Page:-151
ડાયેના ખુશીથી ઉછળી પડી અરે વાહ શાબ્બાશ શર્વરી ,તુને તો શેર મારા બચ્ચી..ક્યા રિલેશન બનાયા હૈ, વો ભી મિલન દવે સે બ્રધર ઇન લો..!! શર્વરી બોલી નહિ મેમ એક્ચ્યુલી વો સ્ટોરી અલગ હૈ કભી બાદ મેં, લેકિન યે મિલન કે ફિફ્ટી સીઆર,, ડાયેના બોલી વો તો દિનેશ પારેખ બોલેગા તભી હોગા, સિલ્વારાજ ભી પીછે પડા હૈ..! શર્વરીને લાગ્યુ કે આ ડાયેના અત્યારે ઘણા રાઝ પર રાઝ ખોલી રહી છે પણ હજી પચાસ કરોડ ટ્રાન્સફર કરવાના મૂડમાં નથી આવી, સિલ્વારાજ કેહતા હતા એમ જયેશ પારેખ અને ડાયેના જ પચાસ કરોડ ટ્રાન્સફર કરવામાં આડા પડ્યા છે અને અત્યારે આ તો દિનેશ પારેખ નું નામ લે છે, આટલુ વિચારીને શર્વરીએ ફરી એકવાર ડાયેનાની દુઃખતી નસ દબાવી ,શર્વરી બોલી મેમ આપ યે સારે એકાઉન્ટ્સ હેન્ડલ કરતે હો ફિર ભી આપ બોલ રહે હો આપ કો કુછ નહિ મિલા? અરે યે લોગ કિસી કો કુછ નહિ દેતે..શર્વરી બોલી ફિર ભી મેમ..ડાયેના બોલી તું જાનકે ક્યા કરેગી ? શર્વરી બોલી મેમ આપસે હી તો જાનકે સબ કુછ સીખી હુ ,આપ કુછ બોલોગે તો મૈ થોડા ઔર સીખ કે આગે જાઉંગી ના ડાયેના બોલી ઠીક હૈ ચલ તુઝે બતા હી દેતી હું, વૈસે ભી દુનિયામેં અપના એક રાઝદાર હોના ચાહિયે..ચલ અંદર ડાયેના ઉભી થઇ અને બેડરૂમમાં ગઈ શર્વરી પાછળ પાછળ ગઈ .. આછી પીળી લાઈટ પથરાયેલી હતી બેડરૂમમાં અને કોઈ ફાઈવ સ્ટાર હોટેલના સ્યુટનો બેડ હોય એમ સજાવેલો ગોઠવેલો રૂમ હતો..ડાયેના એ એક ટેબલ પાસે કબાટ હતો એ ખોલ્યો અને એક લેપટોપ કાઢ્યુ અસ્સલ મિલને શર્વરીને આપ્યુ હતુ એવું જ હતું.. દેખ યે સબ ખિલોને હૈ જિસકી વજહ સે મૈ આજ જિન્દા હું વરના દિનેશ પારેખ ઔર જયેશ પારેખ કી લડાઈ મેં યે લોગ કભી કે મુઝે મરવા દેતે ઔર મેરી લાશ કા ભી પતા નહિ ચલેગા..યે લેપટોપ મેં સીડીઆઈસી કે સારે એક નંબર દો નંબર કે એકાઉન્ટ્સ હૈ..ઔર એક રાઝ કી બાત બતાઉં કભી ભી મૈ મર ગઈ તો ઇસકે સારે પાસવર્ડ મેરે હાથમેં જો યે બ્રેસલેટ હૈ ઉસમેં હૈ..શર્વરી એ ડાયેના એ લાંબો કરેલો હાથમાં પેહરેલુ બ્રેસલેટ જોયુ પણ કઈ એને દેખાયુ નહિ.. ડાયેના બોલી ઉપર સે નહિ દિખેગા, મર જાઉં તો ઇસકો યહાં સે કાટના અંદર હૈ સબ..શર્વરી અચાનક ડાયેનામાં આવેલુ પરિવર્તન જોઈ રહી,શર્વરી બોલી મેમ મરે આપકે દુશ્મન ચલો આપ તો અબ યે આપકે સફેદ હેર્સ કો કાલા કરો ઔર બી રેડી ફોર કાયા ગ્રુપ્સ, લેકિન મેમ મિલન કે ફિફ્ટી સીઆર ટ્રાન્સફર હો જાતે તો આપ કા કામ કરને મેં મુઝે આસાની રેહતી.. ડાયેના બોલી ચલ રુક અભી કર દેતી હું.. CONT..152