Page:-163
સીડીઆઈસીની હેડ ઓફીસ મુંબઈથી ત્યાં ગાંધીનગર ગીફ્ટ સિટીમાં ખસેડવાની છે અને કાયા નો જેમ આ બહુ મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં આવે છે એમ બીજી આઠ દસ ઓટોમોબાઇલ કંપની ગુજરાતમાં આવે છે,અને ગુજરાતમાં તમે સૌથી હાઈએસ્ટ ટાર્ગેટ એચીવર છો અને તમે ગોવામાં સીડીઆઈસી અને કાયા ગ્રુપ્સ વચ્ચેની ડીલ ફાઈનલ કરવામાં જે તમારો કરિશ્મા દેખાડ્યો એ જોતા તો તમને ડાયરેક્ટર ના બનાવે તો જ નવાઈ છે ..પણ શર્વરીના કાનમાં હજી ડાયેનાના શબ્દો ગુંજતા હતા ,એ હવે ડરી ગઈ હતી પેહલી વાર એને એના જીવન પર ખતરો લાગત્તો હતો, સિલ્વારાજનો ખુલાસો એને ગળે ના ઉતર્યો શર્વરી હવે એકદમ મૂંઝવણમાં આવી ગઈ હતી કે શું કરવું કોની પાસે જવું ડાયરેક્ટર જેવી મોટી પોસ્ટ અને પ્રમોશન અને બીજી બાજુ ડાયેનાની પોતાના મોતની વાતો, છેવટે શર્વરી સિલ્વારાજની સામે ભાંગી પડી.. સર મને બહુ જ ડર લાગે છે, હું જાણું છું કે હું આ ડાયરેક્ટરની પોસ્ટ ડિઝર્વ નથી કરતી છતાં પણ મને ડાયરેક્ટર બનાવવામાં આવી છે..સર કઈક ભેદભરમ છે,પ્લીઝ સર મને બચાવી લો, સિલ્વારાજ થોડા અકળાઈ ગયા શર્વરી શા માટે તમે આવી રીએ રીએક્ટ કરો છો? મારી જાણમાં એવું કશું જ નથી કે જેનાથી તમને કોઈ પ્રોબ્લેમ થાય,છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ દેખાતો હોય તો ખુલી ને વાત કરો..મને સમજાતુ નથી કે શા માટે તમે આટલા બધા ડરેલા છો ,શું જોઈ ગયા છો ?કે શું એવું તમારી જાણમાં આવ્યું છે ? શર્વરી હજી નક્કી નોહતી કરી શકતી કે સિલ્વારાજ ને ડાયેના એ જે કીધું છે એ વાત કરું કે નહિ છેવટે એ ઉદાસ ચેહરે સિલ્વારાજની ચેમ્બર માંથી બહાર જતી રહી..! શર્વરી નું મન ખુબ જ ભરાઈ આવ્યું હતું ડાયેનાની છેલ્લા બે દિવસની વાતો થી હવે કોઈ પોતાનું જોઈતુ હતું એને એનું હ્રદય ચિત્કારી ચિત્કારીને ઇશાનને યાદ કરતુ હતુ..ઇશાન તું ક્યાં છે ? બે ત્રણ વાર ઇશાનને ફોન લગાડ્યો અને એ જ રશિયન ભાષા જેવી કોઈ ભાષામાં જવાબ આવ્યો..છેવટે એ ગેસ્ટહાઉસ પર ગઈ પોતાનો સામાન પેક કર્યો અને સીધી સાન્તાક્રુઝ એરપોર્ટ ગઈ મર્સિડીઝમાં અને ત્યાંથી ફ્લાઈટ લઈને અમદાવાદ પોહચી ગઈ,અમદાવાદ એરપોર્ટ પર ઉતરી અને ત્યાં એક ડ્રાઈવરનો ફોન આવ્યો મેમ હું તમને લેવા માટે આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર પણ શર્વરી માટે મર્સિડીઝ હાજર હતી..! શર્વરીને એ મર્સિડીઝ ગાડીમાં બેઠા વિના છૂટકો નોહતો..રસ્તામાં ચિરાગને ફોન કરવાની ઈચ્છા થઇ પણ મનને રોકી લીધુ..ઘરે પોહચી અને ઊંઘની બે ગોળીઓ ગળી જમી અને ઊંઘી ગઈ.. CONT..164