Page:-139
ગઈકાલે મારે ફોન પર વાત થઇ ઇશાન જોડે. અને એણે મને કહ્યું એ જામનગર છે, પણ એના ફોનની રીંગ ઇન્ટરનેશનલ વાગે છે અને ક્યારેક રશિયન ભાષામાં જવાબ આવે છે..!! પર્સી બોલ્યો મને પણ જવાબ એ જ આવે છે અને રીંગ ઇન્ટરનેશનલ વાગે છે એટલે જ તો હું તને પૂછુ છુ સરૂ, શર્વરી બોલી પર્સી સર આપણે હજી દસ દિવસ પેહલા મળ્યા છીએ પેહલીવાર, અને મને પણ ઇશાન મળ્યાને થોડાક મહિના જ થયા છે, મને કશી જ ખબર નથી કે ઇશાન અત્યારે ખરેખર ક્યાં છે, અને બીજી વાત સર આટલા ઓછા સમયમાં ઇશાન પાસે રશિયન વિઝા કેવી રીતે આવી જાય ? સિવાય કે તમારી મદદ હોય..! પર્સી બોલ્યો એટલે તું એમ કેહવા માંગે છે કે મેં ઇશાનને રશિયા મોકલ્યો છે..આર યુ કિડિંગ સરૂ ? હું ગમે તે કરું પણ રશિયન વિઝા લેવા માટે ૪૮ કલાક તો થાય જ અને હજી ત્રણ દિવસ પેહલા તો ઇશાન મારી સાથે હોસ્પિટલમાં હતો , ઇશાન મારાથી એક જ દિવસ વેહલો હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયો છે..પર્સીની આંખમાં અને વાતમાં શર્વરીને સચ્ચાઈ લાગી શર્વરી બોલી પર્સી તે એને કોઈ રૂપિયા આપ્યા છે? જેમ તે મને ત્રીસ લાખ આપ્યા છે એમ? પર્સી નિર્દોષતાથી બોલ્યો હા મેં એને સીતેર લાખ આપ્યા છે, એ દિવસે આણંદથી મને એક કરોડની કેશ મળવાની હતી, અને એ એક કરોડ રૂપિયા તો મારો..મારો.. પોકેટ મની છે,એમાંથી મેં એને સીતેર લાખ એને આપ્યા, મને એમ હતું કે હું અને ઇશાન મુંબઈમાં બધે જોડે રખડીશું એટલે ઇશાન બધું પેમેન્ટ કર્યા કરે અને બે ત્રણ લાખ રૂપિયા એમાંથી એ પણ પોતાના માટે વાપરે તો શું થઇ ગયું ?ફ્રેન્ડ છે મારો ઇશાન ,અને એ જ રીતે મેં તને પણ ત્રીસ લાખ રૂપિયા આપી દીધા હવે મારે આણંદ અને અમદાવાદ પણ વધારે રેહવાનું છે અને તો તું અમદાવાદમાં મારી સાથે જ હોય છે, તો મારા માટે અને તારા બંને માટે થઈને એ ત્રીસ લાખ એક મહિના માટે બહુ થઇ ગયા, એટલે મેં તને અને ઇશાનને મારી આ મહિનાની બધી પોકેટ મની આપી દીધી હતી.. શર્વરીને હજી વિશ્વાસ નોહ્તો આવતો કે પર્સીનો પોકેટ મની એક કરોડ રૂપિયા છે અને એ એના દોસ્તોમાં આમ રૂપિયા લુંટાવે છે.. એણે ફરી પૂછ્યું તું સાચું બોલે છે પર્સી ? તે એને રશિયા નથી મોકલ્યો? અને તે એને સીતેર લાખ રૂપિયા આપ્યા હતા? પર્સી બોલ્યો હા ખાલી સીતેર લાખ જ આપ્યા હતા, મારે જયારે જરૂર હતી તો એણે મને તરત જ એટીએમમાંથી કાઢીને એક લાખ રૂપિયા આપી દીધા હતા.. દોસ્તીમાં તો એવું બધું ચાલતું હોય..શર્વરીએ તરત જ એના પર્સમાંથી હશીશવાળી સિગારેટ કાઢી અને સળગાવી એક બીજી સિગારેટ પર્સીને પણ આપી , CONT..140