Page:-152
એમ કરીને લેપટોપ ખોલી અને ડાયેના બેઠી અને બોલી એકાઉન્ટ્સ ડીટેઇલ દેના મુઝે શર્વરી ફટાફટ બહારના રૂમમાં ગઈ પોતાનો અને ડાયેના નો મોબાઈલ લઈને બેડરૂમમાં આવી અને પોતાના મોબાઈલમાં રહેલી એકાઉન્ટ ડીટેઇલ ડાયેનાને દેખાડી ત્યાં ડોરબેલ વાગી ડીંગડોંગ..ડાયેના એ કીધું તું જરા દેખ તો કૌન હૈ..શર્વરી એ બારણું ખોલ્યુ બે એકદમ યંગ વીસ બાવીસ વર્ષના જીમના ટ્રેઈનર હોય એવા મજબુત બાંધા ના સ્માર્ટ છોકરા ઉભા હતા દરવાજે ,બને છોકરા અંદર આવી ગયા શર્વરી એ પૂછ્યું કિસકા કામ હૈ એક છોકરો બોલ્યો ડાયના મેમ ? શર્વરી એ બુમ મારી મેમ ટુ ગાયઝ આર ધેર.. ડાયેનાએ બેડરૂમમાંથી સામો જવાબ આપ્યો યોર ચોઈસ ફર્સ્ટ.. ગો ટુ ધેટ બેડરૂમ એન્જોય ધેર સર્વિસીઝ.. શર્વરી સમજી ગઈ કે આ બે છોકરા મેઈલ એસ્કોર્ટસ હતા..એક સારો અને વધારે હેન્ડસમ દેખાતા છોકરાને લઈને શર્વરી ડાયેનાના બેડરૂમની સામે ના બેડરૂમમાં જતી રહી અને બીજો છોકરો ડાયેનાના બેડરૂમમાં ગયો અને બંને બેડરૂમનું બારણું બંધ થઇ ગયુ ..!! બીજા દિવસે સવારે કોલાબાથી વેહલી સવારે શર્વરી સીડીઆઈસીના વરલીના ગેસ્ટહાઉસમાં આવી ગઈ અને શર્વરીએ મિલને આપેલુ લેપટોપ ખોલી અને ચાલુ કર્યું અને મોરેશિયસના એકાઉન્ટમાં બેલેન્સ ચેક કર્યું..પૂરું એકસો પંચાવન કરોડ રૂપિયા હતુ, શર્વરીએ સવારના નવેક વાગ્યે મિલનને ફોન લગાડ્યો જીજુ એકસો પંચાવન સીઆર ઓલ ડન.. મિલને ઓકે કહીને ફોન મૂકી દીધો શર્વરીએ તરત જ ફરી ફોન કર્યો મિલનને જીજુ હું બોમ્બેમાં છું મળવું છે તમને..મિલને કીધું સાંજે ઘરે આવી જજે..જોડે જમીશું ,સ્વાતીને પણ તને મળવું છે.. મિલને એકદમ ટૂંકો જવાબ આપીને ફોન મૂકી દીધો..શર્વરી તૈયાર થઈને સીડીઆઈસીની હેડ ઓફીસ પોહચી, સિલ્વારાજની ઓફિસમાં સીધી જ ગઈ..સર કામ થઇ ગયું છે,સિલ્વારાજને સેહજ આશ્ચર્ય થયું કેવી રીતે? હું ગઈકાલે ડાયેના મેમના ઘરે ગઈ હતી અને એમને મારા માટે જે કઈ ગીલા શિકવા હતા એ મેં દુર કરી દીધા છે,અને બીજી એક વાત સર ડાયેના મેમ જયેશ પારેખથી કંટાળ્યા છે, એમને કાયા ગ્રુપ્સમાં જવું છે તો સર તમે દિનેશ પારેખ સરને કહીને એમનો રેફરન્સ કાયામાં આપો તો એમનુ ત્યાં કાયા ગ્રુપ્સમાં પ્લેસમેન્ટ થઇ જાય અને હું મિલન સર થ્રુ પ્રેશર કરવું તો બધું કન્ફર્મ થઇ જાય..! સિલ્વારાજ માટે આખી નવી જ વાત હતી એટલે આશ્ચર્ય સાથે બોલ્યા શર્વરી તું ધીમે ધીમે મને ઝટકા આપ,હું હાર્ટ પેશન્ટ છું, પેહલા તો મને એમ કહે કે તારા માટેના ગીલા શિકવા ડાયેના ને હતા એ તે દુર કર્યા, CONT..153