Page:-166
પેલા મરાઠી પોલીટીશયનના ઓછામાં ઓછા પાંચ હજાર કરોડ રૂપિયા પડ્યા છે, અને જયેશ અને દિનેશ અંકલનો એ ઝઘડો રૂપિયાનો જ હતો.. છેવટે એ મરાઠા પોલીટીશયને જ બંને ફાધર સન વચ્ચે કોમ્રોમાઈસ કરાવ્યુ છે..શર્વરીને તરત જ ઝબકારો થયો કે ડાયેના આટલી બધી કેમ ડરી ગઈ છે..!! દિનેશ પારેખએ સગા દીકરા જયેશ પારેખ ઉપર જ ગોળી ચલાવી દીધી હતી અને એ પણ ડાયેના રોચાના જ ફ્લેટમાં..!! જો દિનેશ પારેખ જયેશ ઉપર ગોળી ચલાવી શકતો હોય તો પછી ડાયેના તો શું ચીજ છે? એને તો ગમે ત્યારેએ મરાવી નાખે.. શર્વરીને હવે પર્સીની વાત સાંભળીને ડાયેના ઉપર પૂરેપૂરો ભરોસો બેસી ગયો હતો..અને એ સમજી ગઈ હતી કે ડાયેના સાચી છે..! એની જીંદગી પર ચોક્કસ ખતરો છે, શર્વરીએ પર્સીને પૂછ્યુ પણ એ બંને વચ્ચે ઝઘડો કેમ થયો હતો? શર્વરીને અત્યાર સુધી એમ જ હતું કે ઇશાન પર ડાયેનાએ જે વિતાડ્યુ હતું અને સીડીઆઈસીમાં સ્ટાફમાં અંદર અંદર જે મોલેસ્ટેશન ચાલતુ હતું એ બધુ દુર કરવા માટે જ સિલ્વારાજને કમાન સોપાઈ છે.. પર્સી બોલ્યો જયેશ પારેખને બ્રાઝીલમાં બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું અને એના માટે લગભગ વીસેક વાર જયેશ પારેખ બ્રાઝીલ જઈને બધું ફાઈનલ કરી ને આવ્યો હતો. પણ સીડીઆઈસી ના સાયલેન્ટ પાર્ટનર પેલા મરાઠા પોલીટીશિયનએ ચોખ્ખીના પાડી, બ્રાઝીલમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ,એમને અહિયા પુનાની બાજુમાં બોમ્બે પુના હાઈવે પર એક નવું સીટી ઉભુ કરવુ છે,અને જયેશ ઓલમોસ્ટ બધું જ ડન કરીને બેઠો હતો બ્રાઝીલમાં, એટલે જો એ ત્યાં બધું કેન્સલ કરે તો એ લોકોને ત્રણસો ચારસો કરોડ રૂપિયાનું નુકસાન પડે એમ હતું, એટલે જયેશ બ્રાઝીલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફોર્સ કરતો રહ્યો અને દિનેશ અંકલના પાડતા રહ્યા,અને પેલી ડાયેના એમના ફોરેન એકાઉન્ટસ હેન્ડલ કરતી હતી, એણે જયેશના કેહવાથી બહુ જ મોટી એમાઉન્ટ બ્રાઝીલ ટ્રાન્સફર કરી,દિનેશ અંકલને પૂછ્યા વિના જ અને દિનેશ અંકલને પાછળથી ખબર પડી, અને આ વાત પેલા મરાઠા પોલીટીશયન સુધી ગઈ એટલે એમણે તરત જ દિનેશ અંકલ જોડે એ બંનેને સીડીઆઈસીમાંથી કાઢી મુકાવ્યા. અને સીડીઆઈસી નો ચાર્જ મિસ્ટર સિલ્વારાજને અપાવ્યો..મિસ્ટર સિલ્વારાજ પણ એ મરાઠા પોલીટીશયનના ભાઈનો બ્રધર ઇન લો થાય છે..શર્વરીને એક સેકન્ડ માટે આંખે અંધારા આવી ગયા..એને લાગ્યુ કે સારુ થયુ એ ડાયેનાની કશી જ વાત સિલ્વારાજ આગળ બોલી ના ગઈ, નહિ તો બધું ઊંધુ પડતે અને ડાયેનાને આજે જ આ લોકો મરાવી નાખતે.. CONT..167