Page:-143 ચિરાગે કીધુ તારા સીડીઆઈસીના રૂપિયા આવી ગયા મિલનના એકાઉન્ટમાં ? શર્વરી બોલી તારે એનાથી મતલબ ? ચિરાગ હસીને બોલ્યો મારે કોઈ જ મતલબ નથી, પણ નહિ આવે, ઉડતી વાત સાંભળ્યા પ્રમાણે જયેશ પારેખ આડો પડ્યો છે એમાં, અને જો એ પચાસ કરોડ રૂપિયા મિલનના એકાઉન્ટ માં નહિ આવે તો સીડીઆઈસી અને મિલન બંને સામસામે આવી જશે, અને એવા સમયે તું ધ્યાન રાખજે, સૌથી વધારે પ્રેશર તારા પર આવશે સરૂ, શર્વરી બોલી..ઉડતી ઉડતી વાત કે પછી ડાયેના રોચા થ્રુ મિસ્ટર ચઢ્ઢા અને મિસ્ટર ચઢ્ઢા તને કહે છે બોલ, બરાબરને ? ચિરાગ બોલ્યો હા ..શર્વરી સેહજ ખારાશથી બોલી ચિરાગ તું એ બળતામાં પૂરે પૂરુ ઘી રેડતો જ હોઈશ, કેમકે તું તો ઈચ્છે જ છે કે સીડી આઈસી અને કાયાની ડીલ જોખમાય અને તને તો એમાં ફાયદો જ ફાયદો છે..ચિરાગ બોલ્યો તારા પ્રેમ માટે અને આ કોર્પોરેટના યુદ્ધમાં બધું જ જાયઝ છે..શર્વરી એ ડોળા કાઢ્યા ચિરાગ બોલ્યો સોરી નો નોન સેન્સ..ચિરાગ બોલ્યો..ચલ જવા દે હું તો તને ચેતવવા આવ્યો છું સરૂ કે હવે વધારે વખત તું સીડીઆઈસી માં રહી તો તારી બરાબરની બેન્ડ વાગશે,અને તને ત્યાં કોઈ જ નહિ બચાવવાવાળુ હોય, મિલનના પચાસ કરોડ જયેશ પારેખ આપશે નહિ અને પછી મિલન અને સીડીઆઈસી વચ્ચે જંગ જામશે..!! શર્વરી કશું બોલી નહિ એટલે ચિરાગે ટોપિક બદલ્યો ઇશાનના કઈ સગડ મળ્યા ? શર્વરી એ માથું ધુણાવીને ના પાડી, ચિરાગ બોલ્યો ખરો હરામી નીકળ્યો તારા જેવી ઓરતને પણ ધોખો આપીને ભાગી ગયો.. શર્વરીએ ચિરાગની સામે સેહજ ગુર્રાતી નજરે જોયુ ચિરાગ બોલ્યો યાર ઇશાન ને પ્રેમ કરે છે એનો દસમાં ભાગ નો મને કર સરૂ.. હું તારા માટે સીરીયસ છુ અને અત્યારે હું સિંગલ છું, રેડી ટુ મીન્ગલ વિથ યુ..શર્વરી એકદમ ઉભી થઇ ગઈ અને બોલી ચલ બાય ચિરાગ પછી મળશુ, ચિરાગે હાથ પકડ્યો સરૂ એક મિનીટ મને બીલ તો પે કરવા દે, ચિરાગે બીલ પે કર્યું ,ચિરાગ બોલ્યો મને હોટેલ સુધી ડ્રોપ કરીશ પ્લીઝ મારે પાસે અહિયાં અમદાવાદમાં કાર નથી સરૂ.. ચિરાગ શર્વરી જોડે સમય વિતાવવાના એક પછી એક બહાના કરતો જતો હતો અને શર્વરી એને ટાળવાનો પ્રયત્ન કરતી હતી..છેવટે ચિરાગ કામનો માણસ છે એમ સમજીને શર્વરી એને આશ્રમ રોડ પરની પાંચ સિતારા હોટલની બહાર જ ચિરાગ ને ઉતારીને આવતી રહી..!! ઘરે આવીને શર્વરીને ચિરાગની ટકોર વારે વારે યાદ આવતી હતી, જો મિલન દવેને પચાસ કરોડ રૂપિયા આપવામાં સીડીઆઈસી અખાડા કરે તો હું તો ગઈ કામથી, અને અત્યારે આવા સમયે ઈશાનીયો રશિયામાં જઈને બેઠો છે, CONT..144