Page:-181
પોલીસને ફોન કરવાનો છે અને ક્યાં ,કેવી રીતે અને ક્યા લેવલે પોલીસને ફોન કરવાનો એ તો તને સારી રીતે ખબર જ છે..તું ખોટી પેનિક થાય છે,અને બીજી વાત સમજ કે તું હવે એટલુ નાનુ માથું નથી રહી શર્વરી, તું અત્યારે મારા કરતા પણ મોટી હસ્તિ છે કોર્પોરેટ જગતમાં, હું તો ખાલી કાયા ઓટોમોટીવનો જી.એમ. છું અને તારી પોહચ આખા કાયા ગ્રુપના વારસદાર, એટલું બોલીને મિલન અટક્યો અને ફરી બોલ્યો વારસદાર શેનો હવે તો માલિક જ ગણવાનો પર્સીને અને તારી પોહચ છેક પર્સી ખંભાતા સુધીની છે, તને ખબર છે શર્વરી કે આખી દિલ્લીની સરકાર ઉથલી જાય એકવાર જો કાયા ગ્રુપ આડું ચાલે તો, શર્વરી નીચું માથું નાખીને વાત સંભાળતી રહી, મિલન આગળ બોલ્યો..એટલે હવે શાંતિ રાખ અને સમજ કે જયેશ પારેખ મરી ચુક્યો છે અને કાલે એનુ બેસણું પતે એટલે જયેશ પારેખને એનો બાપ અને છોકરો બધા ભૂલી જશે, તું કાલે બોમ્બે જતી રેહજે અને ત્યાં જ રેહ્જે જયેશ પારેખનું બેસણું પતાવ, હજી પણ એક બીજું બેસણું પણ આવશે તારે..એમાં પણ જવું જ પડશે તારે, મિલન નો ઈશારો જહાંગીર કાવસજી તરફ હતો ,મિલનની વાત સાંભળી ને શર્વરી ઘણી રીલેક્સ થઇ ગઈ અને થોડી મૂડમાં આવી ગઈ પછી સેહજ હળવાશમાં શર્વરી બોલી ક્યારનું પ્લાનિંગ કર્યું છે એ બેસણાનું? મિલન હસીને બોલ્યો એ તો એમની ઘરવાળી અને છોકરો નક્કી કરશે..!! અને જો શર્વરી હવે તું સીડીઆઈસીની ડાયરેક્ટર છે,ભલે તારી લાઈફમાં કદાચ ફિલ્મી સીન ઘણા થયા હશે પણ આવા સાવ સામાન્ય કપડા અને આવી રીતે એસ.ટી.ની બસમાં અને પછી રીક્ષામાં આવું બધું કરીને આવવાની જરૂર નથી, ફિલ્મોમાં થાય છે એવું બધું રીયલ લાઈફમાં નહિ કરવાનું..તને મેં જયારે પેહલી વાર મારા લગ્નમાં જોઈ ત્યારે તું જેટલી બિન્દાસ્ત હતી એટલી જ બિન્દાસ્ત થઇ જા સેહજ પણ ભાર ના રાખ, અને એઝ અ ડાયરેક્ટર તને જે કોઈ એમીનીટીઝ મળે છે એ બધી ભોગાવ, અને યુઝ કર,શર્વરી ડર નહિ અને આ ડાયેનાના ચક્કરમાં થી નીકળી જા..ડાયેના એ સીડીઆઈસીનો આથમતો સૂરજ છે,અને એક વાત યાદ રાખ શર્વરી આથમતો સૂરજ હમેશા તપતા સૂરજની રોશની ને ઝાંખો કરવાની કોશિશ કરે.. ડૂબી જવા દે એ ડાયેના રોચા ને ,અને હવે તો જહાંગીર કાવસજી જ હવે નહિ રહે એટલે એની પર્સનલ આસિસ્ટન્ટમાં કોઈને લેવાનો સવાલ જ નથી..ડાયેના જ્યાં પડી છે ત્યાં જ પડી રેહવા દે તારે હવે એના વિષે વિચારવાની જરૂર જ નથી..એ તને ગમે તેટલી ચોંટે પણ તું એનાથી ડીસ્ટન્સ રાખ..શર્વરી એ કીધું થેંક્યું જીજુ.. તમે મારો બહુ મોટો ભાર હળવો કરી નાખ્યો..મિલને કીધું જા હવે શાંતિથી ઘેર જા અને કાલે સવારે એરપોર્ટ પર મળીએ મારે પણ બોમ્બે જવું પડશે જયેશ પારેખના બેસણામાં, હું તને ગાડી મોકલું છું તને અમદાવાદ ઉતારી જશે.. CONT..182
Cycle meeting/Page-181/શૈશવ વોરા www.shaishavvora.com