Page:-134
રૂમ પર જઈને ચિરાગે સિગારેટનું પેકેટ શર્વરીને આપ્યું અને હોટેલમાં દોડીને નીચે જઈને પરમીટ રૂમમાંથી કોઈ મોંઘા માઇલી દારૂની બોટલ લઇને ઉપર રૂમમાં આવ્યો શર્વરીએ ફોનથી બાઈટીંગ્સ ઓર્ડર કરી દીધા હતા..એના મનને અજંપો ઘેરી વળ્યો હતો.. ઇશાન આવું કરે ?અહંકાર ને ચોટ આવી હતી..મારો પાળેલો અને મોટો કરેલો ઇશાન છેક રશિયા અને હું સાવ અંધારામાં..!
ચિરાગ રૂમમાં આવ્યો પોતાનો કોટ કાઢ્યો અને ફેંક્યો પલંગ પર અને શર્વરીની જોડે બેઠો બે પેગ બનાવ્યા લાર્જ..ચીયર્સ થયુ ના થયુ અને શર્વરી સડસડાટ ગટગટાવી ગઈ આખો ગ્લાસ ..ચિરાગ બોલ્યો સરૂ આટલો બધો પ્રેમ કરતી હતું ઇશાનને? શર્વરી સ્થિર આંખે બોલી પ્રેમ તો તારા સિવાય ક્યારેય કોઈને મેં કર્યો નથી ચિરાગ,હવે વારો ચિરાગનો હતો ચોંકી જવાનો..ચિરાગ અટકી ગયો દારૂ પીતા પીતા અને બોલ્યો કમ અગેઇન સરૂ.. માથું હલાવીને શર્વરી બોલી હા ચિરાગ પ્રેમ તો મેં તને જ કર્યો હતો અને એ પણ મારા પીયુષ જોડે પરણ્યા પછી, પણ તું હમણા જ બોલ્યો ને આપણે કોર્પોરેટ્સ તવાયફ છીએ, અને તને એ વાતની થોડી વેહલી ખબર પડી ગઈ હતી, એટલે તે મને અને મારો પ્રેમ તારા માટેનો ,બંને ને તે દોઢ કરોડ રૂપિયાના કમીશન માટે વેચી માર્યો, ચિરાગ ફાટી આંખે સાંભળતો રહ્યો..ચિરાગ બસ એક્ઝેક્ટલી એમ જ મારે પણ એમ જ ઇશાનને વેચી મારવો હતો , પણ આ તો ઇશાન મારાથી એક સ્ટેપ આગળ નીકળ્યો રશિયામાં એ શું કરતો હશે ? અને કોણે મોકલ્યો હશે.?મને રડવુ મારા નસીબ પર આવ્યું કેમકે હું હારી ગઈ, એક વખત તે મને હરાવી અને આજે બીજી વાર હજી રમત શરુ કરું એ પેહલા જ ઇશાન મને ચેક મેટ કરી ગયો, અને હા ચિરાગ ,આ દારુ તું એમ ના માનતો ચિરાગ કે હું ઇશાનના ગમમાં પીવુ છું,મારે મારી હારને કોઈપણ સંજોગોમાં જીતમાં પલટાવવાની છે ચિરાગ,અને એના માટે મારું દિમાગ મારે એકદમ તેજ કરવું પડશે ,અને દિમાગ તેજ ચાલતું કરવું હોય તો,યાદ છે તને દિમાગ તેજ કરવા માટે આપણે શું કરવુ પડે ? શર્વરી બોલતા બોલતા ઉભી થઇ ગઈ અને રૂમમાં આંટા મારવા લાગી અને બોલી ..ચિરાગ યાદ કર એક જમાનામાં આપણે તારી ૧૦૦ સીસીની બાઈક પર આપણે નરોડા જીઆઇડીસી ઇન્સ્યોરન્સના બ્લાઇન્ડ કોલ પર જોડે જતા હતા, અને ત્યારે રસ્તામાં એરપોર્ટના રનવે પાસે નાના બાળકની જેમ આપણે ઉભા રહી જતા, પ્લેનને ટેક ઓફ થતું જોવા માટે અને ત્યારે તું શું કેહતો..?તને ખબર છે સરૂ આ પ્લેન કેમ આટલું ફાસ્ટ દોડે છે ? CONT..135