Page:-193
ખાલી મશીનો ચાલુ રાખીને એમને જીવાડવામાં આવી રહ્યા છે ,અને હવે ત્રીમ્પોલી ફાયનાન્સ શું કાયા ઓટોમોટીવને આટલુ મોટું ધિરાણ કરશે ?એટલે આવી બધી વાતો ફોન કરાવી એના કરતા મિસ્ટર ચડ્ડા એ અમારી મીટીંગ સેટ કરી દિલ્લીમાં.. જહાંગીર કાવસજી પછીની કાયા ગ્રુપના સિનારિયો ના ડિસ્કશન માટે અને સરૂ સાચું કહું તો તું જ આખી મીટીંગમાં ડિસ્કશનનો પોઈન્ટ રહી હતી, જયેશ પારેખનો બાપ પણ તારા અને પર્સીની જોડેના અને મિલન દવેના રીલેશનને વટાવી ખાવા ના ફિરાકમાં છે અને તને એટલે જ ડાયરેક્ટર બનાવી છે એ લોકો એ..સરૂ તને ખબર નથી કે તું અત્યારે ફાયનાન્સ ના કોર્પોરેટ જગતની કેટલી મોટી ચીજ છે..લગભગ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના બધા જ પ્લેયર્સ કાયાની એક લાખની ગાડીની રાહ જોવે છે અને કાયા ઉપરથી પેલી યુરોપિયન લકઝરી કારનું યુનિટ ખરીદી રહી છે, લાખો કરોડો રૂપિયાની ઉથલ પાથલ થવાની છે અને દરેકને એમાં પોતાનો હિસ્સો જોઈએ છે..તું અત્યારે હવે પર્સી,મિલન દવે અને સીડીઆઈસી અને ઓફકોર્સ મારી પણ એટલી ક્લોઝ છે સરૂ અને આવા સમયે તું આવી રીતે આવા ગાંડા કાઢે એ કેમ ચાલશે..?સિલ્વારાજે ખાલી કહ્યું જ છે કે જયેશ પારેખ નું મોત નેચરલ નથી, અને બીજો સવાલ એવો પૂછ્યો કે ડાયેના તને મળી હતી? તો પછી તું શું કામ આટલી બધી ગભરાય છે સરૂ?તે ક્યાં મારી નાખ્યો છે જયેશ પારેખને ..?કદાચ એમને શક હોય કે ડાયેનાએ મારી નાખ્યો છે તો એ જાણે અને ડાયેના જાણે બહુ બહુ તો જયેશ નો બાપ દિનેશ જાણે તારે શું લેવાદેવા.. આટલું બધું ઓવર રીએક્ટ ના કર ,આવુ કરીને તો તું જ સામેથી શક પેદા કરી રહી છે કે તું આ બધામાં ક્યાંક ઇન્વોલ્વ હોઈશ.. છોડી દે બધું અને ભૂલી જા..ચિરાગ એકી શ્વાસે બધું બોલી રહ્યો હતો શર્વરીને એની વાતમાં સચ્ચાઈ નો રણકો સંભળાયો.. શર્વરી બોલી ચિરાગ તું મારો નાનપણ નો દોસ્ત છે આપણે આખી જીંદગી..ચિરાગે અધવચ્ચે વાત કાપી નાખી અને બોલ્યો એકદમ બિન્દાસ્ત તારે જે કેહવું હોય તે કહે સરૂ હું મરી જઈશ પણ વાત બહાર નહિ જાય બોલ શું થયું છે ? કેમ આટલી બધી પરેશાન છે ? શર્વરીને હવે ચિરાગ પાસે સાચું બોલ્યા વિના છૂટકો જ નોહતો ..એણે બધી જ ઘટના વિસ્તારથી ચિરાગને વર્ણવી.. ચિરાગ નું મગજ એકદમ ભારે થવા લાગ્યું..ચિરાગ બોલ્યો સરૂ ડાયેના તારા રૂમમાં તને મારી નાખવા માટે આવી હતી અને નક્કી એ તારો જીવ લેવા તારી પાછળ પડી છે, કદાચ એને આગોતરી જાણ થઇ ગઈ છે કે સિલ્વારાજ સીડીઆઈસીના ફોરેન બેન્કિંગ પાસવર્ડ તને આપવા માંગે છે ,અને એકવાર એ પાસવર્ડ તારી પાસે આવી જાય અને ડાયેના પાસેથી જાય એટલે તારી જીંદગી નું ધ્યાન સીડીઆઈસી રાખશે અને ડાયેનાને કોઈપણ રીતે મોત પણ સીડીઆઈસી આપશે.. CONT..194
Cycle meeting/Page-193/શૈશવ વોરા www.shaishavvora.com