Page:-154
ડાયેના તો ખાલી તારો મિલન થ્રુ કાયામાં એન્ટર થવા માટે યુઝ કરી રહી છે ,દિનેશ પારેખને પોતાના રૂપિયા કાયા ગ્રુપ્સમાં જઈ રહ્યા છે એટલે એ ડાયેના ને કાયામાં ગોઠવી રહ્યો છે, જેથી કાયા ગ્રુપ્સની બધી ઇન્ટરનલ માહિતી એને મળતી રહે..પછી થોડી ફરી એકવાર આંખો ઝીણી કરીને સિલ્વારાજ બોલ્યા શર્વરી એક વાત મને કહે તો તને ડાયેના કોની ફેવરમાં લાગી જયેશની કે દિનેશ પારેખની ? શર્વરી બોલી સર મને તો એવુ લાગ્યું કે ડાયેના મેમ માટે જયેશ સર તો કઈ છે જ નહિ, અને એ ફક્ત અને કફત એ દિનેશ પારેખ સરને જ રીપોર્ટ અને ઓબે કરી રહ્યા છે.. સિલ્વારાજ બોલ્યા .હમમ અને બદનામ થયો છે બિચારો જયેશ પારેખ..શર્વરી સેહજ હસી પડી..સિલ્વારાજ આગળ બોલ્યા શર્વરી બેન આ બહુ મોટા માણસોની દુનિયા જ અલગ હોય છે અને તમે એમાં આવી ગયા છો ,દિનેશ પારેખએ તમને સીડીઆસી ના એપોઇન્ટેડ ડાયરેક્ટરની પોસ્ટ આપવાનું નક્કી કર્યું છે..તો પછી અત્યારે હું તમને ફોર્મલી જણાવી જ દઉં.. કોન્ગ્રેચ્યુલેશન મીસીસ શર્વરી ભગત ડાયરેક્ટર ફાયનાન્સ સીડીઆઈસી બેન્કસ લીમીટેડ..અચાનક જ ખોળામાં આવી પડેલુ સીડીઆઈસીના ડાયરેક્ટરનું પોસ્ટીંગ શર્વરીને થોડુ અજુગતુ લાગ્યું એટલે શર્વરી ખુલ્લી આંખે સાંભળતી રહી ડાયરેક્ટર ફાયનાન્સ સીડીઆઈસી.. નું સંબોધન.અને શર્વરી એકદમ જ જીતના કેફમાં આવી ગઈ,એના જેહનમાં પેહલો જ વિચાર આવ્યો અત્યારે જ ચિરાગને ફોન કરીને કહી દઉં કે જો હું તારાથી એક સ્ટેપ વધુ નજીક આવી..હું સીડીઆઈસીની ડાયરેક્ટર થઇ ગઈ છુ, સિમ્પલી બીકોમ પાસ ,બસ હવે સીડીઆસીની મેનેજીંગ ડાયરેક્ટર આ એક જ જગ્યા મારા માટે બાકી રહી.. ચિરાગ તું તો હજી ત્રીમ્પોલી જેવી નાની પા પા પગલી ભરતી કંપનીનો મેનેજીંગ ડીરેક્ટર છે અને હું સીડીઆઈસી જેવી ભારતની ટોપ પાંચ માં આવતી બેંકની ડાયરેક્ટર થઇ ગઈ, હવે તો એક જ પગથીયુ બાકી રહ્યું મારા માટે..સીડીઆઈસીની મેનેજીંગ ડીરેક્ટર..અને એ પછી આ નરીમાન પોઈન્ટની ઓફીસ મારી અને આ સિલ્વારાજની ખુરશી પણ મારી.. સિલ્વારાજની ખુરશીની સામે જોઈને એ વિચારતી રહી..સિલ્વારાજ સરે શર્વરીબેન ક્યાં ખોવાયા છો ? કોન્ગ્રેચ્યુલેશનસ તમે હવે ડાયરેક્ટર છો સીડીઆઈસી બેંક ના..શર્વરી બોલી થેન્કયુ સર પણ મને ક્યારેય..સિલ્વારાજ બોલ્યા શર્વરી મારી તો હવે ઘણી ઉમર થઇ છે ,બસ આમને આમ આગળ વધશો તો મારી ચેર પણ ક્યારેક તમારી થઇ જશે.. સિલ્વારાજએ આડકતરી રીતે પોતાનો રીટાયર્ડ થવાનો ઈરાદો જાહેર કર્યો પણ શર્વરી પોતે ડાયરેક્ટર થઇ એના નશામાં હતી, CONT..155