Page:-170
શર્વરી બોલી તારી આ સ્ટોરી હું માની લઈશ એવું તું માને છે ઇશાન? પછી પર્સી તરફ ફરીને શર્વરી બોલી ..પર્સી આને હવે ખરેખર તું જ સમજાવ કે હું એનાથી દસ વર્ષ મોટી છું, એને તો માબાપ નોહતા એટલે એ અનાથ આશ્રમમાં મોટો થયો છે, પણ મારે તો મારા માંબાપ હજી પણ જીવે છે અને બીજા પણ થોડાક લોકો એવા છે મારા જીવનમાં કે, જે ક્યારેક ક્યારેક મારું ધ્યાન રાખી લે છે..સોરી ઇશાન હું તને સમજી શકતી નથી અને હું જાઉં છું અત્યારે અહીંથી, હવે મારે મારા ઘરે જવુ પડશે..પર્સી તું વાત કરી જો જે આની સાથે..એટલુ બોલીને શર્વરી ઝડપથી રૂમની બહાર નીકળી અને એની મર્સિડીઝમાં ઘેર જતી રહી..દસેક મિનીટ કશું બોલ્યા વિના ઇશાન અને પર્સી એ કમરામાં બેઠા રહ્યા પછી ઇશાન વિલાયેલા મોઢે એનો સામાન લઈને જતો હતો, પર્સી બોલ્યો તું ક્યાં જાય છે ઇશાન? અહિયાં જ રહી જા ક્યાં જઈશ તું ?ઇશાન બોલ્યો શું ફર્ક પડશે?ગમે ત્યાં જાઉં કે ગમે ત્યાં રહુ..! પર્સીએ કીધું તો પછી અહિયાં મારી સાથે રહી જા..પર્સીએ બેલ વગાડી અને માણસ બોલાવ્યો અને ઇશાનનો સામાન ગેસ્ટરૂમમાં મુકાવ્યો..રાત્રે પર્સી અને ઇશાન બેઠા અને દારૂની બોટલ ખુલી..ઇશાને લગભગ રડતા રડતા ચાલુ કર્યું પર્સી તે તો આ દુનિયા જોઈ જ નથી મને પૂછ કે દુનિયા કેવી જાલિમ હોય છે..મારી માં મને જામનગરની ઈરવીન હોસ્પિટલમાં મૂકીને જતી રહી..તને ખબર છે મારું વર્ણન શું હતુ?
એક કપડામાં લપેટેલુ પુરુષ બાળક, ઉમર આશરે સાત થી દસ દિવસ, વજન આશરે બે કિલો, ગળામાં એક મંદિરનું માદળિયું અને કેડે લાલ દોરો બાંધેલો છે,એટલે ધર્મે હિંદુ અને એક ત્યકતા જેવી બાઈ બહાર રાખેલા પારણામાં મૂકીને ગઈ છે,જોડે કોઈ પત્ર મળેલ નથી..
બસ પર્સી આ દુનિયામાં મારી આટલી જ આઇડેન્ટિટી છે, મારી માં કોણ બાપ કોણ મને કઈ જ ખબર નથી.. હું અનાથાશ્રમમાં મોટો થયો પર્સીએ પૂછ્યુ તો તું જુઠ્ઠું કેમ બોલ્યો કે તારે માબાપ છે જામનગરમાં..ઇશાન બોલ્યો તો શું કરું? ગળામાં પાટિયું લગાડું કે હું અનાથ છું?પર્સી દોસ્ત હું તો જીવનભર લોકોની દયા ઉપર જ ઉછર્યો અને મોટો થયો છું, પણ મારી મેહનતથી ભણ્યો છું અને હવે જયારે મારે સ્વમાનથી જીવવાનો અને કઈક બનવાનો વારો આવ્યો છે,એક નવી દુનિયામાં આવ્યો છું અને ત્યારે પણ હુ લોકોને એમ કેહતો ફરું કે હું અનાથ છુ..?મને હું અનાથ છું એવું કોઈને પણ કેહવામાં કોઈ જ વાંધો નથી પણ જો હું એવું કહી દઉંને તો લોકો ફરી એકવાર મને દયામણી રીતે જોવે,અને દોસ્ત હું મારા આટલા નાના જીવનમાં લોકોની મારી તરફની દયામણી નજરથી થાકી ગયો છું, મારે હવે કોઈની દયા કે દયામણી નજર નથી જોઈતી પર્સી, CONT..171
Cycle meeting/Page-170/શૈશવ વોરા www.shaishavvora.com