Page:-177
મેહરાન ખંભાતા બોલી ઓકે યોર ચોઈસ પર્સી..હજી બે કલાકની વાર છે..પર્સીએ કીધું ઠીક છે તો હું કાયા મેન્શન આવું છું અને ત્યાંથી આપણે સાથે નીકળી જઈશુ..મેહરાન ત્યાંથી નીકળી ગઈ પછી પર્સીએ ઇશાનને બોલાવ્યો અને કીધું તું વરલી તારા ફ્લેટ પર જા,આપણે સાંજે સીધા જયેશ પારેખના ફયુનરલમાં મળીશુ.
સીડીઆઈસીના ચેરમેન અને માલિક દિનેશ પારેખના વાલકેશ્વરના બંગલે માતમ છવાઈ ગયો હતો, એક કોફીનમાં એમના દીકરા જયેશ પારેખનું મૃત શરીર દિલ્લીથી લાવવામાં આવ્યું હતું,ડાયેના રોચા રડી રડીને બેહાલ થઈ ગઈ હતી, એણે જયેશ પારેખની અંતિમયાત્રાથી દુર રેહવાનું નક્કી કર્યું હતી,એ કોલાબાના પોતાના ફ્લેટમાં જ ભરાઈ રહી હતી, મેહરાન ખંભાતા જયેશ પારેખના ફયુનરલનો પુરેપુરો ઉપયોગ કરી ગઈ, એણે અને પર્સી ખંભાતા એ મીડિયાની હાજરીમાં જયેશ પારેખની અંતિમયાત્રામાં હાજરી પુરાવી અને સારો એવો સમય એ બંને માં-દીકરાએ ત્યાં આપ્યો. એમની હાજરીથી એમણે મીડિયામાં એક મેસેજ મોકલ્યો કે જહાંગીર કાવસજી નોર્મલ છે અને જલ્દીથી સાજા થઇ જશે..
કાયા ગ્રુપ્સની કંપની, કાયા ઓટોમોટીવ એકદમ મઝધારે આવી ગઈ હતી એક લાખની ગાડીનો આણંદવાળો પ્રોજેક્ટ હજી કમ્પ્લીટ થયો નોહતો, યુરોપિયન કાર કંપનીની ખરીદી થઇ ગઈ હતી ખાલી ટોકન પેમેન્ટ અપાઈ ગયું હતું ,અને બાકીનું મોટું પેમેન્ટ બાકી હતું,અને આવા સમયે જહાંગીર કાવસજીની જિંદગીની નુકસાની આખા કાયા ગ્રુપ્સને લઈને ડૂબે, એ વાત જહાંગીર કાવસજીની પત્ની મેહરાન ખંભાતા અને દીકરો પર્સી ખંભાતા સારી પેઠે જાણતા હતા,
સાંજ પડ્યે જયેશ પારેખ પંચમહાભૂતમાં ભળી ગયો,
અમદાવાદમાં પોતાના ઘરમાં બેડમાં પડી પડી શર્વરી હજી કંઈપણ સમજી શકતી નોહતી,બેંકમાં આજે રજા હતી જયેશ પારેખના મોતની..એ ઘરે પડી પડી વિચારતી હતી કે જયેશ પારેખને કેમ અને કોણે મરાવી નાખ્યો ?અને ડાયેનાની એવી કઈ મજબુરી હતી કે એણે સિલ્વારાજના કેહવાથી જયેશ પારેખને ઝેર આપી દીધું..? અને આટલો મોટો ક્રાઈમ કર્યા પછી ડાયેના એના રૂમમાં કેમ આવી? અને આવી તો આવી પણ એણે પોતાનો ગુન્હો શા માટે કબુલ કરી લીધો..? એવું તે કેવુ ઝેર હતું કે જયેશ પારેખ છેક બાર કલાક રહીને મર્યો ? અને સૌથી મોટી વાત કે ચિરાગ, મિસ્ટર ચડ્ડા,ડાયેના અને જયેશ પારેખ કેમ મળ્યા હતા? શર્વરી એના મગજમાં એકપછી એક અંકોડા ગોઠવવાની કોશિશ કરી રહી હતી..પણ ક્યાય કોઈ લીંક સેટ નોહતી થતી.. , CONT..178
Cycle meeting/Page-177/શૈશવ વોરા www.shaishavvora.com