Page:-186
શર્વરી એ એક હાથમાં પોતાની બેગ અને સામાન લીધો અને બીજા હાથથી ઇશાનને રૂમની બહાર ખેંચ્યો,લગભગ શર્વરી ઇશાનને ઢસડીને રૂમની બહાર લઇ ગઈ..બંને જણા લીફ્ટમાં અંદર ગયા..પેલી શીશી શર્વરીએ એના પર્સમાં નાખી દીધી..બંને જણા ગાડીમાં બેઠા અને નરીમાન પોઈન્ટથી વરલી જવા નીકળ્યા આખા રસ્તે શર્વરી વિચારતી રહી ડાયેના ખરેખર એને ફસાવવા જ આવી હતી..પણ હવે ઇશાન પર કેટલો ભરોસો કરવો..?બધી સાચી વાત એને કહી દેવાય? શર્વરીનું મન નોહતુ માનતુ એટલે છેવટે શર્વરીએ ઇશાન પાસે સત્ય નહિ પણ અર્ધસત્યનો સહારો લેવાનું નક્કી કર્યું..
બંને જણા ઇશાનના વરલીના ફ્લેટ પર પોહ્ચ્યા, ઈશાને પેહલો જ સવાલ કર્યો..શું છે આ બોટલમાં.. શર્વરી બોલી નવું ડ્રગ છે..ઇશાન બોલ્યો તો આજે રાત્રે ટ્રાય કરીએ? પર્સી પણ બોમ્બેમાં જ છે..! શર્વરી બોલી ના બહુ જ કોન્સન્ટ્રેટેડ છે એક ઝાટકે ઉકલી જઈશ..મને એના ડોઝ ખબર નથી..ચલ હવે કોર્પોરેટ ઓફીસ પેલો સિલ્વારાજ ત્યાં રાહ જોતો હશે મારી.. ઇશાન બોલ્યો હું દસ બાર દિવસ જ્યોર્જીયા શું ગયો સરૂ તું તો આખી બદલાઈ જ ગઈ છે..ઇશાન શર્વરીની નજીક જઈ ને બોલ્યો એ સરૂ મને મારી સરૂ પાછી આપને પ્લીઝ ,હવે તને કીધા વિના હું જ્યોર્જિયા તો છોડ જામનગર પણ નહી જાઉ..ઇશાન એકદમ દયામણું મોઢું કરીને શર્વરીની સામે ઉભો રહ્યો..શર્વરી આડું જોઈ ગઈ.. ઇશાન બોલ્યો તે હજી મને માફ નથી કર્યો ને સરૂ શર્વરી કઈ જ બોલી નહિ છેવટે ઇશાન એના ફ્લેટની બહાર નીકળી ગયો શર્વરી પાછળ પાછળ ગઈ એના પર્સમાંથી ઈશાનના ફ્લેટની ચાવીઓ કાઢી અને લોક માર્યું બંને જણા વરલીથી સીધા નરીમાન પોઈન્ટ સીડીઆઈસીની કોર્પોરેટ ઓફીસ પાછા આવ્યા..શર્વરીએ સીડીઆઈસીના બિલ્ડીંગમાં પેહલો પગ મુકતાની સાથે ઇશાનને કીધું તુ મને હવે એક મિનીટ પણ એકલી ના મુકતો, મારા બોડીગાર્ડની જેમ પાછળ રેહજે તું.. ઇશાન બોલ્યો શું વાત છે સરૂ..? શર્વરી એકદમ ઝડપથી ચાલતા ચાલતા બોલી..એ બધું પછી અત્યારે ચલ સિલ્વારાજ પાસે..ઇશાન અચકાતા અચકાતા બોલ્યો હું હું કેવી રીતે આવું.? તું તો ડાયરેક્ટર છે હું તો..શર્વરી બોલી એની ઓફીસની બહાર ઉભો રેહજે, અને દર પાંચ મીનીટે મને એક વોટ્સ એપ કરજે અને મારો જવાબ એક મીનીટમાં ના આવે તો ઈમીજીયેટલી સિલ્વારાજની ઓફિસમાં ઘુસી જજે અને પર્સીનો નંબર ફાસ્ટ ડાયલ કીમાં રાખજે.. ઇશાનએ એકદમ વચ્ચે શર્વરીની આગળ આવી અને આડો હાથ દઈને ઉભો રહી ગયો..અને બોલ્યો સરૂ શું છે આ બધું ?સરખી મને વાત કર.. .. CONT..187
Cycle meeting/Page-186/શૈશવ વોરા www.shaishavvora.com