Page:-133
શર્વરી રીતસરની ડઘાઈ ગઈ હતી, ચિરાગ ફરી એકવાર બોલ્યો સરૂ સરૂ..પણ શર્વરી એ કોઈ જ રિસ્પોન્સ ના આપ્યો સાંજના સાડા સાત જેવો સમય થયો હતો, કોફી શોપ લગભગ ખાલી હતી એકાદ બે ટેબલ ભરેલા હતા ચિરાગએ રીતસર શર્વરીના મોઢા પર પાણી નાખ્યું અને શર્વરીના મોઢા પર પાણી પડતા જ એની આંખમાંથી ધાર ચાલુ થઇ ગઈ.. ચિરાગ શર્વરીનો હાથ પકડીને બોલ્યો કમ ઓન સરૂ રીલેક્સ. શર્વરી એ બિલકુલ રીસ્પોન્ડ ના કર્યું..હવે ચિરાગને ગભરામણ થતી હતી ,આટલા વર્ષોમાં એણે શર્વરીનું આવું રૂપ નોહતું જોયુ.. કોલેજના સમયથી ચિરાગનું શર્વરીનું પ્રેમ પ્રકરણ પછી શર્વરીના લગ્ન,ફરી પાછુ પ્રેમ અને ત્યાંથી..
પણ આજે શર્વરી કઈક જુદી હતી..ચિરાગ બોલ્યો સરૂ તું ખરેખર આટલી બધી ઈમોશનલી ઇશાન જોડે એટેચ થઇ ગઈ છું ? શર્વરીએ મોઢું ખોલ્યુ થઇ ગઈ હતી ચિરાગ હવે નથી..ચિરાગ ને થોડું હાશ થઈ એણે પાણીનો ગ્લાસ ધર્યો સરૂ પી લે..શર્વરી એ ચુપચાપ એક ગ્લાસ પાણી પી લીધું અને ગાલ પરના આંસુ ટીસ્યુ પેપરથી સાફ કર્યા,ચિરાગ બોલ્યો સરૂ આપણે કોર્પોરેટ તવાયફ છીએ આપણને પ્રેમ કરવાનુ એલાઉડ નથી,એમાં પણ આપણા કલીગ્સને તો બિલકુલ નહિ, આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીના સર્વિસ પ્રોવાઈડર છીએ ,આપણી સર્વિસ પૂરી થાય એટલે આપણા રૂપિયા લઇને ઘેર જવાનુ ,ફક્ત અને ફક્ત રૂપિયા સિવાય આપણો આપણા ક્લાયન્ટ કે કલીગ ઉપર કોઈ જ અધિકાર નથી..કોર્પોરેટ્સના રણમધ્યે ચિરાગ શર્વરીના કૃષ્ણ થવાની કોશીશ કરી રહ્યો હતો, ચિરાગ આગળ બોલ્યો..સરૂ આ કોર્પોરેટ્સની દુનિયામાં જેન્ડર ડીફરન્સ પણ બિલકુલ નથી,હું તને ક્યારનો બેઠો બેઠો સમજાવુ છું પણ તું ક્યારની તારો ઓરત હોવાનો બેનીફીટ ઉઠાવી રહી છે ,હજુ પણ રડીને તું એ જ કરી રહી છે,મારી સાથે પણ આવુ બધું કેટલુય કેટલીવાર થયું છે,બહુ બહુ તો એક બાટલી દારૂ અને ત્રણ પેકેટ સિગારેટ બસ, બીજા દિવસથી કામ પર લાગી જવાનુ..શર્વરી ચિરાગ સામે આંખો તગતગાવીને સ્થિર હાવભાવથી બોલી દારૂ પડ્યો છે તારી પાસે ચિરાગ ? ચિરાગ બોલ્યો તું હુકમ કર સરૂ, શર્વરી ખાલી હોઠ ફફડાવીને બોલી કર્યો..ચલ તારી હોટેલના રૂમ પર, શર્વરીએ પીયુષને એક મેસેજ નાખ્યો હું એક મીટીંગ અને ડિસ્કશનમાં છું રાત્રે બે ત્રણ વાગશે ઘરે આવતા..ચિરાગે શર્વરીના હાથમાંથી એની ગાડીની ચાવી લઇ લીધી બંને જણા શર્વરીની ગાડીમાં ગોઠવાયા આ વખતે સ્ટીયરીંગ પર ચિરાગ બેઠો અને લો ગાર્ડનથી આશ્રમ રોડ પર આવેલી એક ફાઈવ સ્ટાર હોટેલના સ્યુટ રૂમમાં ગયા જ્યાં ચિરાગ ઉતર્યો હતો, CONT..134
Cycle meeting/Page-133/શૈશવ વોરા