Page:-197 ઈશાને દરેક જગ્યાએ શર્વરીનું મુંબઈનું સરનામું પોતાના ઘરનું આપ્યુ, અને ઈશાને શર્વરીને હોસ્પિટલના કપડા કાઢી અને એના રેગ્યુલર કપડા પેહારાવ્યા, ચિરાગ બિલકુલ કમરાની બહારના ગયો.. ઇશાનને ચિરાગની હાજરી થોડી કઠતી હતી અને ચિરાગને પણ ક્યાંક એવું થતું હતું કે આ હવે શર્વરીને છોડે તો હું શર્વરીને કૈક ડીટેઇલ પૂછું અને હુમલાની પાછળ કોણ છે એનો ભેદ બહાર આવે. છેવટે ઇશાન શર્વરીને લઈને બહાર જવા ગયો, અને શર્વરીએ દોડી અને પાછળ રહી ગયેલા ચિરાગનો હાથ પકડી લીધો અને બોલી ઇશાન ચિરાગ પણ આપણી સાથે રેહશે..ઇશાન કશું બોલ્યો નહિ નીચી નજરે ઉભો રહ્યો..શર્વરી ચિરાગનો હાથ પકડી અને ઇશાનની નજીક લઈને આવી અને શર્વરી બોલી… ઇશાન જે સરૂને તું ઓળખે છે એ તારા એકલાની નથી.. અને ચિરાગની સામે જોઇને બોલી ચિરાગ સરૂ તારી પણ નથી રહી ચિરાગ.. પ્લીઝ તમે બંને મારી સાથે રહો..એટલું બોલી અને શર્વરીએ બંનેનો હાથ પોતાના એક એક હાથથી પકડી લીધો અને ત્રણે હાથ એકબીજામાં ગોઠવાયા પણ ઇશાન અને ચિરાગ બંને એ નીચી નજરે હા પાડી પણ બંને જણાએ નજરો ના મિલાવી.,શર્વરી બોલી આપણે ત્રણે હવે થોડા દિવસ સાથે જ રહીશુ.. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી..તો ..ઈશાને શર્વરીના મોઢે આડો હાથ મૂકી દીધો,અને ચિરાગ બોલ્યો તને નહિ મરવા દઉં સરૂ..તારા માટે એક ઇશાન નહિ દસ ઇશાન સાથે પણ હું રહીશ..પોલીસ પ્રોટેક્શનમાં ત્રણે જણા ઇશાનના વરલીના ફ્લેટ પર પોહ્ચ્યા..ઇશાનના ફ્લેટની નીચે પોલીસ પેહરો ગોઠવાઈ ગયો હતો અને ફ્લેટની બહાર પણ,ઇશાને ફોનથી ઓર્ડર કરીને જમવાનું મંગાવ્યુ.. શર્વરીએ કીધું રેહવા દે ઇશાન ઓર્ડર કેન્સલ કર મારે તો ખીચડી જ ખાવી છે, હું બનાવી લઉં છું હું કહું છું એટલો સામાન તું લઇ આવ..શર્વરીએ ઇશાનને લીસ્ટ આપ્યું ,ઇશાન કરીયાણાનો સામાન લેવા ગયો.. ચિરાગ અને શર્વરી પેહલીવાર હુમલો થયા પછી એકલા પડ્યા.. ઇશાનના નાનકડા એક બેડરૂમ ,હોલ કિચનના ફ્લેટમાં, ઇશાન જેવો બહાર ગયો એવો તરત જ ચિરાગ શર્વરીની નજીક ગયો અને બોલ્યો સરૂ બોલ હવે શું થયું હતું તારી સાથે તને કોઈ પર ડાઉટ જાય છે.? ડાયેના..? મને તો એ જ લાગે છે.. શર્વરી બોલી તું કેહતો હતો કે ઇશાન નિર્દોષ છે એણે જ્યોર્જીયા જઈને કોઈ બીજો કાંડ નથી કર્યો..? ચિરાગ બોલ્યો હા સરૂ અત્યારે તારા જીવ પર જોખમ છે એટલે હું તને બધું સાચું કહું છું..બાકી જ્યારથી સિમરન મને છોડીને જતી રહી છે ત્યારથી મને તો એક જ વિચાર આવે છે ,તારી સાથે રહીને અને તારી પાસે મેં જેટલા પાપ કરાવ્યા છે એ બધા પાપ ધોવાનો એક જ રસ્તો છે તને અપનાવી લેવાનો અને જેટલા દુઃખ મેં તને આપ્યા છે એનાથી હજાર ગણી ખુશી આપીને હું મારી જીંદગીની ભૂલોને સુધારી લઉં.. CONT..198
Cycle meeting/Page-197/શૈશવ વોરા www.shaishavvora.com