Page:-156
જ્યાં સુધી તમારો ફ્લેટ રેડી થાય સુધી તમે કોઈપણ ફાઈવ સ્ટાર હોટેલમાં રહી શકો છો અને તમારુ પેકેજ એન્યુઅલ ૧,૨૫ સીઆરનું રેહશે..! શર્વરી મેમ તમરી કાર અને ડ્રાઈવર ગેસ્ટ હાઉસની નીચે છે,તમારો લગેજ હુ ક્યાં શિફ્ટ કરું ? શર્વરીએ કીધું એની જરૂરત નથી હું હમણા તો ગેસ્ટહાઉસમાં જ રહીશ ,અને કાર અને શોફર માટે થેન્ક્સ..સવા કરોડ રૂપિયાનું વર્ષે દા`ડે પેકેજ શર્વરી માટે બહુ મોટી વાત હતી પણ ચિરાગે આપેલા કમીશનના પ્રમાણમાં તો ઘણું ઓછું છે એવુ લાગ્યુ શર્વરીને,જે ડીલ મેં ત્રીમ્પોલી ફાયનાન્સને કરાવી એવી જ ડીલમેં સીડીઆઈસીને કરાવી આપી છે તો પછી સવા કરોડ રૂપિયા વર્ષે આપે સીડીઆઈસી એ તો ઓછા કેહવાય ચિરાગએ તો પુરા દસ કરોડ રૂપિયા અપાવ્યા છે..!! જયારે માણસને થોડુઘણુ મળતું હોય ત્યારે બહુ બધાની આશા હોય અને બહુ બધુ જયારે મળે ત્યારે અઢળકની ઈચ્છા જાગે અને અઢળક મળે ત્યારે બેશુમાર જોઈએ ..બસ આ જ લાઈન ઉપર શર્વરી આગળ વધતી ગઈ હવે એને બેશુમાર દોલત કમાવાની ઈચ્છા જાગી ગઈ હતી..! સાંજ પડે તૈયાર થઈને સીડીઆઈસી તરફથી પોતાને મળેલી શોફર ડ્રીવન મર્સિડીઝ “સી” ક્લાસમાં બેસીને શર્વરી એક મીઠાઈની શોપમાંથી બે ત્રણ કિલો મીઠાઈ લઈને જુહુ તારા રોડ પર આવેલા મિલનના એપાર્ટમેન્ટ પર ગઈ.. મિલનના ઘરનુ બારણુ એક નોકરે ખોલ્યુ અને એ નોકર શર્વરીને ડ્રોઈંગ રૂમ તરફ દોરી ગયો..સંપૂર્ણ મોડર્ન રીતે સજાવેલુ ઘર હતું ચારે બાજુ સફેદ લાઈટો જ નાખેલી હતી..વચ્ચે પડેલી ટીપોય પર મીઠાઈના પેકેટ્સ મુક્યા અને ઇટાલિયન બ્રાંડના સોફા પર શર્વરી બેઠી, થોડીવારે મિલન દવેની વાઈફ સ્વાતિ આવી.. શર્વરી બે ઘડી તો સ્વાતીને જોઈ રહી એકદમ ગૌરવર્ણ અને થોડું જાડુ શરીર..પણ સ્વાતિના માથામાં વાળ કાળાધોળા મિક્ષ હતા એટલે એ વાળ સ્વાતિની ઉમર ચાડી ખાઈ જતા હતા કે સ્વાતિબેન પચાસ નજીક ગયા છે.. સ્વાતીએ રૂમમાં આવીને એકદમ ઉમળકાથી કીધું શર્વરી કેમ છે? કેટલા વર્ષે તને જોઈ મેં,શર્વરીએ સ્વાતીને હગ કર્યું અને બોલી દીદી મેં પણ કેટલા વર્ષે તમને જોયા..સ્વાતિએ પ્રેમથી શર્વરીને પોતાની બાજુમાં બેસાડી અને પોતે એની બાજુમાં બેઠી.. સ્વાતિ બોલી શર્વરી તે બહુ જ સરસ મેન્ટેઇન કર્યું છે બિલકુલ કોલેજમાં હતી એવી ને એવી જ તું લાગે છે.. શર્વરી સ્વાતીથી બાર વર્ષ નાની હતી..બંને એકબીજાના ઘરના ખબર અંતર પૂછ્યા ત્યાં બેલ વાગ્યો..સ્વાતિ બોલી મિલન આવ્યો લાગે છે..પણ સ્વાતિ શર્વરી પાસે જ બેઠી રહી થોડીવારે ફ્રેશ થઇ સફેદ પાયજામો અને ઝભ્ભો પેહરી મિલન ડ્રોઈંગરૂમ માં આવ્યો. CONT..157