરી મનમાં ખુશ થતી થતી સચિનની કેબીનમાંથી બહાર આવી..એને લાગ્યું કે તીર બરાબર નિશાના પર લાગ્યું છે હવે સચિન ગુજરાતમાંથી ગયો અને મારો વારો પાક્કો છે,ગુજરાત હેડ બનવાનો..CONT..14