Page:-176
મીટીંગ કેન્સલ થઇ અને બીક ની મારી શર્વરી ડાયેનાને કે ચિરાગને મળ્યા વિના એ જ દિવસે દિલ્લીના બારાખંભા રોડ પરની પાંચ સિતારા હોટલ છોડીને પેહલી જે ફ્લાઈટ મળી એ ફ્લાઈટમાં બપોરે અમદાવાદ જતી રહી..
અમદાવાદમાં લોઅર કોર્ટએ પર્સીનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને પર્સીને મુંબઈ જવાની પરમીશન આપી, પર્સી પોતે પણ હજી વ્હીલચેર વિના હલન ચલન કરી શકતો નોહતો,પર્સીએ ઇશાનને પણ પોતાની સાથે લીધો,ઇશાન લગભગ પર્સીના કેરટેઈકર ની ભૂમિકામાં આવી ગયો હતો..પેહલીવાર ઇશાનએ પર્સીનું પ્રાઈવેટ જેટ જોયુ, અમદાવાદ એરપોર્ટ અને મુંબઈ એરપોર્ટ પર પર્સીની વીવીઆઈપી મુવમેન્ટ થઇ, છેક એરક્રાફ્ટના દરવાજા સુધી ગાડી લેવા અને મુકવા આવી..ઇશાન માટે આ પેહલો અનુભવ હતો..શર્વરી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી અને ઇશાન અને પર્સી અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્યા..પર્સીને સીધો મુંબઈ એરપોર્ટથી બ્રીચકેન્ડી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો..જહાંગીર કાવસજીને તમામ લાઈફ સપોર્ટ સીસ્ટમ લગાડી દેવામાં આવી હતી લગભગ કોમા જેવી અવસ્થામાં જહાંગીર કાવસજી પોહચી ગયા હતા.. ખંભાતા ફેમીલીના ફેમીલી ફીઝીશીયન ડોક્ટર ઉદવાડીયા સાથે મેહરાન ખંભાતા કઈક ચર્ચા કરી રહી હતી ,ઇશાન પર્સીને વ્હીલચેરમાં મેહરાન અને ડોકટર ઉદવાડીયા સુધી દોરી ગયો મેહરાનએ લગભગ પર્સીની સામે જોયું ના જોયું કર્યું..ડોક્ટર ઉદવાડીયા એ પારસી લેહકામાં પર્સીને કીધુ ..સન કેવું છે ટને.. પર્સી એ આંખોથી કીધું સારું છે..પર્સીનો એક હાથ અને એક પગ પ્લાસ્ટરમાં બાંધેલો હતો..ઇશાન પર્સીની વ્હીલચેર પાસેથી ખસ્યો નહિ છેવટે પર્સી એ ઈશારો કર્યો એટલે એ ત્યાંથી જતો રહ્યો પર્સી બોલ્યો ડોક્ટર અંકલ ડેડ ને કેવું છે..? ડોક્ટર ઉદવાડીયાએ કીધું ચાન્સીસ આર લેસ બટ ગોડ ઈઝ ગ્રેટ ,વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ.. મેહરાન ખંભાતા થોડા કડક અવાજે બોલી ડોક્ટર ઉદવાડીયા મારી પરમીશન વિના કોઈપણ લાઈફ સપોર્ટ સીસ્ટમ હટવી ના જોઈએ અને એકપણ મેડીકલ બુલેટીન બહાર ના જાય..આડકતરી રીતે મેહરાન કાયા ગ્રુપ્સનો કમાન્ડ પોતાના હાથમાં લઇ રહી હતી,અને ડોક્ટર ઉદવાડીયા માટે પણ એ સુચના ફરમાન બરાબર હતી, અને આડકતરો ઈશારો હતો કે પર્સી કહે તો પણ તમારે કોઈ નિર્ણય લેવો નહિ..એ આગળ બોલી હું સાંજે જયેશ પારેખના ફયુનરલમાં જઈને આવું છું ડોક્ટર રાત્રે આપને ફરી મળીશું..પર્સી તું કાયા મેન્શન જાય છે કે અહિયાં હોસ્પિટલમાં રહે છે..? પર્સી બોલ્યો હું પણ આવું છું જયેશ પારેખના ફ્યુનરલમાં તમારી સાથે મોમ , સીડીઆઈસી આપણા બહુ ઈમ્પોર્ટન્ટ પાર્ટનર છે મોમ, CONT..177
Cycle meeting/Page-176/શૈશવ વોરા www.shaishavvora.com