Page:-153
એ બરાબર પણ મિલનના ફિફ્ટી સીઆર..? શર્વરી બોલી સર એ તો ડાયેના મેમ એ ગઈકાલે જ ટ્રાન્સફર કરી નાખ્યા, અને મેં આજે સવારે મિલન સર જોડે કન્ફર્મ પણ કરી લીધું એ થઇ ગયા છે.. સિલ્વારાજ આંખો ઝીણી કરીને બોલ્યા ડાયેના એ ટ્રાન્સફર કર્યા.? શર્વરી બોલી હા સર મારી દેખાતા જ કર્યા.. સિલ્વારાજ માટે અત્યાર સુધી સાંભળેલી વાતો હતી કે સીડીઆઈસીના માલિક દિનેશ પારેખ ઘણા બધા રાજકારણીઓ ના કાળા રૂપિયા વિદેશોમાં ફેરવે છે અને એ રાજકારણીઓના રૂપિયાના જોરે જ સીડીઆઈસી બેંક ઉભી થઇ છે, અને શર્વરીની વાતો એ આજે પ્રૂફ આપી દીધું હતું કે ખરેખર આવું જ કઈક છે અને ડાયેના રોચા જ સીડીઆઈસીના કાળા રૂપિયા હેન્ડલ કરી રહી છે, થોડાક આઘાતમાં ગયેલા સિલ્વારાજ બે ત્રણ મિનીટ સુધી ખામોશ રહ્યા, પોતાની જાત માટે મનમાં કોઈ નિર્ણય પર આવી ગયા અને પછી બોલ્યા બીજું તું કહે છે શર્વરી? ડાયેનાને કાયા ગ્રુપ્સ માં જવું છે ? શર્વરી બોલી હા સર એ દિનેશ પારેખ સર અને જયેશ પારેખ સરના ઝઘડાથી કંટાળ્યા છે એટલે એમને હવે સીડીઆઈસી થી બિલકુલ દુર જવું છે.. સિલ્વારાજ થોડુ હસીને બોલ્યા દુર જવું છે કે વધારે નજીક આવવું છે..? જો ડાયેનાને એ બંને બાપ દીકરાથી દુર જ જવુ હોત તો મિસ્ટર ચઢ્ઢાની જેમ ત્રીમ્પોલી ફાયનાન્સ જોઈન કરી લેવી જોઈતી હતી ડાયેનાએ ,કાયા ગ્રુપ્સમાં જઈને તો ડાયેના જયેશ અને દિનેશ પારેખના ઝઘડામાં વધારે ઇન્વોલ્વ થશે..!શર્વરી બોલી એ કેવી રીતે ? સિલ્વારાજ બોલ્યા શર્વરી તને તો ખબર છે અત્યારે સીડીઆઈસી બેંક કાયા ગ્રુપ્સ વિના એકલી ટકી શકે તેમ નથી ,જયેશ અને દિનેશ પારેખ બંને બાપ દીકરો પણ એ વાતને સારી રીતે જાણે છે અને જેમ તારા પર્સીના સ્ટ્રોંગ કોન્ટેક અને રીલેશન પછી અત્યારે જેમ તું લગભગ સીડીઆઈસીની એપોઇન્ટેડ ડાયરેક્ટરની પોસ્ટ સુધી પોહચી ગઈ છે, એમ હવે ડાયેનાને પણ કાયા થ્રુ ક્યાંક બીજે અથવા સીડીઆઈસીમાં પાછા આવવું લાગે છે,શર્વરી થોડી અટવાઈ એને હવે સમજણમાં આવતું જતું હતું કે ગઈકાલનો આટલો બધો આવ આવકાર અને ઉમળકો ડાયેનાનો કેમ હતો..!! શર્વરીનું દિમાગ ચાલુ થયું..ડાયેના સંપૂર્ણ રીતે મને યુઝ કરવા માંગતી હતી,અને એટલે જ એણે પેલા બે મેઈલ એસ્કોર્ટ સુધ્ધા પેહલેથી બોલાવી રાખ્યા હતા..ક્યાંક હું ડાયેનાની કોઈ ક ચાલમાં ભરાઈ તો નથી ગઈને ? શર્વરીના મોઢા પર એકદમ કાલિક આવી ગઈ અને એ સિલાવારાજની નજરમાં આવી ગયું.. સિલ્વારાજ બોલ્યા શર્વરી જવા દે ડાયેનાને કાયામાં, ડાયેનાને કાયા ગ્રુપ્સમાં જોબ કરવવાનું ડાયેનાનું નહિ દિનેશ પારેખનું ડીસીશન છે, CONT..154