Page:-168
શર્વરીએ એના કાન પરથી ફોન હટાવી લીધો,એને હવે ઇશાનનો અવાજ પણ સાંભળવો નોહતો , વ્હીલચેરમાં બેઠેલા પર્સીએ શર્વરી પાસેથી ફોન લઇ લીધો અને એણે ઇશાન ને કીધુ ક્યાં છે તું ?ઇશાન બોલ્યો એરપોર્ટ પાસે શાહીબાગમાં ,પર્સીએ કીધુ અમે પણ શાહીબાગમાં જ છીએ તું અહિયાં આવી જા સીધો હું તને લોકેશન મોકલુ છુ..પર્સીએ વોટ્સએપ પર ઇશાન જોડે લોકેશન શેર કર્યું..અને ફોન કટ કર્યો..અને બોલ્યો જો સરૂ પ્લીઝ તું એની સાથે વાત કરજે તે મને પ્રોમિસ આપેલુ છે કે તું એને એક ચાન્સ આપીશ.. શર્વરી કશું બોલી નહિ..પર્સી શર્વરી ને સમજાવતો રહ્યો અને બંગલાનો ગેટ ખુલ્યો અને એક ટેક્ષી અંદર આવી ,પર્સીનો એક મેનેજર ઇશાન ને ગાર્ડન સુધી દોરીને લાવતો હતો દુરથી ગાર્ડનમાં બેઠેલી શર્વરીને જોઇને ઇશાને ગાર્ડનમાં મુઠ્ઠીઓવાળી ને દોટ મૂકી અને શર્વરી અને પર્સી પાસે પોહચી ગયો, અને શર્વરી ને જોઇને ઈશાને એકદમ હરખમાં આવી ગયો એ શર્વરીને ઊંચકીને ગોળ ફરવા માંડ્યો અને બોલવા લાગ્યો સરૂ..સરૂ.. મેં બધું જ સેટ કરી નાખ્યું છે હવે આપણને મળતા કોઈ જ નહિ રોકી શકે..!! પર્સી થેંક યુ સો મચ દોસ્ત.. ઇશાનના ચેહરા પર ખુશી છવાયેલી હતી અને શર્વરીના ચેહરા પર ગુસ્સો અને માતમ છવાયેલો હતો .. ઇશાન બોલ્યો સરૂ..સરૂ..આપણે કેટલા બધા દિવસે મળ્યા નહિ.. શર્વરી એ કોઈ જ રિસ્પોન્સના આપ્યો ઇશાન બોલ્યો પર્સી..પર્સીએ આંખથી ઈશારો કર્યો મનાવી લે..ઇશાન શર્વરીને કિસ કરવા ગયો અને શર્વરી એ એક સટાક દઈને લાફો માર્યો ઇશાનના એકદમ ગોરા ગોરા ગાલ પર, ઇશાન ચોંકી ગયો આ બધું શું છે? કેમ સરૂ શું પ્રોબ્લેમ છે? મેં શું કર્યું છે? તું કેમ મારી સાથે આવું બિહેવ કરે છે?શર્વરીએ પર્સીની સામે જોયુ..પર્સી બોલ્યો સરૂ કુલ ડાઉન એણે ઇશાનને કીધું તુ અહિયા આવ મારી નજીક ઇશાન પર્સીની વ્હીલચેર પાસે ગયો..પર્સી નોહતો ઈચ્છતો કે ગાર્ડનમાં જ એના સ્ટાફની સામે વધારે બીજું કઈ નાટક થાય,એટલે એણે ઇશાનને કહ્યુ ચલ મને અંદર લઇ જા સરૂ તું પણ આવ..ઈશાને લગભગ રડમસ ચેહરે ઇશાને પર્સીની વ્હીલ ચેરને ધક્કો મારી અને બંગલાની તરફ ચાલવા લાગ્યો..શર્વરી ત્યાં જ ગાર્ડનમાં ઉભી રહી, ઇશાન વળી વળીને શર્વરીની તરફ પાછળ જોતો હતો.. શર્વરી ગાર્ડનમાં જ ઉભી રહી ગઈ..ઇશાન અને પર્સી બંને જણા રૂમમાં ગયા પર્સી એના બેડ પર ગોઠવાયો..ઈશાને પૂછ્યું આને શું થઇ ગયું છે પર્સી? પર્સી બોલ્યો એ નારાજ છે તારાથી તું ક્યાં હતો રશિયામાં હતો? ઇશાન ખુબ જ સહજતાથી બોલ્યો ના જ્યોર્જિયામાં હતો..પર્સી બોલ્યો તે એને કીધુ કેમ નહિ કે તું જ્યોર્જિયા જાય છે? તે એને એવું કેમ કીધું કે તું જામનગર જાય છે..? ઇશાન બોલ્યો મારે મારું ટેન્શન એની સાથે શેર નોહતુ કરવુ એ ઓલરેડી બહુ જ સ્ટ્રેસમાં હતી. CONT..169
Cycle meeting/Page-168/શૈશવ વોરા www.shaishavvora.com