Page:-144
કોઈને કશું કીધા કર્યા વિના એણે એક જ મિનીટમાં નિર્ણય લીધો કાલે બપોરની ફ્લાઈટ પકડો ચલો મુંબઈ, મારે મુંબઈ જઈને સિલ્વારાજ સર જોડે હવે મિલનના પચાસ કરોડની ચોખવટ કરવી જ પડે, રાતના અગિયાર વાગ્યા હતા શર્વરીએ સિલ્વારાજને ફોન લગાડ્યો સર કાલે બપોરે સાડા ચાર પછી હું આવું છું હેડ ઓફીસ, સિલ્વારાજએ કીધું આવી જાવ.. શર્વરીએ બે ત્રણ દિવસના કપડા પેક કર્યા અને પાંચ છ પેકેટ સિગારેટના લઇને એમાં હશીશ ભર્યું , વેહલી સવારે શાહીબાગ જઈને પર્સીને એના ત્રણ ચાર દિવસનો સિગારેટનો ક્વોટા આપી દીધો અને સીડીઆઈસીની એની બ્રાંચના બાકીના બધા કામ પતાવ્યા અને બ્રાંચ પરથી સીધી અમદાવાદ એરપોર્ટ પોહચી ગઈ અને ફ્લાઈટ લઈને મુંબઈ ,ત્યાંથી સીધી મુંબઈ નરીમાન પોઈન્ટ સિલ્વારાજ સરની ઓફીસમાં પોહચી ગઈ ,ટુ ધ પોઈન્ટ પોઈન્ટ વાત કરી સિલ્વારાજ જોડે.. સર મિલન સર થોડા અકળાયા છે શા માટે પચાસ કરોડ ટ્રાન્સફર કરવામાં મોડું થાય છે? હું એમને મળવા માટે જ અહિયા મુંબઈ આવી છું પ્રોબ્લેમ શું છે કેમ ટ્રાન્સફર નથી થતા રૂપિયા ? સિલ્વારાજ કશું બોલ્યા નહિ થોડા ઉદાસ થઈને બોલ્યા પ્રોબ્લેમ ઘણા છે અને એમાનો એક પ્રોબ્લેમ તું પણ છે, શર્વરી બોલી હું? કઈ રીતે હું પ્રોબ્લેમ છુ ? સિલ્વારાજ પોતાની ચેર પરથી ઉભા થઇને ખૂણા પડેલા સોફા પર આવીને બેઠા શર્વરી પણ ત્યાં એમની સામેના સોફા પર જઈને બેઠી, સિલ્વારાજ બોલ્યા તને કદાચ ખબર નથી પણ ડાયેના રોચા હજી પણ સીડીઆઈસી સાથે કનેક્ટેડ છે,શર્વરી બોલી હા મેં પણ વાત સાંભળી છે એ જયેશ પારેખ સર સાથે બહુ જ ક્લોઝ છે, સિલ્વારાજ બોલ્યા હા બરાબર છે અને અત્યારે મિલનના પચાસ કરોડ ટ્રાન્સફર કરવાના ડાયેના રોચાના હાથમાં છે જયેશના ઘણા બધા કેશ એકાઉન્ટસ ડાયેના હેન્ડલ કરે છે, અને એને ખબર પડી ગઈ છે કે તું અને ઇશાન કાયા ઓટોમોટીવ અને સીડીઆઈસી વચ્ચેની લીંક છો, જયેશ અને ડાયેનાને સીડીઆઈસી છોડવાનુ કારણ તો તું અને ઇશાન, તમે બંને જ છો.. એટલે એ સીડીઆઈસી અને કાયાની ડીલ તૂટી પડે એવા બધા જ પ્રયત્નો ડાયેના અને જયેશ પારેખ કરશે. શર્વરી વિચારીને બોલી સર તમને વાંધો ના હોય તો હું ડાયના મેમ સાથે ડાયરેક્ટ વાત કરુ અને એમને મારા માટે જે કોઈ વાત હશે એનુ હું નિરાકરણ કરવાની કોશિશ કરુ ? સિલ્વારાજ બોલ્યા એ ના માની તો ? શર્વરી બોલી ના કેમ માને? હું એમની માફી માંગી લઈશ , તમે એ મારી ઉપર છોડી દો અત્યારે તો કાયા અને સીડીઆઈસીની ડીલ જોખમમાં જ છે, તો પછી મને એક પ્રયત્ન કરવા દો CONT..145