Page:- 130
ચિરાગ બોલ્યો સરૂ ડાર્લિંગ તું હવે મોટી રમતમાં ઉતરી છે તો પછી એ રમત કોણ કોણ રમે છે એ પણ જાણી લે, તારી સીડીઆઈસી બેંકના લગભગ દસ હજાર કરોડ રૂપિયા તારી બેન્કના ચેરમેન દિનેશ પારેખએ છેલ્લા ત્રણ વર્ષમાં સાયફન કરી અને ઇન્ડીયાની બહાર પાર્ક કર્યા છે,અને એ ઇન્ડિયા બહારના બધા જ રૂપિયાનો બધો જ વહીવટ તારી સીડીઆઈસી બેન્કના ચેરમેન દિનેશ પારેખનો છોકરો જયેશ પારેખ ,અને તારી એક્સ બોસ ડાયેના રોચા, જયેશ પારેખના લેપટોપ પાસવર્ડ અને સેટેલાઈટ ફોન બધુ જ એ ડાયેના રોચા પોતાના ઘરે રાખે છે..શર્વરીને તરત જ ચમકારો થયો જે રીતે મિલન એના મારી ખાધેલા બે નંબરના રૂપિયાનો વહીવટ એને આપી ગયો એમ જ સીડીઆઈસીના બે નંબરના રોકડા રૂપિયાનો વહીવટ જયેશ પારેખ ડાયેના રોચા થકી કરાવતો હશે..અને એટલે જ ડાયેના રોચા જયેશ પારેખની આટલી બધી ક્લોઝ છે,ચિરાગ આગળ બોલ્યો હવે તને થોડી બીજી તારી બેંકની અંદરની વાત કરુ તું અને તારો પાળેલો ઇશાન તમે બંને એમ સમજતા હો કે તમારા પેલા મુંબઈના સાયકલ મીટીંગવાળા કાંડ પછી જયેશ પારેખ ,ડાયેના રોચા અને મિસ્ટર ચઢ્ઢાને કાઢી મુક્યા છે તો એ વાત તદ્દન ખોટી છે શર્વરી એકદમ આઘી પાછી થઇ ગઈ અને બોલી તો શું વાત છે ચિરાગ..? ચિરાગ બોલ્યો સરૂ રૂપિયા બધા કકળાટનું મૂળ છે , દિનેશ પારેખના બે નંબરના રૂપિયા એના દીકરા જયેશ પારેખને બ્રાઝીલમાં રોકવા હતા અને દિનેશ પારેખ અને સિલ્વારાજનો એમાં વિરોધ હતો, બહુ સમયથી એ બાપ દીકરા અને બીજા લોકોમાં અંદર અંદર ઝઘડા ચાલતા હતા ,અને છેવટે તમારી સાયકલ મીટીંગના ત્રણ દિવસ પેહલા સખત મોટો ઝઘડો થયો અને જયેશ પારેખ બ્રાઝીલ જતો રહ્યો ,દિનેશ પારેખએ એ એના દીકરા જયેશ પારેખને સબક શીખવાડવા એની પાસેથી સીડીઆઈસીની કમાન લઇ લીધી અને સિલ્વારાજને આપી દીધી ડાયેના રોચા અને મિસ્ટર ચઢ્ઢાને ઘર ભેગા કર્યા પણ એમાં એકલો ચઢ્ઢા લટકી ગયો ડાયેના રોચા પાસે તો બધા પાસવર્ડ અને ટ્રાન્ઝેક્શન ઓથોરીટી હતી એટલે જયેશ પારેખે એને સાચવી લીધી ને મિસ્ટર ચઢ્ઢા લટકી પડ્યો..મને બહુ નવાઈ લાગી જયારે મેં ડાયેના રોચાને એપ્રોચ કર્યો મારી ત્રીમ્પોલી ફાયનાન્સ જોઈન કરવા માટે, પણ ડાયેના રોચા દસ કરોડનું એન્યુઅલ પેકેજ જોઇને પણ હલી નહિ.. શર્વરી માટે આ બધી બહુ જ નવી વાત હતી પણ છેલ્લા બે ત્રણ દિવસના ઘટનાક્રમ પછી આખી વાત સમજવામાં એને મુશ્કેલી ના પડી.. છેવટે એણે પૂછ્યુ તો તું મારી પાસેથી શું એક્સ્પેક્ટ કરે છે ચિરાગ ? ચિરાગ બોલ્યો ત્રીમ્પોલી જોઈન કરી લે.. CONT..131