Page:-138
લગભગ વીસેક હજાર વારમાં ફેલાયેલો બંગલો ,આગળના ભાગમાં એકદમ ઘાટ્ટા વૃક્ષો હતા અને એની પાછળ એક વેલ મેન્ટેઇન બ્રિટીશ જમાનાની કોલોનિયલ પ્રકારની બાંધણીમાં બંધાયેલો બંગલો,અને બંગલાની ડાબી બાજુ ફેલાયેલો મોટો ગાર્ડન, જમણી બાજુ એક સિમેન્ટનો ટેનીસ કોર્ટ હતો ,પાછળની બાજુ ગાડીઓ પાર્ક કરવાનું ગરાજ, થોડીક આઠ દસ જૂની વિન્ટેજ ગાડીઓ ત્યાં પડી રેહતી હતી ,એકદમ આગળના ભાગમાં કાયા ગ્રુપ્સની એક નાનકડી ઓફીસ હતી જ્યાંથી આખો બંગલો મેન્ટેન થતો હતો..શિફોનની આછી પીચ કલરની સાડી અને સ્લીવલેસ સફેદ બ્લાઉઝમાં અને નાનો સફેદ ચાંદલો કરેલી શોભતી શર્વરી બંગલામાં દાખલ થઇ, છેક પેહલા દરવાજા થી તમામ ચોકીદારો અને બધા જ નોકર ચાકરો શર્વરીને એકદમ માનથી જોતા થઇ ગયા હતા, પર્સીના રૂમમાં જઈને પલંગમાં સુતેલા પર્સીને હગ આપ્યુ પર્સી શર્વરીને જોઇને પર્સી એકદમ મૂડમાં આવી ગયો ..સરૂ મને બહાર ગાર્ડનમાં લઇ લે પ્લીઝ, પર્સીના કેર ટેઈકરે અને નર્સે પર્સીને વ્હીલચેરમાં બેસાડ્યો આખા બંગલામાં આરામથી વ્હીલ ચેર ફરી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી હતી, શર્વરીએ પોતાનું પર્સ એની બગલમાં ભરાવેલુ રાખ્યુ અને ધીમે ધીમે પર્સીની વ્હીલચેરની પાછળ બંગલાની બહાર ગાર્ડન માં ગઈ..ગાર્ડનમાં દુર એક નાનકડો હીંચકો હતો પર્સી બોલ્યો સરૂ બેસ તું હીંચકા પર અને નર્સ અને કેર ટેઈકર બે એણે રવાના કરી દીધા..શર્વરી કઈ બોલ્યા વિના હિંચકે બેઠી અને હળવે પગની પાનીથી હીંચકો હલાવતી હલાવતી આજુબાજુ જોતી હતી, શર્વરી પર્સીની સામે બિલકુલ નોહતી જોતી..પર્સીને પણ થોડો શર્વરી ઉપર ખાર આવ્યો હતો, કારણકે ઇશાન પર્સીનો પણ ફોન નોહતો લેતો..બંને વચ્ચે થોડી ખામોશી છવાઈ ,છેવટે પર્સીએ શર્વરીને પૂછ્યુ કેમ તું નારાજ છે મારાથી ? શર્વરીએ કીધું તમારાથી નારાજ થવાની મારી હિમત નથી પર્સી સર.. શર્વરીના આડા જવાબથી પર્સી થોડો અકળાયો અને પર્સી બોલ્યો મારા સવાલનો સાચો અને સીધો જવાબ આપીશ તું મને શર્વરી ? શર્વરી એ એની સામે જોયા વિના જ બોલી હા પૂછો ને સર.. પર્સી એ શબ્દો ચોર્યા વિના પૂછ્યુ ઇશાન ક્યાં છે શર્વરી ? શર્વરીએ તરત જ ચોંકીને પર્સીની આંખમાં આંખ પોરવીને પૂછ્યુ આ સવાલ તો હું તમને કરવાની હતી પર્સી સર!!..અને તમે મને પૂછો છો સર? પર્સી એકદમ અકળાઈ ગયો અને બોલ્યો તું સાચુ બોલે છે? શર્વરીએ સામું પૂછ્યુ તમે મને પૂછો છો ? તમે જ એને ક્યાંક મોકલ્યો છે, અને હવે તમે જ મને પૂછો છો ઇશાન ક્યાં છે ? CONT..139