
Page:-172
શર્વરી બોલી ઓહ ઓકે એ બંને પણ અહિયાં દિલ્લીમાં છે એમ? ચિરાગ બોલ્યો હા ડાયરેક્ટર મેડમ એ પણ અહિયાં જ છે..તારા સીડીઆઈસીના શેઠજી એ એમના દીકરા જયેશ પારેખને ફરી ડાયરેક્ટર બનાવવાનું નક્કી કર્યું છે,શર્વરીનું મગજ બ્લેન્ક થતુ જતું હતું હવે..જયેશ પારેખ દિલ્લીમાં હતો જોડે ડાયેના રોચા પણ હતી..અને ચિરાગ અને મિસ્ટર ચડ્ડા એમની પાસે એમના રૂમમાં ત્રીમ્પોલી ફાયનાન્સનો એમ.ડી. ચિરાગ અને મેનેજર મિસ્ટર ચડ્ડા એમની કટ્ટર કોમ્પીટીટર બેંક સીડીઆઈસીના માલિક દિનેશ પારેખના દીકરા જયેશ પારેખ જોડે શું કરતા હશે ? ચિરાગ શર્વરીનું દિમાગ વાંચી ગયો એટલે એ બોલ્યો તું બહુ લાંબી બુદ્ધિ ના ચલાવીશ સરૂ,અને ખોટા ખોટા પ્રેશર તારા દિમાગને ના આપીશ અમે કાયા ઓટોમોટીવને ફાયનાન્સની બાબતમાં જ જયેશ પારેખને મળવા આવ્યા હતા, કાયા ઓટોમોટીવ અત્યારે બહુ જ રિસ્ક પર છે, અને પછી પેલી ડાયેના એ તારી વાતો કાઢી અલ્ટીમેટલી એક જમાનામાં તો હું તારો બોસ હતો ને..!! શર્વરી બોલી ચિરાગ તારે જે કરવું હોય તે કર,અને જેને મળવુ હોય તેને મળી લે, પણ હવે મને કોઈ પણ જાત નો વધારાનો લોડ ના આપીશ, હું ઓલરેડી બહુ જ ટેન્શનમાં છુ ..ચિરાગ બોલ્યો કેમ તારો પેલો આશિક ઇશાન રશિયામાં લગ્ન કરીને આવ્યો? શર્વરીએ ગુસ્સાભરી તીરછી નજરે ચિરાગની સામે જોયુ અને એકદમ ચિરાગની નજીક આવી અને બોલી તો તો બહુ સારું થયુ હોત પણ આ તો બીજુ જ કઈ કરીને આવ્યો હોય એમ લાગે છે, કશુ કળાતુ નથી..! ચિરાગ બોલ્યો તો પછી બ્લાઈંડ રમી નાખ સરૂ, તું તો એમાં માસ્ટર છે..ચલ આવી જા ત્રીમ્પોલી માં, જોઈન્ટ એમ.ડી.ની પોસ્ટ આપીશ, શર્વરી સેહજ હસીને વ્યંગમાં બોલી ચિરાગ તુ મને પેહલા સારી ઓફર કેમ નથી આપતો? સીડીઆઈસી મને ડાયરેક્ટર બનાવે એટલે તું મને જોઈન્ટ એમડી બનાવે ,એક કામ કર ચલ મને તારી ત્રીમ્પોલીની ચેરમેન બનાવી દે અત્યારે,એટલે આવી જાઉં તારી ત્રીમ્પોલીમાં અને પેલા ઇશાનને પણ છોડી દઈશ, અમદાવાદથી સીધી દિલ્લી આવી જઈશ તારા ફ્લેટમાં..તારા ઘરની અને તારી ઓફીસની બંનેની હું બોસ થઇ જઈશ..ચિરાગ આંખો બંધ કરીને બોલ્યો હાયે કેટલું મધુર સપનું છે સરૂ, કાશ હું આવું પણ કરી શકતો ,અફસોસ પણ મને મારો બોસ એપોઇન્ટ કરવાની સત્તા નથી ..હા મારા ઘર અને દિલનો બોસ હું ચોક્કસ એપોઇન્ટ કરી શકું છુ, આવી જા, મારું દિલ અને ઘર બધું ખાલી છે.. શર્વરી બોલી કાલે આવીશ, પણ ફક્ત એક રાત માટે જ,
ચિરાગ આંખો ફાડીને થોડા આઘાત અને આશ્ચર્યથી જોઈ રહ્યો શર્વરીની સામે અને બોલ્યો મને એક ચૂંટલી તો ભર હું આ સપનુ તો નથી જોઈ રહ્યો ને ..!! શર્વરીએ એના હાથમાં રહેલી જલતી સિગારેટને સેહજ ચિરાગના હાથને અડાડી દીધી, CONT..173
Cycle meeting/Page-172/શૈશવ વોરા www.shaishavvora.com

