Page:-175 શર્વરી બોલી ઓહ એ તો બચી જશે બીજું કઈ કામ હોય તો બોલ..ઇશાન બોલ્યો પર્સી તને તાત્કાલિક અહિયા અમદાવાદ બોલાવે છે એને મુંબઈ જવું છે, જહાંગીર કાવસજી પાસે, અને અહિયાં અમદાવાદની કોર્ટમાં આજે એપ્લીકેશન કરવાની છે પર્સી માટે..કોર્ટ પરમીશન આપશે તો જ પર્સીથી અમદાવાદ છોડી શકાશે.. શર્વરી એ કીધું ચલ હું જોઉં છુ..ટ્રાય કરુ છુ,શર્વરીને વિચાર આવ્યો કે ઇશાનને હું સમય પૂછી લઉં કે કેટલા વાગ્યે જહાંગીર કાવસજીને હાર્ટએટેક આવ્યો પણ એ અટકી ગઈ.. એને થયું કે બીજા કોઈ પાસેથી જાણી લઉં,એટલે એ સિલ્વારાજને ફોન કરવા ગઈ પણ ફરી એકવાર એણે એની જાતને રોકી લીધી ,એને એકદમ યાદ આવ્યુ કે ડાયેનાએ કીધું એ પ્રમાણે જયેશ પારેખ તો અત્યારે મરી ગયો હશે તો પછી એ બધા શું કરતા હશે?અને પોલીસ કેસ થયો હશે તો? શર્વરીએ તરત જ ટીવી ઓન કર્યું લગભગ બધી ચેનલો ફેરવી ગઈ,બધે જ જહાંગીર કાવસજીને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર હતા પણ જયેશ પારેખનો ક્યાય ઉલ્લેખ નોહતો, એટલે શર્વરી ને થોડો ડાયેના ઉપર ડાઉટ ગયો કે ડાયેના નાટક તો નથી કરી ગઈને..? પછી વિચાર આવ્યો મે બી જયેશ પારેખ હજી એના રૂમમાં પડ્યો રહ્યો હોય, અને કોઈને હજી ખબર જ ના પડી હોય, કેમ કે ડાયેના તો આખી રાત દિનેશ પારેખના રૂમમાં રહી હશે..એક સાથે ઘણા બધા વિચારો શર્વરીને ઘેરી વળ્યા,શર્વરીને લાગ્યું કે અત્યારના સંજોગોમાં સબ સે બડી ચુપ ..એટલે શર્વરી એ બધા વિચારોને બાજુ પર ફેંકી અને નાહવા ગઈ, તૈયાર થઇ ને એ મીટીંગ રૂમમાં પોહચી, અને ત્યાં એણે જયેશ પારેખને એકદમ શાંતિથી બીજા ડાયરેક્ટરસ સાથે બેઠેલો જોયો, શર્વરી રીતસરની છળી મરી, ત્યાં બોર્ડ રૂમમાં બધા ની વચ્ચે જયેશ પારેખને જીવતો બેઠેલો જોઇને. બધા જ ડાયરેક્ટર્સ આવી ગયા હતા, ચેરમેન દિનેશ પારેખ પણ ત્યાં જ બેઠેલા હતા, સીલ્વરાજે ફોર્મલી મીટીંગ ચાલુ કરી..શર્વરીની સાથે જયેશ પારેખને ફરી એકવાર સીડીઆઈસીમાં ડાયરેક્ટર બનાવાયો હતો , બધાને સૌથી પેહલા શર્વરીની નવા ડાયરેક્ટર તરીકેની ઓળખાણ અપાઈ, શર્વરીએ ઉભા થઈને બીજા બધા ડાયરેક્ટર્સનું અભિવાદન કર્યું ,દસેક મિનીટ થઇ મીટીંગ ચાલુ થયે અને ત્યાં જ જયેશ પારેખએ ચાલુ મીટીંગમાં જ ટેબલ પર પોતાનુ માથું ઢાળી દીધું..એકદમ દોડાદોડી થઇ ગઈ જયેશ પારેખ ને તાત્કાલિક એઈમ્સમાં લઇ જવામાં આવ્યો પણ ડાયેનાએ આપેલા ઝેરની અસર બાર કલાક પછી કામ કરી ગઈ હતી..!! જયેશ પારેખ આખી દુનિયા ની નજર સામે માર્યો ગયો હતો, કોઈ જ શંકા કુશંકા ને સ્થાન ના રહ્યું ડાયેના રોચા સાંગોપાંગ બચી ગઈ,શર્વરીના જીવનનો પેહલો પ્રસંગ હતો કે કોઈ એની આંખ સામે મરી જાય અને એ પણ એવી વ્યક્તિ કે જેના મોત વિષે શર્વરીને ખબર હતી..!! CONT.. 176
Cycle meeting/Page-175/શૈશવ વોરા www.shaishavvora.com