Page:-192
શર્વરી બોલી એવું તો તું કહે છે અને દુનિયા જાણે છે પણ સિલ્વારાજ મને પુછતા હતા કે જયેશ મર્યો એની આગલી રાત તું,જયેશ પારેખ ડાયેના અને મિસ્ટર ચડ્ડા સાથે હતા..ચિરાગ બોલ્યો જયેશ પારેખ જયારે મર્યોને ત્યારે તમારી સીડીઆઈસીના બધા જ ડાયરેક્ટર હાજર હતા આખા સીડીઆઈસીના બોર્ડની સામે માર્યો છે જયેશ સરૂ.. ખોટા ખોટા લવારા બંધ કર..શર્વરી બોલી લવારા નથી કરતી તને પણ ખબર છે કે જયેશ નેચરલ ડેથથી નથી મર્યો..કેમ માર્યો તે ચઢ્ઢા અને ડાયેના એ..?ચિરાગ ભયંકર ગુસ્સામાં બોલ્યો સરૂ તું મને સળગતી સિગારેટ ચાંપે તો હું તને ઝાપટ પણ મારી શકું છું..શર્વરી બોલી હા પણ તું મને ઝાપટ મારે કે જયેશની જેમ મારી નાખે પણ વાત તો હવે બહાર નીકળી ગઈ છે.. બધે ધીમે ધીમે ચણભણ ચાલી થઈ ગઈ છે અને છેલ્લે તમે ચાર જ ભેગા થયા હતા એટલે આંગળી તો તારી તરફ આવવાની જ..ચિરાગ ગુસ્સામાં લાલ લાલ થઇ ગયો અને બોલ્યો સરૂ હવે હું તને ખરેખર ઝાપટ મારીશ..શર્વરી એ એના હાથમાં રહેલો દારુ નો ગ્લાસ સીધો એક ખૂણામાં ઘા કરીને ફેંકી દીધો અને બોલી માર મને ચિરાગ માર ..તું એક જ આ દુનિયામાં મર્દ છે જે મને મારી શકે, બાકી તો મારી દુનિયામાં છક્કા જ છે માર મને તું માર એમ કરીને શર્વરી ચિરાગને બાઝી પડી અને ચિરાગના હાથ ને પકડી ને જોર જોરથી પોતાના ગાલે મારવા લાગી ચિરાગે બીજા હાથમાં રહેલો દારુ ટેબલ પર મુક્યો અને શર્વરીના બંને હાથને પોતાના મજબુત હાથથી પકડી લીધા..શર્વરી લગભગ તૂટી પડી હતી અને પુષ્કળ રડતી હતી.. ચિરાગ મારે આવી જીંદગી નથી જોઈતી..ચિરાગ બોલ્યો સરૂ..સરૂ .. શું વાત છે ? મેં તને આટલી અપસેટ ક્યારેય નથી જોઈ સરૂ બોલ જે કઈ હશે એનો આપણે રસ્તો કાઢીશુ , હું તારી સાથે છું સરૂ પેહલા શાંત થા..શર્વરી ચિરાગની છાતીમાં માંથી નાખી અને ધ્રુસકે અને ધ્રુસકે રડતી રહી ચિરાગ એના બરડે પંપાળતો રહ્યો..
લગભગ વીસેક મિનીટના આક્રંદ પછી શર્વરી થોડી શાંત થઇ ચિરાગએ એને પાણી પીવડાવ્યું..શર્વરી શાંત થઇ પણ ચિરાગને વળગેલી રહી..ચિરાગ બોલ્યો શું વાત છે સરૂ..? શર્વરી બોલી સિલ્વારાજ પૂછતા હતા કે જયેશ પારેખ નેચરલ ડેથથી મર્યો છે..? એને ડાઉટ છે અને મને પુછતા હતા કે ડાયેના એ મર્યો એની આગલી રાત્રે તમારા રૂમમાં આવી હતી..? ચિરાગ બોલ્યો ડર નહિ સરૂ, તે શું જવાબ આપ્યો? શર્વરી બોલી મેં કીધું ના અને ખરેખર એ મારા રૂમમાં નથી આવી.. ચિરાગ બોલ્યો એ ડોસો કૈક રમત રમી રહ્યો છે..મને પણ સમજાતુ નથી કે આ ડોસો શું કરવા માંગે છે.. શર્વરી બોલી તમે લોકો કેમ ભેગા થયા હતા? ચિરાગ બોલ્યો ડાયેનાએ મિસ્ટર ચડ્ડાને ફોન કર્યો હતો કે જહાંગીર કાવસજી મરી ગયા છે, CONT..193
Cycle meeting/Page-192/શૈશવ વોરા