Page:-187
શર્વરીએ ઇશાનના હાથને હટાવી અને આગળ ચાલી અને બોલી અને તને ક્યારેય પણ એવું લાગે કે તારી જાત પર જોખમ છે તો સીધો પર્સીનો બંગલો છે ને પેલો કાયા મેન્શન, ત્યાં ઘુસી જજે નહિ તો માર્યો જઈશ.. આપણે એકબીજાની જીંદગી અત્યારે સાચવવાની છે..કદાચ પર્સી પણ સેઈફ નથી હું અંદર જઈને આવું પછી વાત કરું…આટલુ બોલીને શર્વરી સિલ્વારાજની ચેમ્બરમાં ગઈ… એ જ મોટી ચેમ્બર પણ શર્વરીને એક જબરજસ્ત ઘુટન મેહસૂસ થઇ રહી હતી..એને સિલ્વારાજનું મોઢું પણ જોવું નોહતુ પણ છૂટકો નોહતો..
સિલ્વારાજ પોતે પણ નખાઇ ગયેલા હોય એવું લાગ્યુ.. સિલ્વારાજે ગુજરાતીમાં કીધું આવો શર્વરી..મને હતું જ કે તમે ગુજરાતી છો અને વ્યહવારમાં ક્યારેય પાછા નહિ પડો, સારું થયું કે તમે બેસણા માટે આવ્યા અહી સુધી..શર્વરીનો ચેહરો ઉદાસી અને ડર,દુ:ખ,એવા મિશ્રિત ભાવવાળો થઇ ગયો હતો, પોતાની જાત પર જોર આપીને સેહજ ફિક્કું હસીને શર્વરી બોલી સર આવવું તો પડે જ ને આપડા માલિકનો જુવાન દીકરો મરી ગયો છે.. કેટલા વર્ષના હતા જયેશ પારેખ? સિલ્વારાજ બોલ્યા પંચાવન વર્ષનો હતો જયેશ..શર્વરી કશું બોલી નહિ.. સિલ્વારાજ સેહજવાર પછી બોલ્યા પણ પંચાવન વર્ષ એ મરવાની ઉમર નથી, પણ હવે ઈશ્વર ને ગમ્યું તે ખરું.. જહાંગીર કાવસજીના શું ખબર છે શર્વરી ? શર્વરી બોલી સર મને નથી ખબર હું તો એકદમ આઘાતમાં હતી, મારા જીવનમાં પેહલીવાર કોઈનું મારી નજર સામે મૃત્યુ થયું છે,મને તો ખાલી ઇશાનનો ફોન આવ્યો હતો કે જહાંગીર કાવસજી ને હાર્ટએટેક આવ્યો છે..સિલ્વારાજ બોલ્યા એ છોકરો ક્યાં છે? શર્વરી તરત જ બોલી એ અહિયાં જ છે બહાર જ ઉભો છે બોલવું ? સિલ્વારાજે ખાલી..હ..હ.. કર્યું અને શર્વરી બહાર દોડી ગઈ ઇશાનનો હાથ પકડીને સિલ્વારાજની કેબીનમાં લઇ આવી..સર આ રહ્યો ઇશાન..ઇશાન કશું સમજી ના શક્યો.. શર્વરી બોલી..ઇશાન ,સર તને યાદ કરતા હતા અને પૂછે છે કે જહાંગીર કાવસજી ને કેમ છે ? ઇશાન સેહજ ઝંખવાણો પડી ગયો..સિલ્વારાજ બોલ્યા શર્વરી સંભાળો તમારી જાતને શર્વરી,શર્વરી સેહજ ખસીયાણી પડી ગઈ.. સિલ્વારાજે ઇશાનને પૂછ્યુ કેમ છે તમને ? એક્સિડન્ટ પછી સારું છે ? ઇશાન બોલ્યો હા સર સારું છે..સિલ્વારાજ બોલ્યા પર્સીને કેમ છે ? ઈશાને અદબથી કીધું એને પણ સારું છે અમે સાથે જ મુંબઈ આવ્યા..સિલ્વારાજે કીધું સારું તમે થોડીવાર બહાર બેસો હું શર્વરીને મોકલું છું, ઇશાનને બહાર ગયા વિના છૂટકો નોહતો ..ઇશાન શર્વરીની સામે જોતા જોતા બહાર ગયો એને શર્વરી નું મોઢું ખુબ જ ડરેલુ લાગ્યું..જેવો ઇશાન બહાર ગયો કે તરત જ
Cycle meeting/Page-187/શૈશવ વોરા www.shaishavvora.com