Page:-179
કદાચ એવું પણ બને કે ચિરાગ અને મિસ્ટર ચડ્ડા ક્યાંક જયેશ પારેખના મોત ના ખેલમાં શામેલ હોય અને ડાયેનાએ આ કામ એમના કેહવાથી કર્યું હોય.. અને નામ સિલ્વારાજનું લેતી હોય..જે કઈ હોય પણ એનો જવાબ ડાયેના જ આપી શકે..અને એના માટે ડાયેનાને પકડવી પડે ,પણ અત્યારે તો ડાયેના ને મળવુ એ ખતરાથી ખાલી નથી, અને મારે શું કામ આ કેસમાં પડવુ જોઈએ..?
પણ અચાનક શર્વરીને યાદ આવી ગયું કે ડાયેનાએ જે ઝેર જયેશ પારેખને પીવડાવ્યું હતું, એ ઝેરની શીશી સિફતપૂર્વક ડાયેનાએ એના હાથમાં પકડાવી દીધી હતી, અને હાલ તો કોઈને ખબર નથી પણ જો કોઈને ખબર પડી અને પોલીસ કેસ થયો તો એ ઝેરની શીશી ઉપર તો મારા ફિંગરપ્રિન્ટ નીકળશે..
શર્વરીને હવે ગભરામણ ચાલુ થઇ ગઈ હતી,એને સમજણમાં આવી ગયું હતું કે એ ફસાઈ ચુકી હતી..!
એક સવાલનો જવાબ તો સારી રીતે મળી ગયો કે ડાયેના જયેશ પારેખને ઝેર આપી અને ઝેરની શીશી મારા હાથમાં પકડાવી ગઈ, જો કંઈ પણ થાય તો ઝેરની શીશી પોલીસના હાથમાં આવે તો પેહલો જ શક મારી ઉપર અને હું સીધી તિહાર જેલમાં, શર્વરીને પરસેવો છૂટી ગયો એને વિચાર આવ્યો મારે તાત્કાલિક દિલ્લી જવું પડશે અને એ જ હોટલમાં રેહવું પડશે અને એ જ રૂમમાં..પેલા કુંડામાં દાટેલી શીશીને મારે જ ડીસટ્રોય કરવી પડશે.. શર્વરીને ગભરામણ થઇ ગઈ, એને ચિરાગને હાથ પર સિગારેટ ચાંપી દીધી હતી એનો ભારોભાર પસ્તાવો થતો હતો..એને થયું થોડીક હિંમત રાખી અને દિલ્લીમાં રહી પડી હોત અને ચિરાગના ફ્લેટ પર જતી રહી હોત તો કદાચ ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મળી ગયું હોત..
પણ હવે શું કરવુ..?કોની પાસે જવું ?અને બોલાવું.? એક છેલ્લો રસ્તો એને યાદ આવ્યો મિલન દવે.. એણે તરત જ મિલન દવેને મેસેજ મોકલ્યો મારે તમને મળવું છે અરજન્ટ.. મિલને સામો જવાબ આપ્યો ક્યાં છે તું ? શર્વરીએ જવાબ મોકલ્યો અમદાવાદ..મિલન દવે એ મેસેજ મોકલ્યો આણંદ આવી જા હું આણંદ પ્લાન્ટ પર છું..! શર્વરી ફટાફટ તૈયાર થઇ અને એના ફ્લેટના નીચે ઉભેલી મર્સિડીઝમાં બેસવા મારે નીચે ઉતરતી હતી અને એને યાદ આવી ગયું કે મર્સિડીઝનો ડ્રાઈવર પણ સીડીઆઈસીનો એમ્પ્લોઈ છે,વાતને બહાર નીકળતા વાર નહિ લાગે,અને અત્યારે મિલન દવેને આણંદ મળવા જાઉં છું એ મારે કોઈને જણાવવા દેવાની જરૂર નથી તરત જ એ ઘરમાં પાછી ગઈ અને કપડા બદલ્યા થોડા જુના કપડા કબાટમાંથી કાઢ્યા અને એક જુનો પંજાબી ડ્રેસ પેહર્યો ,અને સામાન્ય અમદાવાદી છોકરીની જેમ મોઢે દુપટ્ટાની બુકાની બાંધી અને ફ્લેટની બહાર નીકળી અને રીક્ષા પકડી.. CONT..180
Cycle meeting/Page-179/શૈશવ વોરા www.shaishavvora.com