Page:-199
અને ચિરાગ બોલ્યો..ઇશાન એવું તો મને પણ લાગે છે ,જે રીતે તું સરૂની પાછળને પાછળ પડછાયાની જેમ રહે છે,એટલું બોલી ચિરાગ અટકી ગયો ,શર્વરી ગુસ્સામાં આવીને સેહજ ઊંચા અવાજે બોલી ઇશાન પ્લીઝ ગાયઝ ..તમને બંને ને જો એકબીજા ઉપર જ હવે શંકા હોય તો બેટર છે કે હું મરી જાઉં,મારા માટે એ જ બરાબર રેહશે..હું તમને બંને જણ ને દસ દસ મિનીટ આપુ છુ..એટલુ બોલીને શર્વરી રસોડાની બહાર ગઈ અને એના પર્સમાંથી ડાયેનાએ આપેલી ઝેરની શીશી લઇ આવી..શર્વરીએ એક દુપટ્ટો ઇશાન ને આપ્યો અને બોલી લે ઇશાન મારા હાથ બાંધી દે.. ઇશાન સેહજ અચરજથી એની સામે જોઈ રહ્યો અને બોલ્યો સરૂ શું નાટક છે આ ?શર્વરી એકદમ તેજ અવાજે બોલી..ઇશાન મારા હાથ બાંધી દે અને આ ઝેરની શીશી ચિરાગને આપ, અને તું ફ્લેટની બહાર જતો રહે, ચિરાગને મને મારી નાખવી હશે તો એ મને પીવડાવી દેશે અને જો હું બચી ગઈ અને પછી જો તારે મને મારી નખાવી હોય તો એક ચાન્સ હું તને પણ આપીશ..ઇશાન ગુસ્સાથી ચિરાગની સામે જોઈ રહ્યો અને ચિરાગ સેહજ મલકાતો મલકાતો શર્વરી પાસે આવ્યો..અને શર્વરીના ખભા પર હાથ ફેરવતો બોલ્યો..સરૂ હવે તો હું તને શું મારૂ? મેં તો તને ક્યારની મારી નાખી, જે દિવસે પેલા ડોક્ટર જોડે તને મોકલી ત્યારે જ મેં તને મારી નાખી હતી સરૂ, ઇશાન તારો વારો છે મારવી હોય તો લે મારી નાખ મારી સરૂ ને .. ઇશાન એકદમ ભાવનામાં વેહવા લાગ્યો અને એની આંખમાંથી દડદડ આંસુ ટપક્યા..અને શર્વરીના હાથમાંથી ઝેરની શીશી લઇ લીધી અને ખોલી નાખી સરૂ ચલ હું જ આ પી જાઉં..ચિરાગ એ ઝાપટ મારીને ઇશાનના હાથમાંથી શીશી ખૂંચવી લીધી અને શીશી બંધ કરીને બોલ્યો ઇશાન આપણે આપણી સરૂને જીવાડવી હોય ને તો આપણા બંનેમાંથી કોઈએ મરવાની જરૂર નથી, પણ કદાચ આપણે ભેગા થઈને કોઈક ને મારી નાખવું પડશે..તો જ સરૂ જીવતી રેહશે..સરૂનો પગ કોઈક મોટા કુંડાળામાં પડ્યો છે,અને એ ખુદ પણ નથી જાણતી કે એણે ક્યાં પગ મૂકી દીધો છે..શર્વરી બોલી ચિરાગ તારી વાત સાથે હું એગ્રી થાઉં છું ,પણ એના માટે તમારે બંનેએ એકબીજા પર શક કર્યા વિના મારી સાથે રેહવું પડશે, અને મારી જોડે રહીને આ ભેદ ઉકેલવો પડશે..ઈશાને પેહલીવાર ચિરાગની આંખમાં આંખ નાખીને જોયું અને બોલ્યો ચિરાગભાઈ મારી સરૂ કહે છે એટલે માની લઉં છુ..ચિરાગ થોડી ખારાશથી બોલ્યો ..ઇશાન એ તારી હજી થઈ નથી, પણ મારી તો એક જમાના હતી ઇશાન, એટલે એ અત્યારે જે બોલે એ મારા માટે હુકમ છે.. શર્વરી સેહજ અકળાઈ ને બોલી તમારા બંનેનું તુ તુ મૈ મૈ હવે પૂરું થયું હોય તો હવે બીજી વાત કરીએ ,બંને જણા નીચી નજરે ઉભા રહ્યા CONT..200
Cycle meeting/Page-199 /શૈશવ વોરા www.shaishavvora.com