Page:-159
ત્રણે જણા જમીને ડ્રોઈંગરૂમમાં આવ્યા પાછળને પાછળ નોકર ડેઝર્ટની પ્લેટ લઈને આવ્યો ત્રણે વાતોએ વળગ્યા..મિલને પૂછ્યુ પર્સીના દિમાગમાં બીજું શું ચાલે છે શર્વરી..? શર્વરી બોલી જીજુ એ સખત અકળાયેલો છે આ એક લાખની ગાડીના પ્રોજેક્ટથી એને એમ જ છે કે આ નુકસાન જયારે ઓન બુક્સ આવશે ત્યારે જહાંગીર કાવસજી મરી ચુક્યા હશે અને લોસ બધો મારે ચુકવવાનો આવશે અલ્ટીમેટલી એ લોસ પે ઓફ કરવા પર્સીને કાયા ગ્રુપ્સની પ્રોપર્ટી વેચવી પડશે એટલે દુનિયા પર્સીને ફેલીયોર ગણશે..અને હિસ્ટ્રીમાં પર્સીનું નામ ખરાબ થશે.. મિલન બોલ્યો આવું પર્સી વિચારે છે ? બહુ સારી વાત કેહવાય કોણે એને આટલુ બધું દુરનુ વિચારતા શીખવાડ્યુ ? ડ્રગ્સ અને દારુથી આગળ આ ખંભાતાના ફરજંદો વિચારતા થયા એ નવાઈની વાત છે..! શર્વરી બોલી જીજુ મેં એને એમ કીધું કે તને જે લોસ થવાનો છે એ અત્યારથી જ કવર કરવા માટે કોઈ બીજો બિઝનેસ ચાલુ કર ને અને એ બીઝનેસનો પ્રોફિટ તારા ફ્યુચર લોસને કાપી નાખશે..! એટલે એણે કીધું કે પેલી યુરોપિયન કાર કંપની એ એટલે જ ખરીદે છે..મિલને હસીને સ્વાતી ની સામે જોયું..અને બોલ્યો સરસ ચાલો યુરોપિયન કાર કંપની ખરીદવાનો એનો એક ઇન્ટેન્સ તો પર્સીને ખબર પડી..!! સ્વાતિ હસવા લાગી શર્વરીને કઈ સમજના પડી કે આ લોકો કેમ હસે છે..એટલે શર્વરી મૂંગી થઇ ગઈ, મિલન બોલ્યો શર્વરી આટલો મોટો ધંધો ખરીદવાનો હોય ત્યારે કોઈ એક ઇન્ટેન્સ ક્યારેય ના હોય બહુ બધા મલ્ટીપલ પ્લસ પ્લસ થાય ત્યારે જ આટલુ મોટું ટેઈક ઓવર થાય, પણ એની વે પર્સીને આટલી તો ખબર પડી..એના બાપ ને તો આટલી ઉમરે એ સ્ત્રી છે કે પુરુષ એની જ ખબર નોહતી.. સ્વાતિએ મિલનને કોણી મારી તમે પણ શું મિલન આ શર્વરીની સામે..શર્વરી ને માટે નવુ સ્ટેટમેન્ટ હતુ પણ એ હવે થોડી થાકી અને કંટાળી હતી..રાતના લગભગ દસ થવા આવ્યા હતા એ ઉભી થઇ દીદી હું હવે જાઉં, થાકી છું..મિલને કીધુ શર્વરી એક વાત તને કેહવાની છે જો મને ક્યારેય કંઈપણ થાય તો પેલા એકાઉન્ટનું બધુ સ્વાતિને હેન્ડ ઓવર કરી દેજે.. શર્વરી કઈ બોલી નહિ સેહજ લાગણીથી મિલન સામે જોઈ અને હા પાડીને નીકળી ગઈ..!! બીજા દિવસે સવારના ઉઠીને શર્વરીએ એનો મોબાઈલ હાથમાં લીધો તો એમાં ડાયેનાનો મેસેજ પડ્યો હતો મેની કોન્ગ્રેચ્યુલેશનસ ટુ..ડાયરેક્ટર શર્વરી..! શર્વરીએ તરત જ ડાયેનાને ફોન લગાડ્યો ગુડ મોર્નીગ મેમ..ડાયેના બોલી કોન્ગ્રેચ્યુલેશન શર્વરી..થેન્ક્સ મેમ વિલ યુ જોઈન મી ફોર બ્રેકફાસ્ટ? ડાયેનાએ પૂછ્યુ વ્હેર ? CONT..160