Page:-183
શર્વરીને લેવા માટે એની મર્સિડીઝ આવી ગઈ હતી, એને ઈચ્છા થઇ ગઈ કે લાવ પર્સી જોડે વાત કરી લઉં,પણ ઇશાન ત્યાં જ હશે એવા વિચારે એણે પર્સીને ફોન ના લગાડ્યો અને શર્વરી સીધી નરીમાન પોઈન્ટની પાંચ સિતારા હોટેલ જ્યાં એમની રેગ્યુલર સાયકલ મીટીંગ થતી હતી ત્યાં પોહચી ગઈ..લગભગ સવારના અગિયારેક વાગ્યાનો સુમાર થયો હતો,શર્વરીને એની જોબના પ્રોટોકોલમાં હતું કે એ જે પણ શેહરમાં હોય એણે સિલ્વારાજને જાણ કરાવી પડે એટલે ખુબ જ અનિચ્છાએ શર્વરીએ સિલ્વારાજ ને મેસેજ નાખ્યો કે હું મુંબઈમાં છું અને સાંજના બેસણા માટે આવી છું,સિલ્વારાજએ તરત જ ફોન કર્યો શર્વરીને..તું કોર્પોરેટ ઓફીસ આવ અત્યારે જ, શર્વરીએ કીધુ સારુ આવું છું..શર્વરી સેહજ ફ્રેશ થઈને અને સાડી સરખી કરીને એ પોતાની ઓફીસ બેગ લઈને રૂમની બહાર જવા જતી હતી ત્યાં જ એની ડોરબેલ રણકી,, બારણાના આઈપીસમાંથી એણે જોયું તો બહાર ડાયેના ઉભેલી દેખાઈ એને.. એકવાર તો એને લાગ્યું કે એના મગજનો વેહમ છે એટલે એણે ફરી વાર જોયું તો પણ ત્યાં ડાયેના રોચા જ ઉભેલી દેખાઈ..
શર્વરીને એકદમ જ પરસેવો પડી ગયો આ ડાકણ અહિયાં ક્યાંથી.?અને મિલનની સ્ટ્રીક સુચના યાદ આવી કે હવે ડાયેનાથી દુર રહે..શર્વરી બે ચાર મિનીટ બારણું ખોલ્યા વિના રૂમની અંદરની સાઈડ ઉભી રહી અને વિચારતી રહી મારા નસીબની કઈ કમ્બખતી છે કે જ્યાં જાઉં ત્યાં આ ડાયેના મને ભટકાય છે,ડાયેના પણ બારણાની બહાર શર્વરી બારણું ખોલે એની રાહ જોતી ઉભી રહી ,શર્વરીને એમ હતું કે બારણું નહિ ખોલું તો એ જતી રેહશે, પણ ડાયેના હટવાનું નામ જ નોહતી લેતી..લગભગ દસેક મિનીટ વીતી ગઈ, હવે બારણું ખોલ્યા વિના છૂટકો નોહતો એટલે શર્વરી એ પર્સ સોફા પર નાખ્યું અને ખાલી ખાલી બાથરૂમનું બારણું પછાડયું.. અને પછી બારણું ખોલ્યું.. ડાયેના રીતસરની અંદર રૂમમાં ધસી આવી અને સોફા પર બેસી પડી અને હાથ જોડીને રડતા રડતા બોલી મુઝે બચાલે શર્વરી પ્લીઝ મુઝે બચા લે..મૈ મરના નહિ ચાહતી હું શર્વરી પ્લીઝ.. શર્વરીએ રૂમનો દરવાજો બંધ કર્યો અને ડાયેનાથી ચાર પગલા દુર ઉભી રહી, શર્વરીના મોઢા પરથી ડર બિલકુલ ઓછોના થયો..ડાયેના બોલી શર્વરી સિર્ફ તું મુઝે બચા સકતી હૈ..શર્વરી ડાયેનાના મોઢે એક નો એક ડાયલોગ સાંભળીને કંટાળી હતી હવે એને ડાયેના માટે ઘૃણા ઉત્પન્ન થઇ ગઈ હતી, શર્વરી ગભરાતા ગભરાતા મહામેહનતે બોલી પણ થયું છે શું મેમ..? ડાયેના બોલી યે લોગ મુઝે ભી અબ માર દેંગે..એટલું બોલીને ડાયેના રડતા રડતા સિસકારા બોલાવવા લાગી એના નાક અને આંખમાંથી ભરપુર પાણી વેહવા લાગ્યું.. CONT..184
Cycle meeting/Page-183/શૈશવ વોરા www.shaishavvora.com