Page:-196
ઇશાન તરત જ રૂમની બહાર દોડ્યો હજી લીફ્ટ સુધી આવ્યો હતો, અને એને યાદ આવ્યું કે ગાડીની ચાવી તો રૂમમાં રહી ગઈ છે એ ફરી પાછો રૂમ તરફ દોડ્યો શર્વરીના રૂમ નું બારણુ ખખડાવ્યુ પણ અંદરથી લોક હતું એણે તરત જ બુમ મારી સરૂ બારણું ખોલ પણ સામે કઈ જવાબ ના આવ્યો એટલે એણે દરવાજાની બહાર થોડે દુર બેઠેલા પોલીસના બે જવાનને બારણું ખોલાવવા માટે કીધું ઇશાન અને બે પોલીસના જવાન ત્રણે જણાએ એક સાથે ધક્કો મારીને બારણું તોડી નાખ્યુ.. રૂમમાંથી એક પડછાયો ગેલેરીના ભાગેથી ભાગતો દેખાયો શર્વરી ના મોઢા પર પટ્ટી બાંધી દેવાઈ હતી અને હાથ બાંધી દીધા હતા.અને સાઈડમાં ખૂણામાં એક તૈયાર ભરેલુ નીડલ ભરાવેલું ઇન્જેક્શન પડ્યુ હતુ..ઈશાને શર્વરીના મોઢા પરથી પટ્ટી હટાવી અને હાથ ખોલી નાખ્યા, શર્વરી ધ્રુજતા ધ્રુજતા બોલી કોઈ મને જબરજસ્તી આ ઇન્જેક્શન આપવા આવ્યું હતું, પોલીસના જવાનોએ તરત એમના મોબાઈલ પરથી આગળ જાણ કરી..રાતના બે વાગી ગયા હતા ઈશાને તરત જ પર્સીને ફોન લગાડ્યો અને આખી ઘટનાની જાણ કરી..પર્સીએ મુંબઈ કમિશનરને ફોન કરી અને શર્વરીને કમ્પ્લીટ પોલીસ પ્રોટેક્શનમાં મુકાવી.. ચિરાગ દોડતો રૂમમાં આવ્યો શર્વરી ગભરાટની મારી ઇશાનને વળગી રહી હતી, ચિરાગ આવ્યો એણે પણ શર્વરીના માથે હાથ ફેરવ્યો શર્વરીએ એક જોરદાર મોટું ડૂસકું ભર્યું ચિરાગ અને ઇશાન બંને જણાએ શર્વરીને પોતાની વચ્ચે રાખી અને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા જીવનમાં પેહલીવાર આવી પડેલી આવી અસાધારણ મુસીબત માં શર્વરીને એના બંને પ્રેમીઓ સાચવી રહ્યા હતા.. શર્વરી હવે લગભગ તૂટી પડી હતી એનામાં કોઈ જ તાકાત રહી નોહતી..ઇશાન બોલ્યો સરૂ શાંત થઇ જા હવે હું તને એક મિનીટ પણ એકલી નહિ મુકુ..સરૂ શાંત થઇ જા ચલ તો..શર્વરી ઇશાનને વળગી અને ડૂસકે ચડી ગઈ ચિરાગ પાણી લઈને આવ્યો અને બોલ્યો ચલ સરૂ હવે શાંત થઇ જા આની પાછળ જે કોઈ છે એને પકડવો જ રહ્યો હું તારી સાથે જ છું, જ્યાં સુધી તારી ઉપર નો ખતરો જાય નહિ ત્યાં સુધી હું તને નહિ છોડુ..
આખી રાત ત્રણે જણાએ હોસ્પિટલના એક જ કમરામાં ગુજારી, શર્વરી ક્યારેક જાગતી અને પાછી ઝબકીને જાગી જતી અને ફરી પાછી ઊંઘતી, ઇશાન ક્યારેક એને પડખામાં રાખતો ક્યારેક ચિરાગ..
સવાર પડી શર્વરીનું મેડીકલ ચેક અપ થયું અને પોલીસમાં બધા બયાનો લેવાયા, એમની ગાડીનો ડ્રાઈવર બંદુકની ગોળીથી કમોતે માર્યો ગયો હતો, મીડિયામાં દરેક જગ્યાએ નાની નાની કલીપીંગ્સ ચાલતી હતી, શર્વરી અને ચિરાગ પરના હુમલાની..
બપોર થઇ અને સમય આવ્યો હોસ્પિટલથી ડીસચાર્જ લેવાનો.. CONT..197
Cycle meeting/Page-196/શૈશવ વોરા