Page:-174
શર્વરી બોલી..ડોન્ટ વરી મેમ..ડાયેના એકદમ ઉદાસ થઈને ડરતી ડરતી બોલી આજ રાત જયેશ પારેખ મર જાયેગા..!! શર્વરી એકદમ ભડકી ગઈ અને ડાયેનાથી દુર થઇ ગઈ, શર્વરી બોલી મેમ ક્યા બાત કર રહી હો?કોન મારેગા ઉસે? ડાયેના બોલી મૈ નહિ જાનતી હું લેકિન મેરી સીક્થ સેન્સ યે કેહતી હૈ કી જયેશ જહાં ભી ગયા હૈ, વહાં સે શાયદ ઝીંદા વાપિસ નહિ આયેગા..! શર્વરી ભયાનક રીતે ડરી ગઈ અને બોલી નહિ મેમ સિક્સ્થ સેન્સ વેન્સ એસા કુછ નહિ હોતા યે સબ આપકે મન કે વેહમ હૈ..છોડો યે સબ બાતો કો..ડાયેનાની આંખો એકદમ સ્થિર થઇ ગઈ અને થોડીકવાર માટે ડાયેના એકદમ ખામોશ થઇ ગઈ, પછી અચાનક ડાયેનાએ એના પર્સમાંથી આંગળીના વેઢા જેટલી એક નાનકડી કાચની શીશી કાઢી, અને બોલી ઉસકો યે ચીઝ મૈને હી પિલાયા હૈ. એટલુ બોલીને ડાયેના અટકી ગઈ, અને ડાયેનાની આંખમાંથી પાણી નીકળી ગયુ.. શર્વરી આંખો ઝીણી કરીને બોલી ..બોલી આપને ઐસા કયું કિયા? ડાયેના શીશીની સામે જોઈને બોલી સિલ્વારાજને યે મુઝે દિયા ઔર બોલા યે કામ કર દો..એટલું બોલીને ડાયેના એકદમ ચુપ થઇ ગઈ, શર્વરીના કમરામાં સન્નાટો વ્યાપી ગયો, શર્વરીને એકદમ શું સૂઝયું એ બોલી મેમ આપકો કુછ નહિ હોગા જલ્દી સે આપ દિનેશ પારેખ કે કમરે મેં જાઓ એન્ડ પ્લીઝ બી ધેર ફોર ધીસ નાઈટ,એન્ડ મેમ અગર હો સકે તો પ્લીઝ ઉનકે સાથ આજ.. ડાયેના બોલી મેરે સે નહિ હોગા શર્વરી..શર્વરી બોલી મેમ યુ હેવ ટુ ડુ ધીસ જસ્ટ ગો..વો એક હી રસ્તા હૈ આપકો બચને કા પ્લીઝ જસ્ટ ગો મેમ શર્વરીએ ડાયેનાને હાથ પકડીને સોફામાંથી ઉભી કરી અને બોલી વો વાલી ગોલીયા જો આપને ઇશાન કો ખિલાઈથી વો દિનેશ પારેખ કો ખીલાઓ ઔર પૂરી રાત સિર્ફ વહાં રહો..પ્લીઝ મેમ ગો મેમ, ડાયેનાને પણ પોતે કરેલા ગુન્હામાંથી બચવાનું એક કિરણ દેખાયુ શર્વરીએ પેલી ઝેરની નાનકડી બાટલી ડાયેનાના હાથમાંથી લઇ લીધી..અને ડાયેનાને છેક પોતાના રૂમના બારણા સુધી ધકેલી દીધી.. અને ડાયેના દિનેશ પારેખના રૂમમાં પોહચી ગઈ..!!પોતાના રૂમમાં એકલી પડેલી શર્વરીને ગભરામણ થઇ ગઈ, એણે ઝડપથી ઝેરની શીશી પોતાના સ્યુટ રૂમની ગેલેરીમાં પડેલા એક કુંડામાં દાટી દીધી.. એને ચિરાગ યાદ આવ્યો ફોન કરવા ગઈ પણ શર્વરીના ક્રિમીનલ મન એ ના પાડી દીધી,અને શર્વરી અટકી ગઈ..આખી રાત સ્યુટ રૂમમાં શર્વરીએ તડપતા તડપતા કાઢી, છેક વેહલી સવારે આંખ લાગી,સવારના આઠેક વાગ્યે એના મોબાઈલની રીંગ વાગી..ઇશાનનો ફોન હતો..શર્વરીને પેહલા તો કાપી નાખવાની ઈચ્છા થઇ પણ પછી એણે ઉપાડી લીધો ઇશાન ગભરાયેલો ગભરાયેલો બોલ્યો સરૂ કાલે રાત્રે જહાંગીર કાવસજી પર્સીના ડેડીને હાર્ટએટેક આવ્યો છે, બહુ જ સીરીયસ છે.. CONT..175
Cycle meeting/Page-174/શૈશવ વોરા www.shaishavvora.com