Page:-137
ચિરાગ સમજી ગયો કે હવે આનું ખુરાફાતી દિમાગ ચાલુ થયું, શર્વરીના દિમાગનું વ્હાઈટ પેટ્રોલ દારૂ નહિ સિગારેટ હતું.. શર્વરી એક પછી એક સિગારેટ ફૂંકતી ગઈ અને મગજમાં અંકોડા ગોઠવતી ગઈ.. બે પેકેટ સિગારેટ અને દારુની આખી બાટલી લગભગ એ એકલી પૂરી કરી ગઈ,હોટેલના કમરાની બહાર રાત જામી ગઈ હતી, ચિરાગએ બિલકુલ એને ડિસ્ટર્બના કરી, શર્વરી ચિરાગના સ્યુટ રૂમમાં આંટા મારતી રહી અને સિગારેટો ફૂંકતી રહી.. છેવટે એનો ફોન એણે હાથ લીધો મિલનના અને બીજા બધાના મિસકોલ ઘણા હતા રાતના એક વાગ્યો હતો ,શર્વરી બોલી ..હવે હું ઘરે જઈશ ચિરાગ બોલ્યો રેહવુ હોય તો અહી રહી જા..શર્વરી બોલી તું ધરાયો નથી હજી મારાથી ? હું તો ઉબાઈ ગઈ છું તારાથી..ચિરાગ બોલ્યો સરૂ તારી હાલત નથી ઘરે જવાની એટલે કહું છું..બીજો કોઈ ઈરાદો નથી મારો.. શર્વરી નશામાં બોલી હટ હલકટ સાલા ભડવા તું મને એક મિનીટ ના છોડે..જેવી હું નશામાં ઊંઘી જાઉં એટલી જ રાહ જોવે અને પછી તું તૂટી પડે..એમ બોલી અને શર્વરી એક ઝાટકે રૂમની બહાર નીકળી ગઈ..ચિરાગને જીવનમાં પેહલીવાર શર્વરી તરફથી જોરદારની ગાળ પડી હતી અને એ અંદરથી હાલી ગયો હતો એટલે એણે શર્વરીની પાછળ જવાની કોશિશ પણ ના કરી નશામાં ધૂત થયેલી શર્વરી ઘાયલ વાઘણ ની જેમ ગુર્રાતી બીજા ગીયરમાં ગાડી ચલાવી ઘેર પોહચી ,પર્સમાંથી લેચ કી ની ચાવી કાઢી દરવાજો ખોલી અને પોતાના રૂમમાં જઈને પીયુષની બાજુમાં ઊંઘી ગઈ..
બીજા દિવસે સવાર પડી શર્વરીએ સીડીઆઈસીમાં રજા મૂકી દીધી આજે બેંક પર નથી જવુ છેક બપોર સુધી પોતાના રૂમમાં ભરાઈ રહી અને વિચારતી રહી, સવારથી મિલનના ફોન ચાલુ થઇ ગયા હતા એણે મિલનને મેસેજ મૂકી દીધો હતો કે મારી તબિયત નથી બરાબર હું સાંજે ફોન કરુ તમને, અને ચિરાગને પણ મેસેજ મુક્યો કે ક્રિશ્ના બિલ્ડર્સનું કામ તું પતાવી દેજે..બપોર સુધીમાં પર્સીના મોબાઈલ પરથી મેસેજ આવી ગયો સરૂ પ્લીઝ જલ્દી આવને ,અને મારા માટે સિગરેટ લાવજે.. પર્સીની ઈચ્છા હવે શર્વરી માટે હુકમ હતી, બહુ જ ઝડપથી શર્વરી એના ભગવાન બદલી રહી હતી, એટલે એ બપોરે તૈયાર થઇ અને એ શાહીબાગ પર્સીને મળવા નીકળી.જોડે હશીશ ભરેલી સિગારેટના ત્રણ પેકેટ લીધા, શાહીબાગના બંગલે પર્સી માટે એક ઇલેક્ટ્રિક વ્હીલચેર આવી ગઈ હતી એક હાથ અને એક પગમાં પર્સીને પ્લાસ્ટર હતું, પર્સીની માં મેહરાન ખંભાતાના નાનાજી નો બંગલો હતો અને મેહરાનને એ વારસા માં મળ્યો હતો… CONT..138