Page:-145
સિલ્વારાજ બોલ્યા તારો કોન્ફિડન્સ જોઈને મને લાગે છે કે તમે એક પ્રયત્ન કરી જુવો પણ જે કરે તે સાચવીને કરજે.. શર્વરી એ કીધું ડરો નહિ સર, હું બહુ જ પોઝીટીવ રહીને વાત કરીશ ,સિલ્વારાજ બોલ્યા ઓકે ગુડલક શર્વરી ..!
શર્વરી સીડીઆઈસીની નરીમાન પોઈન્ટ પરની હેડ ઓફીસથી નીકળી ગઈ અને ત્યાંથી વરલીના સીડીઆઈસી ના ગેસ્ટહાઉસમાં ગઈ, રસ્તામાં ઇશાનનો ફ્લેટ આવ્યો એક મિનીટ માટે ઇશાન અને એની સાથે ગાળેલી પળો યાદ આવી ગઈ, પણ બહુ જ ઝડપથી એના દિમાગમાંથી એને બહાર કાઢી નાખ્યો, ગેસ્ટહાઉસમાં ફ્રેશ થઈને શર્વરીએ ડાયેના રોચાને ફોન લગાડ્યો ..પેહલા થોડી રીંગો વાગી ડાયેના એ ફોન ઉપાડ્યો નહિ, શર્વરીને થોડો મનમાં ફફડાટ થયો, પણ ત્યાં તો સામેથી ડાયેના રોચાનો ફોન આવ્યો પેહલા હાય હેલ્લો કર્યું પછી શર્વરીએ કીધું મેમ શેલ આઈ કમ ડાઉન ટુ યોર હોમ ટુડે? ડાયેના એ કીધુ ઓલવેઝ વેલકમ ડીયર ,ચલ આ જા ડીનર સાથમે કરેંગે, શર્વરીને થોડી શાંતિ થઇ કે હવે કદાચ વાંધો નહિ આવે ડાયેનાએ વોટ્સ એપ પર પોતાનુ લોકેશન શેર કર્યું શર્વરી સાથે..! શર્વરી ફટાફટ એક મીડી પેહરી તૈયાર થઇને નીકળી,એ કોલાબાનું એડ્રેસ હતુ,રસ્તામાંથી એક મોંઘામાની વાઈનની બોટલ લીધી અને ગીફ્ટ પેક કરાવી શર્વરીએ..સાંજ પડી ગઈ હતી મુંબઈની કોલાબામાં ડાયેના રોચાનું ઘર શોધતા શર્વરીને વાર ના લાગી એક જુના મેન્શનમાં ત્રીજા માળ પર ફ્લેટ હતો,જૂની ખખડધજ લીફ્ટ હતી એની પેરેલલ જ દાદરા હતા લીફ્ટમાંથી બહાર નીકળી અને ત્રીજા માળે શર્વરીની આંખો એ માળ પરના ચારે ફ્લેટની નેઈમ પ્લેટ પર ફરવા માંડી .બધા જ ક્રિશ્ચન નામ હતા એક ફ્લેટની નેઈમ પ્લેટ પર ડાયેના રોચા લખેલુ હતુ..શર્વરીએ ત્યાં જઈને ડોરબેલ વગાડી ખાલી નાનકડી ડીંગડોંગ વાળી ડોરબેલ વાગી..બારણુ ખુલ્યુ એકદમ બધા જ બોયકટ કપાવેલા એકદમ સફેદ વાળમાં ગોવાનીઝ કપડામાં ડાયના એ બારણું ખોલ્યુ વેલકમ શર્વરી ડાર્લિંગ.એમ કરીને ડાયના એ ઉમળકાભેર શર્વરીને આવકાર આપ્યો અને ડાયેનાએ એક હગ આપી, શર્વરીને સેહજ નવાઈ લાગી અચાનક ડાયેનાની ઉમર કેમ વધારે લાગે છે..? પણ કશું બોલ્યા વિના એણે વાઈનની બોટલ ડાયેનાના હાથમાં મૂકી ડાયના બોલી થેંક યુ સો મચ શર્વરી. શર્વરી ફ્લેટની અંદર નજર દોડાવતી ગઈ. એન્ટ્રન્સમાં એક નાનકડું સીટીંગ હતું સામે એક બેઠક જેવું હતું ડાઈંગ ટેબલ ની બાજુમાં એક બારણું હતું એટલે ત્યાં રસોડું હશે એમ માની લીધું એની બિલકુલ સામેની બાજુ બીજા બે દરવાજા ખુલતા હતા CONT..146