Page:-135
એમાં વ્હાઈટ પેટ્રોલ હોય આપણા બાઈક જેવું કચરો પેટ્રોલ પ્લેનમાં ના હોય,અને એમ જ આપણા દિમાગને પણ જો દારુ નામનું વ્હાઈટ પેટ્રોલ નાખીએ ને તો આપણું દિમાગ પણ પ્લેનની જેમ જ તેજ દોડે અને હવામાં ઉડે.. ચિરાગ કશું બોલ્યો નહિ..અને શર્વરી માટે બીજો લાર્જ પેગ બનાવ્યો..શર્વરી બોલી મને તારી સાથે બ્લાઈંડ કોલ પર છેક નરોડા જીઆઇડીસી આવવાની બહુ જ મજા આવતી હતી તારા બાઈકની પાછળ તને ચોંટીને બેસીને હું એ કલાક માટે મારી જિંદગીના બધા દુઃખ ભૂલી જતી..
શર્વરી એ બીજો પેગ ગટગટાવ્યો અને બોલી રશિયા ઇશાન કેમ ગયો હોય? એ વાત કર ચિરાગ..ચિરાગ બોલ્યો રશિયામાં તો કઈ જ નથી જે રૂપિયા નાખો એ ત્યાના માફિયા ખાઈ જાય ,ઇશાન નક્કી રશિયા થી ક્યાંક બીજે જશે મોસ્કોને એણે ટ્રાન્ઝીટ પોઈન્ટ તરીકે વાપર્યો હોય,શર્વરીએ પૂછ્યું મોસ્કોથી ક્યાં જાય એ ચિરાગ? રશિયામાંથી છુટા પડેલા કોઈપણ કન્ટ્રીમાં જાય એ,અને કોઈના રૂપિયાનો વહીવટ કરતો હોય..શર્વરી સેહજ હસીને બોલી કોઈના નહિ પર્સીના રૂપિયાનો જ વહીવટ કરતો હોય, એને બીજું કોઈ રશિયા ના મોકલે, કાયા ગ્રુપ્સનો કોઈ રશિયામાં બેઇઝ ખરો ? ચિરાગ બોલ્યો હા સરૂ બહુ જ મોટો બેઇઝ છે કાયા નો રશિયામાં, બ્રિટીશ જમાના થી બિહારમાંથી નીકળેલું લોખંડ કાયા ગ્રુપ્સ રશિયા એક્સપોર્ટ કરે છે..શર્વરી બોલી ઓહહ તો તો નક્કી પેલા પર્સીડા એ જ એને ધકેલ્યો હોય રશિયા ,નહિ તો બે દિવસમાં રશિયન વિઝા કેવી રીતે થઇ જાય ? હજી ગયા અઠવાડિયે તો અમે બંને પર્સીને પેહલીવાર ગોવામાં મળ્યા છીએ અને આટલો જલ્દી પર્સીએ ઇશાનને રશિયા મોકલ્યો ?મારો બેટો કાઠિયાવાડી બહુ તેજ નીકળ્યો..ચિરાગ બોલ્યો સરૂ ક્યારેય કોઈને ઢીલો માનવાની ભૂલ ના કરવી, મેં પણ તારું કઈ નહિ થાય એમ માનીને તને છોડી દીધી હતી અને આજે જો તું ક્યાં નીકળી ? શર્વરી બોલી વાહ વાહ ચિરાગ ખરેખર આજે તે ઘણા બધા કન્ફેશન એક સાથે કર્યા છે..ચિરાગ થોડી ઉદાસીથી બોલ્યો હવે શું છુપાવુ તારાથી સરૂ..! મારા જીવનમાં પણ પસ્તાવા સિવાય કઈ રહ્યું જ નથી, મારા કર્યા મારે ભોગવવા ના દિવસો આવ્યા છે, શર્વરી બોલી કેમ શું થયુ ?ચાલો એક ઓર કન્ફેશન કરી નાખો ચિરાગ કુમાર.. ચિરાગ બોલ્યો મારા ડિવોર્સ થઇ ગયા છે, સિમરન હવે બીજા કોઈની સાથે રહે છે.. શર્વરી અટ્ટહાસ્ય કરતી બોલી હા..હા .એ પંજાબણએ છેવટે તને લાત મારી ખરી એમને..સરસ ,તું એ જ લાગનો હતો નાલાયક, તે પેલું પાકીઝા મને દેખાડ્યું હતું યાદ છે..?એમાં જ ક્યાંક આવતું હતું તવાયફો કી ડોલી નહિ ઉઠતી.. CONT..136