Page:-173 ચિરાગે એક ઝાટકાથી હાથ ખેંચી લીધો અને પોતાના મોઢામાં નાખી દીધો, શર્વરીએ ચિરાગનો હાથ લઈને પોતના મોઢામાં નાખ્યો અને ચૂસવા લાગી અને ધીમે ધીમે ચિરાગના હાથ પર બટકા ભરવા લાગી..ચિરાગના શ્વાસ ભારે થઇ ગયા.. શર્વરીએ ચિરાગનો હાથ છોડ્યો ચિરાગ એનો કોટ કાઢવા ગયો શર્વરીએ એનો બીજો હાથ પકડ્યો અને સટાક કરતી સિગારેટ એના બીજા હાથ પર ચાંપી દીધી..ચિરાગના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.. શર્વરી સત્તાવાહી અવાજે બોલી હું કહું એમ જ થશે ચિરાગ, ફરી ભૂલ ના થાય ચલ ગુડ નાઈટ કાલે મળીશુ..તારા ઘરે.. ચિરાગ ઉંધો ફરીને ચુપચાપ રૂમની બહાર જતો રહ્યો..શર્વરી બાથરૂમમાં ગઈ અને પાંચેક મીનીટમાં ફ્રેશ થઈને બહાર આવી .. ડાયેનાને ફોન લગાડ્યો મેમ ડીનર પે મિલેંગે ? ડાયેના બોલી આઈ વોઝ એક્સ્પેકટીંગ યોર ફોન શર્વરી. બટ જયેશ મેરે સાથ મેં હૈ, ડુ વન થિંગ આફ્ટર ડીનર જયેશ કહી જાનેવાલા હૈ, તો આઈ વિલ કમ ટુ યોર રૂમ.. શર્વરીએ ઓકે મેમ કહીને ફોન મૂકી દીધો,શર્વરીએ રૂમ પર જ થોડું ખાવાનું મંગાવી લીધુ સાથે મોંઘામાની દારૂની બે બાટલીઓ પણ મંગાવી લીધી..શર્વરી પથારીમાં સેહજ આડી પડી અને વિચારતા વિચારતા ઊંઘી ગઈ..! લગભગ રાતના દસેક વાગ્યે શર્વરીનો ફોન વાગ્યો શર્વરી ઊંઘમાંથી સફાળી ઉઠી ગઈ, ડાયનાનો ફોન હતો.. શર્વરી સો ગઈ હો ક્યા? આઈ એમ એટ યોર ડોર સ્ટેપ શર્વરી એ તરત જ ઉભી થઈને બારણું ખોલ્યુ ડાયેના અંદર આવી અને બંને જણાએ હગ કર્યુ.. ડાયના શર્વરીના સ્યુટ રૂમના સોફામાં ગોઠવાઈ શર્વરી ફ્રીજમાંથી પાણીની બોટલ લાવી સાથે દારૂની બોટલ અને ગ્લાસ કાઢ્યા અને સિગારેટનું પેકેટ ડાયેનાને આપ્યું, શર્વરીએ નોટીસ કર્યું કે ડાયેના થોડી આકળવિકળ છે, ડાયેનાએ એમાંથી એક સિગારેટ કાઢી અને સળગાવી, પણ શર્વરી કશું બોલી બહિ એટલે ડાયેના થોડી અકળાયેલી અને ઉતાવળમાં આવી ગઈ એવું એને લાગતું હતું, એ બધા જ કામ ઝડપથી કરી રહી હતી,, શર્વરીએ દારૂના બે ગ્લાસ ભર્યા ચીયર્સ થયું ના થયું છેવટે ડાયેના બોલી શર્વરી વેસે તો મુઝે પૂછના નહિ ચાહિયે બટ ફિર ભી પૂછ લેતું હું શેલ આઈ ટ્રસ્ટ યુ? શર્વરી આંખો પોહળી કરીને બોલી.. મેમ..ડાયેના બોલી નહિ શર્વરી આજ મૈ જો બાત તુઝે બતાને જા રહી હું વો અગર બહાર નીકલ ગઈ તો મેરી મૌત પક્કી હો જાયેગી..! શર્વરી એકદમ ડાયેનાની બાજુમાં જઈને બેઠી અને બેઠા બેઠા ડાયેનાના ગળામાં હાથ નાખીને અને શર્વરીએ ડાયેનાને એકદમ ટાઈટ હગ આપી અને બોલી મેમ આપ હર વક્ત મરને કી બાત કયું કર રહી હો? ક્યા પ્રોબ્લેમ હૈ,,?ઝરા ખુલ કે બતાઓ તો કુછ રાસ્તા કરેંગે.. ડાયેના બોલી મેરી બચ્ચી પૂરી દુનિયામેં અબ એક તું હી હૈ જિસસે મૈ દિલ ખોલ કે બાત કર સકતી હું.. CONT..174
Cycle meeting/Page-173/શૈશવ વોરા www.shaishavvora.com