Page:-194
ડાયેના પોતાનો જીવ બચાવવા તારી પાછળ પડી છે સરૂ..હવે હું તને એક પણ મિનીટ એકલી ના મુકું જ્યાં સુધી પાસવર્ડ તારી પાસે નાં આવે ત્યાં સુધી અને તારો પેલો ઇશાન ક્યાં છે ? ડરેલી શર્વરી બોલી એના ઘરે ચિરાગ બોલ્યો બોલાવ એને અત્યારે જ આપણે એરપોર્ટ જવાનું છે તારો સામાન લઇ લે અને એને પણ આપણે સાથે લઇ જવો પડશે.. શર્વરી બોલી ના મેં એને કોઈ જ વાત નથી કરી એ મારી સાથે હજી સાચું બોલે છે કે જુઠ્ઠું મને એની ખબર નથી.. ચિરાગ બોલ્યો સરૂ મારા પગ પર જ કુહાડો મારું છું પણ હું તને કહી દઉં કે મારે તારા જીવનમાંથી એને દુર કરવો હતો એટલે જ મેં તને ઇશાનની બધી વાત કરી દીધી , બાકી એ ખરેખર જ્યોર્જીયા ગયો હતો અને એણે ત્યાની પરમેનેન્ટ રેસીડેન્સી માટે એપ્લાઇ પણ કર્યું છે અને એની સ્પાઉસમાં તારું નામ લખાવ્યું છે મારી ત્રીમ્પોલી ફાય્ય્નાનસની જર્મન ઓફીસ એની ઉપર ત્યાં જ્યોર્જીયામાં પૂરે પૂરી નજર રાખતી હતી, એ તને પ્રેમ કરે છે અને અત્યારે તારો જીવ સો ટકા મુસીબતમાં છે એટલે ઇશાન જેવું કોઈક તો જોઇશે જ કે જે પોતાના જીવ પર આવીને પણ તારા માટે લડી લે..હું તો ખાલી બોલીશ જ કે તારા માટે જાન હાજર છે પણ કદાચ હું મારો જીવ તારા માટે નહિ આપી શકુ, તારા માટે અત્યારે એક જ સેઈફ જગ્યા છે અને એ છે એરપોર્ટ..કોઈપણ રીતે આપણે એરપોર્ટમાં ઘૂસવાનું છે ઇશાનને સીધો સાન્તાક્રુઝ એરપોર્ટબોલાવ ..શર્વરીએ ઇશાનને ફોન કર્યો અને કીધું તાત્કાલિક મારો અને તારો સમાન લઈને એરપોર્ટ આવ..ઇશાને પૂછ્યું કેમ ? શર્વરી એ કીધું મને જીવતી જોવી હોય તો સીધો એરપોર્ટ પોહચ.. ઇશાને અક્કલ ચલાવ્યા વિના શર્વરીનો સમાન અને પોતાના થોડા કપડા નાખો અને સીધો સાન્તાક્રુઝ એરપોર્ટ દોડ્યો.. ચિરાગ એની હોટેલથી ભાડે કરેલી BMW માં શર્વરીને લઈને ગોઠવાયો..લગભગ રાતના બાર વાગ્યા હતા એમની BMW વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ દોડતી જતી હતી, દાદર જઈ રહ્યું હતું અને ત્યાં અચાનક એક ધડાકા સાથે એમની BMW અથડાઈ અને શર્વરીને કશી સમજણ પડે એ પેહલા એ બેહોશ થઇ ગઈ..
ઇશાન સતત એરપોર્ટ પરથી શર્વરીના મોબાઈલ પર ફોન કરતો હતો રીંગો વાગતી હતી એકસીડન્ટ ના વીસેક મિનીટ પછી શર્વરીનો ફોન ઉપડ્યો ,એક પોલીસવાળાએ કીધું ગાડી કા ડ્રાઈવર મર ગયા હૈ,ઉસકે દિમાગમેં ગોલી લાગી હૈ ,પીછે બૈઠા એક ઔરત ઔર મર્દ દોનો ઇન્જર્ડ હૈ,તુમકુ મિલને કા હૈ તો હિન્દુજા હોસ્પિટલ પુહચો..ઇશાનના એરપોર્ટ પર છક્કા છૂટી ગયા..
Cycle meeting/Page-194/શૈશવ વોરા www.shaishavvora.com