Page:-140
હવે શર્વરી અને પર્સી બંને જણા જબરજસ્ત અટવાયા હતા, ઇશાન સીતેર લાખ રૂપિયા લઈને ભાગી ગયો એ પર્સી કે શર્વરી માનવા તૈયાર નોહતા અને પર્સીએ ઇશાનને રશિયા નથી મોકલ્યો તો ઇશાન રશિયા ગયો કેમ ?અને કેવી રીતે ગયો ? એક ભયાનક મોટો કોયડો બનીને ઇશાન એ લોકો માટે સામે આવી ગયો હતો..શર્વરી યાદ કરતી રહી હોસ્પિટલમાંથી જતી વખતે તો ઇશાન પર્સીના નામની ગાળો ભાંડતો હતો એટલે નક્કી ઇશાન સીતેર લાખ લઈને ચંપત થઇ ગયો..એક એક સિગારેટ બંનેની પૂરી થઇ અને એકપણ શબ્દની આપ લે ના થઇ, પર્સી એ કીધું સરૂ વન મોર પ્લીઝ .શર્વરીએ પણ બીજી સિગારેટ કાઢી સળગાવી અને પર્સીને આપી, બંગલાનો સ્ટાફ દુરથી શર્વરી અને પર્સીને સિગરેટ પીતો જોઈ અને જતો રેહતો કોઈની નજીક આવવાની હિમત નોહતી થતી હતી..શર્વરી સેહજ ધીરા અવાજે બોલી પર્સી ઇશાન સીતેર લાખ લઈને ..પર્સી એને વચ્ચેથી અટકાવીને બોલ્યો ના સરૂ ઈમ્પોસીબલ મારી નજર માણસ ઓળખવામાં ધોખો ના ખાય, ઇશાન એવું ક્યારેય નહિ કરે, સીતેર લાખ નહિ ગમે તેટલા રૂપિયા હોય તો પણ રૂપિયા માટે ઇશાન ધોખો નહિ કરે,તું કરી શકે છે પણ ઇશાન નહિ કરે.. એક જ વાક્યમાં પર્સીએ શર્વરીને એની ઓકાત બતાડી દીધી..!! શર્વરી સેહજ આઘીપાછી થઇ ગઈ એ બોલી પેલા ત્રીસ લાખ હું કાલે તને..પર્સી બોલ્યો એવું કરવાની જરૂર નથી સરૂ..તું પણ મારી દોસ્ત છે, મારું ગળુ કાપી નાખીશ તો પણ હું અવાજ નહિ કરૂ, તારે જીવનમાં જયારે પણ જેટલા રૂપિયા જોઈતા હોય મને કહી દેજે પણ પાછળથી મારી ઉપર વાર ના કરીશ, બસ આટલુ પ્રોમિસ આપજે મને અને ઇશાન સાથે તું વાત કરતી રેહજે અને એને કેહજે કે તારો આ દોસ્ત પર્સી ઇશાન તું જ્યાં હોય ત્યાં અને ગમે તે કરે એમાં તારી સાથે છે, રશિયામાં પણ એને કઈ કામ હોય તો કેહજે રશિયન ગવર્મેન્ટથી લઈને બીજે બધે આખા રશિયા માં કાયાના ખુબ સારા કોન્ટેકસ છે..મને ખબર નથી એ ક્યા કામ માટે ગયો છે, પણ ફોર સ્યોર એ કઈક એવા કામ માટે ગયો છે જેમાં તારું અને મારુ કઈક સારુ જ થશે સરૂ, જો સરૂ દોસ્તને પ્રેમ કરવાનો હોય અને દોસ્તીમાં વિશ્વાસ રાખવાનો હોય..ઇશાન તને કે મને ક્યારેય ધોખો નહિ કરે મને વિશ્વાસ છે..એ આપણો દોસ્ત છે ગુલામ નહિ કે જ્યાં જાય ત્યાં આપણને કહીને જાય,એની પણ કોઈ ઈચ્છા કે એમ્બીશન હોઈ શકે છે,આપણે એને એની એટલી સ્પેસ તો આપવી જ પડે સરૂ.. શર્વરી પર્સીનો ઇશાનમાં અખૂટ વિશ્વાસ જોઇને એકદમ અચંબામાં પડી ગઈ અને કશું બોલી નહિ પર્સી આગળ બોલ્યો સરૂ એક રીક્વેસ્ટ છે પ્લીઝ CONT..141