Page:-2
શર્વરીનો વર પીયુષ એક સાદોસીધો એક પ્રાઈવેટ પેઢીમાં નોકરી કરતો છત્રીસ વર્ષની ઉમરે પોહચેલો એકાઉન્ટન્ટ,દેખાવે કોઈ જ મોટી વાત નોહતી પીયુષમાં ,પણ એક સારું ,સામાન્ય ,સાદું ,સીધું અને થોડું પોતાનાથી થોડું વધારે પોહચતું પામતું ઘર જોઇને શર્વરીને એના મમ્મી પપ્પાએ પીયુષ જોડે પરણાવી દીધી..
થોડીવારે મોલેસ્ટેશન તો મોલેસ્ટેશન એમ વિચારીને સચિન નફ્ફટાઈથી આંખો નચાવતો બોલ્યો ..શર્વરી સાચી વાત કહુને તો બહુ કો-ઓપરેટીવ અને સમજુ છે આ તારો હસબંડ પીયુષ, આપણા ઓટો ફાયનાન્સના ફિલ્ડમાં તારા આટલા ફાસ્ટ ગ્રોથ માટે પીયુષનું જો આટલું કો-ઓપરેશન ના હોત તો તું આ ફિલ્ડમાં કોર્પોરેટ લેવલ પર ના આવી શકી હોત એની વે લેટ્સ ગો ..
સચિને પોતાના કપડા પેહર્યા અને બંને જણા પરફેક્ટ ડ્રેસિંગ કરીને હોટલના રૂમના દરવાજા સુધી પોહ્ચ્યા ,દરવાજામાંથી બહાર આવતા પેહલા સચિને શર્વરી સાથે એક જોરદારનું આલિંગન લીધું અને બોલ્યો શર્વરી દર વખતે તું મને અડધો તરસ્યો રાખે છે ,એકાદ રાતનું હવે ગોઠવ શર્વરી..
શર્વરી બોલી ધેટ્સ નોટ પોસીબલ સચિન ,એ શક્ય નથી,હું પરણેલી છું અને એક છોકરાની માં પણ છું, દર અઠવાડિયે એકવાર આ રીતે બપોરના જે બે ચાર કલાક મળે છે એમાં સંતોષ માનો ચાલો હવે નીચે જઈએ ..
સચિન બોલ્યો અરે તું તૈયાર હોય તો હું કરું બધો વહીવટ બેબી ,એક રાત નહિ પાંચ રાતનો વહીવટ કરું છું ચલ, એમ કરીને સચિને શર્વરીને કોણી મારી
શર્વરી કઈ બોલી નહિ અને રૂમની બહાર નીકળી ગઈ..અને લીફ્ટ પાસે જઈને ઉભી રહી ગઈ ,બંને જણા લીફ્ટમાં નીચે ઉતર્યા,લીફ્ટમાં સચિન બોલ્યો શર્વરી તું શું કામ દરવખતે પીયુષને બોલાવે છે..? હું તને કારમાં તારા ઘરે ડ્રોપ કરી દઈશને ,આ પીયુષની બાઈકમાં તારે..
શર્વરી કશું બોલ્યા વિના તગતગતી આખે જોઈ રહી સચિનની સામે એટલે સચિન બોલતો અટકી ગયો ..
શર્વરીને ગાડીમાં એકલા કોઈ પરાયા પુરુષની સાથે એકલા બેસવાના વિચારથી કમકમાટી આવી ગઈ..
અને મનમાં ને મનમાં બોલી.. ના સચિન ના જીવનમાં એકવાર ભૂલ કરી હતી કોઈની ગાડીમાં બેસવાની અને પછી ત્યાંથી ખેંચાતી ખેંચાતી આ મીઠાખળીની સાઉથ એન્ડ હોટલ સુધી તો આવી ગઈ છું ,એ દિવસથી નક્કી કર્યું શર્વરીએ કે બસ હવે તો એકલા કોઈની ગાડીમાં ક્યારેય નહિ ..CONT..3