Page:-180
સીધી જમાલપુર એસ.ટી સ્ટેન્ડ ગઈ અને એસ.ટી. ની વોલ્વો બસ પકડી અને આણંદ પોહચી. આણંદ થી મિલનને ફોન કર્યો હું આણંદમાં છું અને અડધો કલાકમાં આવુ છું..લગભગ બપોરના બે વાગી ગયા હતા ..રીક્ષામાં બેસીને શર્વરી કાયા ઓટોમોટીવન પ્લાન્ટ પર પોહચી એના તદ્દન સામાન્ય કપડા અને મેકઅપ વિનાનો ચેહરો જોઇને રીશેપ્શનથી આગળ જવાય એમ નોહતુ એટલે એણે મિલન દવે ને ફોન કર્યો સેન્ડ મી કાર આ એમ આઉટ સાઈડ ઓફ પ્લાન્ટ..શર્વરીને લેવા ગાડી આવી અને સાથે એક માણસ પણ આવ્યો પણ શર્વરીનો સામાન્ય દેખાવ અને કપડા જોઇને એ માણસ પણ થોડો છોભીલો થઇ ગયો અને બે વાર પૂછીલીધું આર યુ શર્વરી મેમ ? શર્વરી મિલન દવેની ઓફીસ સુધી પોહચી..મોટેભાગે મિલન કોઈપણ સ્ત્રી ના ડ્રેસિંગ વિષે ક્યારેય કોઈ કોમેન્ટ નોહતો કરતો પણ મિલને શર્વરીને જોતાવેત કીધું કેમ આવી રીતે તૈયાર થઇ છે? શર્વરીની ધડકનો વધી ગઈ અને ચેહરો ડરનો માર્યો એકદમ સફેદ થઇ ગયો હતો, મોઢા પરના નૂર તેજ હણાઈ ગયા હતા ,ગભરાટને લીધે થોડું થોથવાતા થોથવાતા શર્વરી બોલી જીજુ બહુ લાંબી સ્ટોરી છે, મને કઈ સમજણ નથી પડતી કે મારે શું કરવું જોઈએ..મિલને કીધુ શું થયું? શર્વરીએ વાત માંડી અને જેટલું કેહવાય એટલું મિલનને એક શ્વાસે કહી દીધું..મિલન એકદમ ઠંડકથી બોલ્યો શર્વરી દુનિયામાં એવું કોઈ ઝેર નથી બન્યુ કે જેની અસર બાર બાર કલાક રહી ને આવે અને એઈમ્સના ડોક્ટર્સ અને નર્સ ગાંડા નથી કે એમને ખબરના પડે..અને સૌથી પેહલી વાત શર્વરી કે તું આ ડાયેના ને મળવાનું છોડી દે એ તને એની કોઈક ચાલમાં ભરાવી રહી છે..તારી આખી વાતમાં મને એ બાઈ કૈક ભેદી લાગી રહી છે, અને રહી વાત એ ઝેરની શીશી પરની ફિંગરપ્રિન્ટની અને શીશીની તો એ તો વર્ષો સુધી એ કુંડામાં દટાયેલી રેહશે અને ક્યાં તો હોટલનો માળી એને ક્યાંક ફેંકી દેશે, આ બધી મોટી હોટેલ્સમાં નશો કરવાવાળા ઘણા આવતા હોય છે અને એમની પાસે આવી નાની નાની શીશીઓ ઢગલો પડેલી હોય છે, ભૂલી જા આ બધું ,ખોટું વધારે પડતું સ્ટ્રેસના લે અને તારું કામ ઓનેસ્ટલી કર..બી ઓનેસ્ટ ટુ યોર વર્ક,તને સોંપવામાં આવે એ કામ પૂરી જવાબદારી અને નિષ્ઠાથી કર તારું ફ્યુચર બ્રાઈટ છે..શર્વરી બોલી ના જીજુ એ બોટલના ઝેરથી જ જયેશ પારેખ મર્યો છે..મિલન બોલ્યો ચલ માની લીધું એકવાર કે એ બોટલમાં કૈક ઝેર નહિ પણ એકદમ કોન્સન્ટ્રેશન વાળું કોઈક નશીલું પદાર્થ હશે અને ડાયેનાએ જયેશને આપી દીધું અને જયેશ માર્યો તો પણ તને શું ફર્ક પડે છે? વાય યુ આર વરીડ? શર્વરી તારે તો ટેન્શન એવા સમયે લેવુ જોઈએ જયારે તને કોઈ આવુ કંઈ આપે અને કહે કે કોઈને ખવડાવી દે,અને ત્યારે એવા સમયે તો તારે ફક્ત એક સિમ્પલ કામ જ કરવાનું છે, CONT..181
Cycle meeting/Page-180/શૈશવ વોરા www.shaishavvora.com