Page:-190
ઇશાન થોડા અચરજ અને પછી ખુન્નસથી શર્વરીની સામે જોઈ રહ્યો અને એકદમ જ એણે બહાર ચાલતી પકડી પર્સીને આ ના ગમ્યુ એણે કીધું સરૂ શર્વરી બોલી ના પર્સી હજી વાર છે અને આ વાત એની સામે થાય તેમ નથી..પર્સી એક જ સવાલ પૂછુ છુ..? જવાબ આપે તો સારુ જયેશ પારેખ નેચરલ ડેથથી મર્યો છે? સિલ્વારાજ સરએ આજે મારી સામે ડાઉટ મુક્યો છે.?પર્સી બોલ્યો એ વાતની તો સિલ્વારાજને સૌથી પેહલી ખબર હોય, એ તો આ બધા સર્કસનો રીંગ માસ્ટર છે..! શર્વરી બોલી ઓકે ચલ નેક્સ્ટ ક્વેશ્ચન.. સિલ્વારાજ મને એમની ફોરેન બેન્કિંગ ના પાસવર્ડ સાચવવાનું કહે છે મારે એ કામ કરાય..? પર્સી ના હાવભાવ બદલાઈ ગયા અને બોલ્યો હમમ એટલે તને સીડીઆઈસીની ડાયરેક્ટર બનાવી છે..આ લોકો એ, પર્સીએ સામો સવાલ પૂછ્યો ઓકે મને એટલુ કહે કે એ પાસવર્ડસ અત્યારે કોની પાસે છે..?શર્વરી બોલી ડાયેના રોચા પાસે..પર્સી બોલ્યો એના અત્યારે શું હાલ છે..? શર્વરી બોલી એ સતત મોતના ડરમાં જીવે છે, પર્સી બોલ્યો તો તારા પણ આવા દિવસો ઇન ફ્યુચર આવશે એટલુ યાદ રાખ..શર્વરી બોલી તું મને બચાવી શકે..?પર્સી બોલ્યો બે ટૂંક બોલ્યો એટલો સમય નહિ મળે તને..શર્વરી બોલી તો મારે સિલ્વારાજને નાં પાડવી પડે.. પર્સી બોલ્યો સારો રસ્તો તો એ જ છે અને બે વર્ષ પછી એ લોકો તને ડાયરેક્ટરમાંથી રીલીવ કરશે.. શર્વરી બોલી મને કોઈ વાંધો નથી..પણ મારે મરવું નથી આવી રીતે.. શર્વરી ટોપિક ફેરવી બોલી તારા ડેડીને કેવું છે.. પર્સી બોલ્યો ઓલમોસ્ટ ડેડ.. બહુ ઓછા ચાન્સ છે સર્વાઈવલના, પણ લેટ્સ સી મોમ ક્યારે લાઈફ સપોર્ટ સીસ્ટમ બંધ કરાવે છે..શર્વરી પર્સીની આગળ આવી અને એનો હાથ પકડ્યો અને બોલી ધીરજ રાખજે પર્સી.. પર્સીએ આંખોથી હા પાડી અને બોલ્યો સરૂ આઈ એમ ડેમ બીઝી આપણે પછી મળીશુ.. શર્વરીએ હા પાડી પર્સી વ્હીલચેરમાં દરવાજો ખોલી ને બહાર નીકળી ગયો, બહાર મોઢું ચઢાવીને ઇશાન બેઠો હતો પર્સીએ વ્હીલચેરમાંથી બેઠા બેઠા દુર બેસેલા ઇશાનને બાય કર્યું અને શર્વરી ઇશાનને લઈને કાયા મેન્શનની બહાર નીકળી ગઈ ગાડીમાં ઇશાન બિલકુલ ફૂન્ગરાયેલો હતો શર્વરીની સામે જોવા તૈયાર નોહતો.. શર્વરી એ કીધું ક્યાંક કોફી અને સિગારેટ પીવડાવવ ઇશાન, ઇશાન એક ઈરાની કોફી શોપમાં લઇ ગયો સાંજ પાડવા આવી હતી જયેશ પારેખના બેસણામાં જવાને વાર હતી.. શર્વરીને એકદમ યાદ આવ્યું કે આતો પેલી ઈરાની રેસ્ટોરન્ટ વાળી જ કોફી શોપ છે..અને ત્યાં બાજુમાં જ એક બિહામણો માણસ ઉભો હતો પણ આ માણસ તો હું જયારે ડાયેના સાથે અહિયાં આવી ત્યારે પણ હતો અને ડાયેના ત્યારે જ બોલી હતી કે આ માણસ મારો પીછો કરે છે..શર્વરી ડરી ગઈ એણે ઇશાનને કીધું ઇશાન પેલો માણસ મારો પીછો કરે છે , CONT..191
Cycle meeting/Page-190/શૈશવ વોરા www.shaishavvora.com