Page:-171
મારે મારા જીવનમાં પ્રેમ જોઈએ છે, મારે ઇક્વાલીટી જોઈએ છે પર્સી..અને મને વગર કઈ પૂછ્યે એ ઇક્વાલીટી લાઈફમાં મને પેહલી વાર સરૂ એ આપી અને બીજી તે આપી, કે તારો બાપ કોણ છે? તારી માં કોણ છે,તું શું છે? મારું કોઈપણ જાતનુ ફેમીલી કે સોશિઅલ સ્ટેટ્સ જાણ્યા વગર જ તમે લોકો એ મને અપનાવી લીધો..ઇશાન હવે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો..પર્સી પણ લાગણીના આવેશમાં ગળગળો થઇ ગયો હતો..
શર્વરી ઘરે પોહચી અને દિલ્લી જવાની તૈયારી કરવા લાગી..મનથી એ સખત ડીસ્ટર્બ થઇ ગઈ હતી એને હવે ઇશાન નોહતો જોઈતો પણ ક્યાંક મનનો એક ખૂણો ઇશાનના નામની ચીસો પાડતો હતો.. છેવટે ઊંઘની ચાર પાંચ ગોળીઓ એકસાથે ગળી અને શર્વરી ઊંઘી ગઈ.. બીજા દિવસે સવારની ફ્લાઈટ લઈને શર્વરી દિલ્લી પોહચી ગઈ, સીડીઆઈસીના બધા જ ડાયરેક્ટરસ ને બારાખંભા રોડ પરની એક પાંચ સિતારા હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો.. હોટલ પર પોહચતા જ શર્વરીને બપોરના ચારેક વાગી ગયા..રૂમમાં પોંહચી અને સેહજ રીલેક્સ થવા સિગારેટ સળગાવી અને હોટલના પંદરમાં માળની બારીની બહારની દિલ્લી જોતી હતી, ત્યાં એના ફોન પર ચિરાગની રીંગ આવી શર્વરીએ ફોન ઉપાડ્યો.. ચિરાગ બોલ્યો સરૂ તારી હોટલમાં નીચે બેઝમેન્ટમાં બહુ જ આલાગ્રાન્ડ ડિસ્ક છે..શર્વરી હસીને બોલી કેમ મારી પાછળ પડ્યો છે તું ચિરાગ, શું બાકી છે હજી તારે ? ચિરાગ હસીને બોલ્યો સરૂ મને નથી ખબર પણ તારાથી મારી જાતને જેટલી દૂર લઇ જવાની કોશિશ કરું છું એટલો વધારે હું હેરાન થાઉં છું અને મને ખબર પડે કે મારી સરૂ દિલ્લીમાં છે અને એ પણ બારાખંભા રોડ પર તો હું એને મળ્યા વિના કેવી રીતે રહી શકુ? શર્વરી બોલી સેહજ અણગમાથી પધારો ત્યારે..એકદમ જ ચિરાગનો ફોન કપાઈ ગયો અને બારણે બેલ વાગી શર્વરી એ ઉભી થઈને બારણુ ખોલ્યુ ચિરાગ એને ચોંટી પડ્યો, લવ યુ સરૂ મને ખબર જ હતી કે આગ બંને તરફ લાગી છે.. શર્વરીના એક હાથમાં જલતી સિગારેટ હતી એટલે એણે બંને હાથ ઊંચા કરી નાખ્યા હતા અને બોલી.. ચલ ચિરાગ બહુ થયું નાટક..હવે બોલ કેમ આવ્યો છે તું ? ચિરાગ બોલ્યો તને સરપ્રાઈઝ ના લાગી કે આટલો જલ્દી તારા રૂમ સુધી હું કેવી રીતે અહી આવ્યો..? શર્વરી બોલી અહિયાં આવ એમ કરીને એણે પોતાના રૂમની વિન્ડો સુધી ચિરાગને લઇ ગઈ અને આંગળી ચીંધી અને બોલી જો પેલી ત્યાં પડી તારી કાર અને તારી જોડે પેલો મિસ્ટર ચડ્ડા આવ્યો હતો એ ક્યાં મર્યો છે? ચિરાગ બોલ્યો ઓહહ ઓકે તું અમને જોઈ ગઈ હતી એમ બોલ ને..શર્વરીએ ફરી પૂછ્યું ..મિસ્ટર ચડ્ડા ક્યાં છે? ચિરાગ બોલ્યો ડાયેના રોચા અને જયેશ પારેખના રૂમમાં.. CONT..172
Cycle meeting/Page-171/શૈશવ વોરા www.shaishavvora.com