Page:-188
સિલ્વરાજએ શર્વરીને સવાલ પૂછ્યો શર્વરી ડાયેના તમને દિલ્લીમાં મળી હતી.? શર્વરીના પગ નીચેથી જમીન ખસી ગઈ..શર્વરી અચાનક જુઠ્ઠું બોલી ગઈ ના સર કેમ ડાયેના મેમ ત્યાં દિલ્લીમાં હતા..? સિલ્વારાજ બોલ્યા હા ડાયેના અને જયેશ બંને એક જ રૂમમાં હતા અને આમ અચાનક જયેશનું મરી જવુ મને થોડુ અજુગતુ લાગે છે, શર્વરી કશું જ ના બોલી ચુપચાપ નીચી નજરે ઉભી રહી..શર્વરીને અત્યારે સબસે બડી ચુપ હતી.. સિલ્વારાજે શર્વરીને ફરી પૂછ્યુ શર્વરી ડાયેના તમને દિલ્લીમાં મળી હતી..? શર્વરીને ગભરામણ થવાની ચાલુ થઇ છતાં પણ એ બોલી ગઈ ના સર ડાયેના મેમ ને દિલ્લીમાં હું નથી મળી, શર્વરી સેહજ ઠાવકાઈથી બોલી..સર મારુ બીજું કોઈ કામ ના હોય તો હું જાઉં..? સિલ્વારાજ બોલ્યા કામ તો હવે સૌથી વધારે તમારે જ કરવાનું છે, જયેશ પારેખની અચાનક વિદાયથી ચેરમેન એકદમ ભાંગી પડ્યા છે, હવે સીડીઆઈસીને આપણે લોકોએ જ સાચવવા ની છે અને આગળ વધારવાની છે.. સિલ્વારાજની વાત સાંભળીને શર્વરીએ કશો જ પ્રતિભાવના આપ્યો, સિલ્વારાજ પણ કોર્પોરેટ જગતનો જુનો કસાયેલો ખેલાડી હતો,એણે પાસો ફેંક્યો.. શર્વરી તમને ખબર છે કે ડાયેના અને જયેશ પારેખ ઘણા ક્લોઝ હતા અને પેલા ફોરેન બેન્કસના સીડીઆઈસી ના એકાઉન્ટ હજી ડાયેના જ જોવે છે, પણ ચેરમેન ની ઈચ્છા છે કે એ એકાઉન્ટ્સ કોઈ બીજું હેન્ડલ કરે,આ કપરા સમયમાં શું તમે આ જવાબદારી સ્વીકારવા તૈયાર છો..? શર્વરી અચાનક આવેલી પ્રપોઝલથી પછી મૂંઝવણમાં પડી ગઈ અને બોલી સર અત્યારે હું તમને હા કે ના કઈ જ કહી શકવાની સ્થિતિમાં નથી,તમે મને થોડો સમય આપો વિચરવા નો હું આપને વિચારીને જણાવુ, સિલ્વારાજ બોલ્યા સમય એ જ તો નથી શર્વરી સીડીઆઈસી પાસે, એક બાજુ જેમના ભરોસે આપણે બેઠા હતા એ જહાંગીર કાવસજી મરણ પથારીએ છે, દિનેશ પારેખ પોતાના દીકરાના અચાનક મોતથી સુધબુધ ખોઈ બેઠા છે,સીડીઆઈસી બેંકની માથે એનપીએ નો બહુ મોટો પર્વત છે, માર્કેટ માં સેહજ પણ વાત લીક થઇ તો બેંકની તમામ બ્રાંચ ઉપર પબ્લિકની લાઈનો લાગી જશે,અને સીડીઆઈસી ઉઠી સમજ, કાયા ગ્રુપ્સમાં તો મેહરાન અને પર્સી બંને જણા ભેગા થઈને સંભાળી લેશે,અને કાયા ગ્રુપ્સમાં તો છેલ્લા દોઢસો વર્ષથી પ્રોફેશનલ મેનજમેન્ટ છે,એટલે એ લોકોને તો કોઈ વાંધો નહિ આવે, અહિયા તો ચેરમેન દિનેશ પારેખની ઉમર મરવાની છે અને મરી ગયો જયેશ પારેખ..જેવો હતો એવો જયેશ વારસદાર તો હતો,અત્યારે તો આખી સીડીઆઈસી ડામાડોળ થઇ ગઈ છે, આવા સંજોગોમાં જો ફોરેન બેન્કિંગના પાસવર્ડસમાં કોઈ પણ ગડબડ થાય તો આખી સીડીઆઈસી બેંક ઉઠી જાય શર્વરી, CONT..189
Cycle meeting/Page-188/શૈશવ વોરા www.shaishavvora.com