Page:-167
પર્સીએ ઘણા બધા રાઝ એક સામટા ખોલી નાખ્યા.. બોમ્બેની એ સાયકલ મીટીંગ ઇશાન અને પોતાની સાથે સિલ્વારાજે દેખાડેલી સહાનુભુતિ બધું જ શર્વરી ને હવે નિરર્થક લાગ્યુ..શર્વરી માટે તો ડુંગળીના એક પછી એક પડ ખુલતા જતા હતા અને કશું જ હાથમાં આવતું નોહતુ સિવાય કે ગૂંચવાડા..શર્વરીના મોઢા પરથી થોડો ડરઓછો થયો એ આગળ બોલી પર્સી મને ડાયેના મેમ સતત એમના મારવાની જ વાતો કર્યા કરે છે એવું કેમ કરતા હશે ?પર્સી બોલ્યો સરૂ અમારા કાયા ગ્રુપ્સનો પેહલો જ નિયમ છે,ગમે તેવી અમારા બીઝનેસમાં તકલીફ આવે અમે ક્યારેય પણ કોઈ પોલીટીશયન ના રૂપિયા લેતા નથી..અમારી પાસે હંમેશા અમારા અને અમારા બેન્કર્સના રૂપિયા રહ્યા છે.. હું સિક્સથ જનરેશન છુ ,પણ અમે સ્ટ્રીકલી આ રુલને ફોલો કરીએ છીએ, જયારે જયારે કોઈ પોલીટીશયન કોઈપણ બીઝનેસ ગ્રુપ્સમાં એન્ટર થાય છે ત્યારે એ લોકો આખા ગ્રુપને ભયંકર ડોમીનેટ કરી જાય છે અને અલ્ટીમેટલી એ ગ્રુપનો એન્ડ આવી જાય છે,આ પોલીટીશીયનો એમના રૂપિયા લગભગ જમીનોના કરપ્શન કરીને કમાય છે,અને એમાં તો કોઈને મારી નાખવું એ બહુ જ નોર્મલ વાત છે,અને એ ડાયેનાએ પોલીટીશીયનનું કઈક ના જાણવાનું જાણી લીધું હશે એટલે સિમ્પલ વાત છે કે એ હવે મરવા ની..પર્સીએ એકદમ સહજતાથી કહી દીધુ..શર્વરી બોલી તું કેટલુ શાંતિથી બોલે છે કે હવે મરવાની..પર્સી બોલ્યો જો સરૂ આમા બીજો કોઈ ઓપ્શન જ ના હોય..જ્યાં સુધી ફોરેન બેન્કિંગ પાસવર્ડસ ડાયેના પાસે હશે ત્યાં સુધી જ એ હવે જીવવાની પછી નહિ..એણે મોટી ભૂલ કરી છે દિનેશ અંકલને પૂછ્યા વિના રૂપિયા બ્રાઝીલ ટ્રાન્સફર કર્યા હતા..ફોર ધેટ શી હેઝ ટુ પે..શર્વરી ઉદાસ ચેહરે નીચું જોઇને બેસી રહી..બંને વચ્ચે ખામોશી છવાઈ હતી ત્યાં તો શર્વરીના મોબાઈલ પર રીંગ વાગી .. શર્વરીએ જોયું તો ઇશાન લખેલુ આવ્યું..એણે ફોન પર્સીની સામે ધર્યો..શર્વરી ફોન ઉપાડતી નોહતી પર્સીએ ઈશારો કર્યો ઉપાડી લે શર્વરીએ ના ઉપાડ્યો ફોન કપાઈ ગયો..ફરી વાર રીંગ વાગી ઇશાનનો ફોન જ હતો છેવટે પર્સીએ ફોન ઉપાડ્યો ઇશાન ક્યાં છે તું? ઇશાન બોલ્યો પર્સી અમદાવાદમાં સરૂ તારી પાસે છે? પર્સી બોલ્યો હા લે વાત કર એમ કરીને એણે શર્વરીને ફોન આપ્યો.. શર્વરીએ ફોન એના કાને મુક્યો એકદમ ઉત્સાહથી ઇશાન બોલ્યો સરૂ..સરૂ હું અમદાવાદમાં આવી ગયો છું તું ક્યા છે? શર્વરી એકપણ શબ્દના બોલી પણ ઇશાન એટલુ મોટેથી બોલતો હતો કે સામે બેઠેલા પર્સીને પણ સંભળાતુ હતુ..સરૂ પ્લીઝ કાઈક તો બોલ ઇશાન ફોન પર રીતસર કરગરી પડ્યો.. CONT..168