Page:-184
શર્વરીએ ટીસ્યુનું બોક્સ એની તરફ ધર્યું, પણ પાણી ના આપ્યું..ડાયેના બોલી અબ યે લોગ એક ઔર કામ મેરે સે કરવાના ચાહતે હૈ.. શર્વરી કશું જ બોલી નહિ, ડાયેના બોલી..દેખ યે એક ઔર શીશી મુઝે કુરિયર મેં મેરે પાસ આયી હૈ ઔર બોલા હૈ કી ટાર્ગેટ બાદ મેં બતાયેંગે..શર્વરી મૈને અપની જાન કે લિયે જયેશ કો તો માર દિયા અબ ઔર મૈ કિતને લોગો કો મારુંગી..? મૈ કિલર બન ગઈ હું પ્રોફેશનલ શર્વરી, મૈ પ્રોફેશનલ કીલર બન ગઈ હું.. એટલું બોલીને ડાયેનાએ ઠુઠવો મુક્યો..શર્વરી હેબતાઈને ડાયેના ના હાથમાં રહેલી શીશી જોઈ રહી સહજ પણ હલનચલન કરવાની પોઝીશનમાં શર્વરી નોહતી.. બસ એક જ વિચાર આવ્યો કે આને અહીંથી ફૂટાડો , કોઈપણ રીતે ડાયેનાને ભગાવો અહીંથી.. એણે કીધું મેમ આપ શાંત હો જાવ, સિલ્વારાજ સર મેરા વેઇટ કર રહે હૈ,હમ લોગ રાત કો મિલેંગે.. ડાયેના બોલી.. ઠીક હૈ લેકિન શર્વરી મુઝે મેરે ઘર મે અકેલે રેહને મેં અબ ડર લગતા હૈ,ઔર મૈ ઇસીલિયે યે હોટેલ મેં રેહને કો આ ગઈ હું, તુમ્હારે ફ્લોર પે હી હું..મૈને તુમ કો લીફ્ટ સે નિકલતે દેખા ઔર મુઝે લગા કી ગોડ ને તુઝે મેરે લિયે હી યહાં ભેજ દિયા હૈ,જયેશ કે બેસણા મેં હો કે તુમ આના, મેરી તો બિલકુલ હી હિમત નહિ હૈ કી ઉસકે બચ્ચો કા મુહ મૈ દેખ સકું, મૈને અપની ઝીંદગી બચાને કે લિયે ઉસે.. ઓહ ગોડ યે મૈને ક્યા કર દિયા એમ કરી ને ફરી ડાયેના ડુસકા ભરીને રડી, શર્વરી બારણા તરફ જતી રહી અને ડાયેના પાછળ પાછળ આવી ડાયેના જેવી દરવાજાની બહાર નીકળી એટલે શર્વરી ફરી પછી રૂમમાં ગઈ અને એણે જોયું તો પેલી ઝેરની શીશી ડાયેના ત્યાં સોફા પાસે પડેલી કાચની ટીપોય પર મૂકીને આવી હતી..શર્વરીએ તરત જ સેહજ કડક અવાજમાં કીધું મેમ આપ કુછ ભૂલ ગઈ હૈ પ્લીઝ લે જાવ..એટલું કહીને શર્વરી રૂમની બહાર નીકળી ગઈ, ડાયેના ધીમી ધીમી ચાલે અંદર રૂમમાં ગઈ અને પછી ઝેરની શીશી લઈને બહાર આવી,શર્વરીના મગજમાં એક વાત નક્કી થઇ ગઈ કે આ વખતે પણ એ મારી ફિંગરપ્રિન્ટ જ શીશી પર લેવા માટે આવી હતી..ડાયેના પોતાના રૂમ તરફ ગઈ અને શર્વરી લીફ્ટમાં નીચે ગઈ..લીફ્ટની બહાર નીકળી અને પેહલું કામ શર્વરીએ કર્યું ઇશાનને ફોન કરવાનું..ઇશાન તું ક્યાં છે? ઇશાન થોડા દુ:ખી અને રુક્ષ અવાજે બોલ્યો હું તો બેંકમાં છું મારી કેબીનમાં,શર્વરી બોલી ઠીક છે હું ત્યાં જ આવું છું..
પોતાને મળેલી મર્સિડીઝમાં બેસીને શર્વરી સીડીઆઈસીની કોર્પોરેટ ઓફીસમાં ગઈ..સીધી સિલ્વારાજ પાસે ગઈ સિલ્વારાજએ બહારથી જ મેસેજ મોકલ્યો બે કલાક પછી મળુ છું તમને.. શર્વરીને નવાઈ લાગી હમણા તો અરજન્ટ બોલાવતા હતા અને હવે એકદમ કેમ બે કલાક પછી..એ તરત જ ઇશાન પાસે ગઈ, CONT..185
Cycle meeting/Page-184/શૈશવ વોરા www.shaishavvora.com