Page:- 132
ચિરાગે આગળ સવાલ ચલાવ્યો ઇશાન ક્યાં છે અત્યારે ?શર્વરી ફરી કઈ બોલી નહિ એટલે ચિરાગએ કીધું તારા માટે આ સવાલનો જવાબ જણાવો બહુ જ જરૂરી છે સરૂ,નહિ તો તું પેટ ભરીને પસ્તાઈસ..શર્વરી બોલી ઇશાન જામનગર છે એના ઘરે એના માં બાપ પાસે..ચિરાગ થોડું માર્મિક હસ્યો અને ચિરાગએ ઘડિયાળમાં જોયું સાંજના સાત વાગવામાં હતા એ બોલ્યો ફોન લગાડ એને અત્યારે ચલ અને ફોનનું સ્પીકર ચાલુ રાખજે.. શર્વરીએ બિલકુલ રીસ્પોન્ડ ના કર્યું ચિરાગએ શર્વરીનો મોબાઈલ એના હાથમાં લીધો, શર્વરીએ એને ફોન લગાડતા રોક્યો ચિરાગ એ શર્વરીનો મોબાઈલ શર્વરીના હાથ થી ખેંચી લીધો અને ઇશાનને ફોન ડાયલ કર્યો ..સ્પીકર ઓન કર્યું ફોનની રીંગ થોડી વિચિત્ર વાગી, લગભગ બધી જ રીંગ પૂરી થવા આવી પણ રીંગ એકદમ જુદી જ વાગતી હતી એકદમ જ ઇશાનએ ફોન લઇ લીધો હા સરૂ બોલ શર્વરી બોલી ક્યાં છે તુ ઇશાન ?અને તને કેવુ છે ઇશાન બોલ્યો મને સારુ છે અને હું જામનગર જ છું પણ મારો ફોન બગડ્યો છે એટલે ઘણી વાર લાગતો નથી શર્વરી બોલી તું ક્યારે પાછો આવીશ ઇશાન બોલ્યો આવતે અઠવાડિયે સરૂ એટલુ બોલ્યો ત્યાં તો ફોન કપાઈ ગયો.. ચિરાગએ ફરી ફોન લગાડ્યો અને કોઈ વિચિત્ર વિદેશી ભાષામાં મેસેજ આવ્યો.. ચિરાગએ ફોન કાપી કાઢ્યો બોલ સરૂ કઈ સમજણ પડી ? શર્વરીએ માથું ધુણાવ્યુ અને ના પાડી.. ચિરાગ બોલ્યો કેટલી બધી મેં તને સમજણ જિંદગીભર પાડી છે , છતાં પણ હું નકામો તારા શરીરનો હું દલાલ ચલ જવા દે હવે તને કહી જ દઉં ઈશાનના ફોનની આ રીંગ ઇન્ટરનેશનલ રીંગ છે ઇશાન અત્યારે જામનગરમાં નહિ હિન્દુસ્તાનની બહાર છે, સરૂ ડાર્લિંગ અને જે ભાષામાં મેસેજ વાગતો હતો એ રશિયન ભાષા છે ,અને હા તને બીજી ઇન્ફોર્મેશન આપી દઉં તારો ઇશાન અનાથ છે એને કોઈ જામનગરની ઈરવીન હોસ્પિટલમાં મૂકી ગયું હતું, અને ત્યાંથી ઇશાન અનાથ આશ્રમમાં ગયો અને ઇશાન અનાથાશ્રમમાં મોટો થયો છે એને કોઈ માં કે બાપ છે જ નહિ, જામનગરમાં એનું કોઈ જ ઘર નથી..શર્વરી ને કોફી શોપમાં ચીલલ્ડ એસીની ઠંડકમાં પરેસેવો નીકળી ગયો અને વાળમાંથી નીકળેલો માથાનો પરસેવો કપાળ પર થઇને છેક ગાલ સુધી આવી ગયો …
શર્વરીની આંખો એકદમ સ્થિર થઈ ગઈ કશું જ બોલવાની પોઝીશનમાં નોહતી ,ચિરાગે બે ત્રણ વખત કીધું સરૂ ..સરૂ ..પણ શર્વરી એકદમ જડ થઇ ગઈ હતી છેવટે ચિરાગે એનો હાથ પકડ્યો સરૂ આર યુ ઓકે ..? CONT..133